SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસરા - ભસારિક ૬૪૧૪) ફલાવિસંવાદી-ફલાવંચક-ફલવિષયમાં વંચના-દગો-વિશ્વાસઘાત કરનાર નહિ હોઈ ફલાવ્યભિચારરૂપ પ્રથમ પ્રકારનું સિદ્ધત્વ શ્રુતમાં બરોબર ઘટી શકે છે. (૨) પ્રતિષ્ઠિતત્વરૂપ સિદ્ધત્વ-વળી આ શ્રુતવડે સઘળાય પ્રવાહો-નયો-દર્શનો, ઘર્મો વ્યાપ્ત છે. અર્થાત્ સકલ નયોમાં શ્રુતની વ્યાપકતા-ફેલાવ-ભરપુરતા-પૂર્ણતા છે. એટલે પ્રતિષ્ઠિતત્વ શ્રુતમાં ભગવંત છે. (૩) ત્રિકોટી *પરિદ્ધિરૂપ સિદ્ધત્વ-કષપરીક્ષારૂપ વિધિ પ્રતિષેધરૂપે એક (૧) કોટી (૨) છેદપરીક્ષારૂપ * શબ્દ સામાન્યથી આ ખરું છે કે આ મિથ્યા છે એમ કહી શકાય નહિ. માટે તેની પરીક્ષા કરવી. જેમ સુવર્ણની પરીક્ષા કષ છેદ અને તાપથી થાય છે તેમ ધર્મની પણ ત્રણ રીતે પરીક્ષા થાય. ધર્મની બાબતમાં કષ-છેદ-તાપ શું છે તેનો આગળ વિચાર કરીશું પણ મગને ભાવે મરી ન વેચાય માટે સમજવું જોઈએ કે; “આ જગતુમાં શબ્દમાત્રથી સર્વે ધર્મ કહે છે, પણ કયો સાચો તે વિચાર કરતા નથી; જેમ દૂધ શબ્દ સમાન છે, પણ તેમાં ભેદ પડવાથી કયું સારૂં તેની પરીક્ષા કરવી પડે છે, તેમ અહીં સમજવું જેમ ઠગાવાની બીકવાળા, ડાહ્યા પુરૂષો પરીક્ષા કરીને સુર્વણ ખરીદી કરે છે તેમ ઘણો જ દુર્લભ જગતહિતકારી એવો શ્રતધર્મ પરીક્ષા કરીને ગ્રહણ કરવો કે પાછળથી પસ્તાવું ન પડે. જ્યારે માણસને સુવર્ણ ખરીદવું હોય છે ત્યારે આ સુવર્ણ સાચું છે કે તેમાં કાંઈ ભેદ છે તે જાણવાને અર્થે કષછેદ અને તાપથી પ્રથમ તેની પરીક્ષા કરે છે, અને પરીક્ષામાં શુદ્ધ નીકળે છે તો ખરીદ કરે છે. તેમ કૃતધર્મને પણ કષછેદ અને તાપની કસોટી લગાવવી. * કષ:-અવિરૂદ્ધ એટલે અનુકૂલ કર્તવ્યા બતાવનારું વાક્ય તે વિધિવાક્ય કહેવાય. જેમ કે; દાન કરવું ઈત્યાદિ. અમુક કાર્ય ન કરવું એવો જે માર્ગ તે પ્રતિષેધમાર્ગ. દા.ત. કોઈ પ્રાણીની હિંસા ન કરવી ઈત્યાદિ. એ વિધિ અને નિષેધ તે કષ-કસોટી કહેવાય છે. જેમ સુવર્ણની પરીક્ષા કરવાને કસોટી ઉપર સુવર્ણનો આંકો કરીએ છીએ તેમની પરીક્ષા કરવામાં વિધિનિષેધગર્ભિત વાક્ય કસોટીનું કામ કરે છે. છેદ: માણસ સોનાને કસોટીના પત્થર ઉપર ઘસીને તેની પરીક્ષા કરે છે, તે કસોટીમાં સોનું શુદ્ધ માલૂમ પડ્યું તો પણ તેટલાથી સંતોષ નહિ પામતા તેને કાપીને જુવે છે કે રખેને અંદરના ભાગમાં કોઈપણ પ્રકારનો ભેદ હોય; તેમ ધર્મમાં પણ કષશુદ્ધિ કર્યા પછી છેદશુદ્ધિ કરવી જરૂરની છે. ઘર્મની બાબતમાં છેદ શું છે તે વિચારીએ. છેદ તે વિશુદ્ધ બાહ્ય ચેષ્ટારૂપ છે, વિધિ અને પ્રતિષેધ માર્ગને અનુકૂલ જે બાહ્ય ક્રિયા તે “છેદ' છે. તે બાહ્ય શુદ્ધ ક્રિયાથી અતિચાર અને અનાચારરહિતપણે વિધિ અને પ્રતિષેધ માર્ગને ઉત્તેજન મળે છે. માટે જે ધર્મમાં ઉપર જણાવેલા વિધિ-પ્રતિષેધ માર્ગને સહાયકારી શુદ્ધ ધાર્મિક ક્રિયાનું વર્ણન હોય તે છેદશુદ્ધ ધર્મ સમજવો. સોનાની કષ અને છેદથી પરીક્ષા કરવાને સોની અગ્રિમાં નાંખી તેની પરીક્ષા કરે છે અને જ્યારે અગ્નિમાં રંગ બદલાતો નથી, ત્યારે તે શુદ્ધ-કેવલ સોએ સો ટકા શુદ્ધ માનવામાં આવે છે. તેની ધર્મની પણ તાપમાં પરીક્ષા કરવી. તાપ-કષ અને છેદના મૂલ કારણરૂપ જીવાદિ તત્ત્વરૂપ ભાવેની પ્રરૂપણા તે તાપ. કષ અને છેદનો પ્રથમ આપણે વિચાર કરી ગયા, પણ કષ અને છેદનું મૂળ કારણ જાણવું જોઈએ. કષ અને છેદનો આધાર તાપ ઉપર રહેલો છે. જો સુવર્ણનો રંગ તાપ આપવાથી બદલાઈ ગયો તો તે સુવર્ણ અશુદ્ધ-નિરર્થક છે, તેમ ધર્મની તાપ પરીક્ષા કરી અને તેમાં જો ન ટકી શકે તો કષ અને છેદની વિશુદ્ધિ નિરૂપયોગી છે, વસ્તુઓમાં ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે જે સોનાનું કુંડલ બનાવવામાં આવે છે તે જ સોનાની થોડા સમય પછી કંઠી બનાવવામાં આવે છે આ પ્રમાણે તેનો આકાર બદલાય છે, પણ સુવર્ણ તો તે ને તે જ રહે છે. તેમ જે શાસ્ત્રમાં દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય એવા જીવાદિ પદાર્થોનું વર્ણન કરેલું હોય તે શાસ્ત્ર તાપશુદ્ધ કહેવાય છે.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy