________________
વિક
ક
છે
એક
વિજE વિરારથી હરિભાવત
{૪૪૧ એવંચ વૈયાવૃત્યકર-શાંતિકર-સમદ્રષ્ટિ સમાધિકર (શાસનદેવ અને શાસનદેવી) સંબંધી-લગતા કાઉસગ્ગને હું કરું અથવા “સપ્તમીના અર્થે છઠ્ઠી છે એવી માન્યતામાં વૈયાવૃજ્યકર-સમ્યદ્રષ્ટિ સમાધિકરરૂપ વિષયને લઈને (આશ્રીને) હું કાઉસગ્ન કરું છું અર્થાત્ વૈયાવૃજ્યકર-શાંતિકર-સમ્યદ્રષ્ટિ સમાધિકરરૂપ વિષયવિષયક કાઉસગ્ગને હું કરું છું. કાયોત્સર્ગ વિષયક શબ્દ વિસ્તારરૂપ વિસ્તર-ચર્ચા માફક સમજવી. વળી અહીં એ વિશેષતા છે કે; સ્તુતિ (થોય) તો વૈયાવૃત્યકરોની જ બોલવી. (અહીં વૃદ્ધસંપ્રદાય મુજબ “વૈયાવૃત્યકર' શબ્દથી અંબા-કૂષ્માંડી ચક્રેશ્વરી, અપ્રતિચક્રા આદિ શાસનદેવીઓ કે જૈન શાસનના અધિષ્ઠાયક રક્ષક ગોમુખયક્ષ વિગેરે શાસનદેવો ગ્રહણ કરાય છે.) કેમ કે, જે સંબંધી કાઉસગ્ગ તે સંબંધી થોય બોલવામાં તથા પ્રકારના ભાવની વૃદ્ધિ થાય છે. આ વસ્તુની બારીકાઈથી છણાવટ પૂર્વે કરેલ છે ત્યાંથી સમજવુ.
તથાચ તે વૈયાવૃત્યકર આદિને સ્વવિષયવાળા કાઉસગ્ગનું પરિજ્ઞાન નહિ હોવા છતાંય આ વૈયાવૃત્યકર આદિરૂપ વિષય વિષયક કાઉસગ્ગથી કાઉસગ્ન કરનારને વિજ્ઞશાંતિ-પુણ્ય બંધ આદિરૂપ શુભ ફલની સિદ્ધિના વિષયમાં આ કાઉસગ્ગ વિષય પ્રવૃત્તિ કરાવનારું વચન “વૈયાવચ્ચગરાણે સંતિગરાણ-સમ્મદિઢિ સમાહિગરા કરેમિ કાઉસગ્ગ” ઈત્યાદિ વચને જ્ઞાપક છે. (આખ-સર્વજ્ઞથી ઉપદેશાયેલ હોઈ અવ્યભિચારિ-ફલાવિસંવાદી હોઈ ગમક છે.)
આ વચનથી શુભસિદ્ધિલક્ષણ વસ્તુ બીજા પ્રમાણદ્વારા અસિદ્ધ-અપ્રતિષ્ઠિત નથી પરંતુ સિદ્ધ છે. આ વસ્તુને દ્રષ્ટાંત આપી સમજાવે છે કે, દ્રષ્ટાંત ઘર્મિભૂત અભિચારૂકમાં સ્તોભન (થોભાવવું) મોહન (મુંઝાવવું) ઈત્યાદિ ફલવાળા કર્મમાં (આદિ શબ્દથી શાંતિક-પૌષ્ટિક આદિ શુભ ફલવાળા કર્મમાં) સ્તોભનીય (થોભાવવા યોગ્ય-થોભાવવારૂપ ક્રિયાનો વિષય) સ્તંભનીય(થંભાવવા યોગ્ય-થંભાવવા રૂપ ક્રિયાનો વિષય) મોહનીય (મુંઝાવવા યોગ્ય-મુંઝાવવા રૂપ ક્રિયાનો વિષય) આદિને પરિજ્ઞાન નહિ હોવા છતાં આપ્ત(સત્યવક્તા-પ્રામાણિક પુરૂષ)ના ઉપદેશદ્વારા સ્તોભન આદિ (થોભાવવું આદિ) કર્મ, ક્રિયા કરનારને ઈષ્ટ ફલ (થોભન સ્તંભન આદિરૂપ ઈષ્ટ ફલ) ની પ્રત્યક્ષપ્રમાણ અને અનુમાન પ્રમાણથી દ્રષ્ટ તેમજ અનુભૂત-અનુભવેલ છે.
વળી અનુમાન પ્રયોગ આ પ્રમાણેનો છે. તથાપિ જે આપ્ત પુરૂષના ઉપદેશપૂર્વકનું કર્મ (ક્રિયા), કર્મ (ક્રિયા) માં વિષય ભૂતપદાર્થને કર્મનું જ્ઞાન-પરિજ્ઞાન નહિ હોવા છતાં, કર્મકર્તાક્રિયા કરનારને ઈષ્ટફલ કરનારું (કર્મ) થાય છે. સામાન્ય વ્યાપ્તિ-જેમ કે, સ્તોભનીય આદિ પદાર્થને સ્વવિષયવાળા કર્મનું જ્ઞાન નહિ હોવા છતાં સ્તોભનાદિ ક્રિયા કરનારને સ્તોભનાદિરૂપ ઈષ્ટ ફલને કરનાર છે, તેવી જ રીતે આ વૈયાવૃત્યકર આદિરૂપ વિષય વિષયક કાઉસગ્ગ રૂપ કર્મ, સમજવું. મતલબ કે આ કાયોત્સર્ગ રૂપ કર્મ, આપ્ત પુરૂષના ઉપદેશપૂર્વકનું છે. એટલે આપ્ત ઉપદેશપૂર્વકનું, વૈયાવૃજ્યકર આદિ વિષયક કાયોત્સર્ગ કર્મ, કાયોત્સર્ગ રૂપ ક્રિયામાં વિષયભૂત વૈયાવૃજ્યકર આદિને સ્વવિષયવાળી કાઉસગ્નરૂપ કર્મનું પરિજ્ઞાન નહિ હોવા છતાં કાઉસગ્નરૂપ ક્રિયા કરનારને વિજ્ઞોપશમ-પુણ્ય બંધ આદિ શુભ ફલરૂપ ઈષ્ટફલને આપનારું અવશ્યમેવ છે, એમ સમન્વય-ઉપાય-ઘટના કરવી. આ પ્રકરણનો સાર-નિચોડ પરમાર્થ-પરમરહસ્ય એ છે કે, સદા-નિરંતર-કાયમ ઔચિત્યથી ઓપતી પ્રવૃત્તિપૂર્વક, સર્વત્ર સઘળે ઠેકાણે વલણ અખત્યાર કરવું જોઈએ
ક
જરાતી અનુવાદ - , ભટકણિયા