________________
Gilda-Ram Creciatif cria
(૪૧૮) નિવૃત્તિ-અનિવૃત્તિ બાદર-સૂક્ષ્મ-ઉપશાંતમોહ-ક્ષણમોહ-યોગી-અયોગીરૂપ “ચૌદ ગુણસ્થાનોના ભેદવાળી, જ્ઞાનદર્શનચારિત્રરૂપ પરંપરા (પરિપાટી-આનુપૂર્વી-અનુક્રમ-એક પછી એક આવનારો સંબંધ) એ મોક્ષે ગયેલા તે પરંપરાગત સિદ્ધ કહેવાય. અર્થાત્ ક્રમશ:ગુણસ્થાનની પરંપરાને પ્રાપ્ત થઈને મોક્ષે ગયેલા તે પરંપરાગત, (એક પછી બીજું અને બીજા પછી ત્રીજું એમ જે ક્રમસર ગોઠવાયેલું હોય છે તેને પરંપર કહેવાય છે. તેના પરથી “પરંપરા'નો અર્થ હાર કે શ્રેણી થાય છે. અહીં તે ગુણ શ્રેણીને અનુલક્ષીને વપરાયેલો છે.)
* જે જે સ્થાને પૂર્વ પ્રાપ્ત થયેલા ગુણથી કંઈક વિશેષ ગુણ પ્રગટ થાય છે તે સ્થાનને ગુણસ્થાન કહે છે. તેવા ચૌદ ગુણસ્થાનોનું ટુંકમાં સ્વરૂપ આ પ્રમાણે છે. . (૧) મિથ્યાવૃષ્ટિ : કુદેવ, કુગુરુ અને કુધર્મને વિષે સુદેવ, સુગુરુ અને સુધર્મની જે બુદ્ધિ તે વ્યક્ત મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ મોહનીય કર્મ તે અવ્યક્ત મિથ્યાત્વ છે. અનાદિકાલીન અવ્યક્ત મિથ્યાત્વ તો જીવને વિષે સદાકાળનું છે જ (માટે અવ્યક્ત મિથ્યાત્વને ગુણસ્થાન કહી શકાતું નથી. પરંતુ વ્યક્ત મિથ્યાત્વવાળી બુદ્ધિની જે પ્રાપ્તિ તે જ ગુણસ્થાન તરીકે કહી શકાય છે.
(૨) સાસ્વાદન : ઉપશાંત થયેલા ચાર અનંતાનુબંધી કષાયોમાંનો કોઈ એક પણ ક્રોધાદિ કષાય ઉદય પામતાં પ્રથમના ઔપથમિક સમ્યકત્વરૂપ પર્વતના શિખર ઉપરથી પ્રય્યત થયેલો-પડતો જીવ જધન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટ આવલિકા સુધીમાં જ્યાં સુધી મિથ્યાત્વરૂપ ભૂમિતલને પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી (અંતરાલના કાળમાં) તે જીવ સાસ્વાદ સમ્યકત્વવાળો કહેવાય છે.
(૩) સમ્ય મિથ્યાવૃષ્ટિ : મિશ્રમોહનીયકર્મના ઉદયથી જીવને વિષે સમ્યક્ત અને મિથ્યાત્વ એ બેના મિશ્રણથી અન્તર્મુહૂર્તકાળ પ્રમાણ જે ભાવ ઉત્પન્ન થાય છે તે મિશ્રિતભાવનું નામ મિશ્રગુણસ્થાન. | (૪) અવિરત સમ્યગુદૃષ્ટિ : સર્વજ્ઞ કહેલા તત્ત્વોને વિષે જીવની જે રૂચિ, સ્વાભાવિક રીતે અથવા ઉપદેશ આદિકથી થાય તે સમ્યકત્વ-જે ગુણસ્થાનમાં બીજા પ્રત્યાખ્યાન કષાયોના ઉદયથી વ્રતપ્રત્યાખ્યાનરહિત-અવિરત કેવળ સમ્યકત્વમાત્ર જ હોય તે ચોથું ગુણસ્થાન
(૫) વિરતાવિરત ઃ જે ગુણસ્થાને ત્રીજા પ્રત્યાખ્યાનાવરણકષાયના ઉદયથી દેશથી વ્રતનિયમાદિ પ્રગટ થાય છે તે શ્રાવકપણું (તે દેશવિરતિ ગુણસ્થાન) કહેવાય.
(૬) પ્રમત્ત ઃ ચોથા (સંજ્વલન) કષાયોના તીવ્ર ઉદયથી મુનિ પ્રમાદયુક્ત થાય છે તે કારણથી તેવા મુનિ પ્રમત્ત ગુણસ્થાનવર્સી કહેવાય છે. પ્રમત્તથી માંડી છીણ મોહ સુધીના સાત ગુણસ્થાનોની પ્રત્યેકની ઉત્કૃષ્ટ સ્થિતિ એકેક અત્તમુહૂર્ત પ્રમાણે છે. તેમાં પ્રમત્ત અને અપ્રમત મળીને દેશોનપૂર્વકોડની છે.
(૭) અપ્રમત્ત ઃ ચોથા સંજ્વલન કષાયોનો મંદ ઉદય થયે છતે સાધુ પ્રમાદરહિત થવાથી અપ્રમત્ત થાય છે.
(૮) નિવૃત્તિ-અપૂર્વકરણ : આત્માના અપૂર્વ પરમ આલ્હાદમય પરિણામરૂપ ગુણની પ્રાપ્તિ હોવાથી અપૂર્વકરણ ગુણસ્થાન અન્તર્મુહૂર્ત પ્રમાણવાળી અપૂર્વકરણની સ્થિતિના પહેલે સમયે જ આ ગુણસ્થાન પામનારા ત્રણે કાળના જીવોની અપેક્ષાએ જધન્યથી માંડીને ઉત્કૃષ્ટ સુધીનાં અધ્યવસાયના અસંખ્ય સ્થાનો હોય છે અને તે સર્વ મળી લોકાકાશના આકાશપ્રદેશ જેટલાં છે, અને બીજા ત્રીજા આદિ સમયોમાં તેથી પણ અધિક અધિક અધ્યવસાયસ્થાનો હોય છે. તેમાં પણ એક જીવને પ્રથમ સમયે જે જધન્ય અધ્યવસાયસ્થાન છે. તે જ સમયે બીજા કોઈ જીવને તેથી પણ અનંત ગુણ અધિક
સારાતી અનુવાદક. એ ઢકપ્રિ
.