SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ નન નનનન જો કે, લિત વિરતારા છે તુરભાવશચિત (૪૦૨) દ્વારા શ્રતધર્મની પ્રવૃત્તિ છે. શ્રુતજ્ઞાનરૂપ પ્રકાશ અવશ્ય અજ્ઞાનરૂપી અંધકારને વિખેરી નાંખે છે, અજ્ઞાન રૂપ અંધકાર વિનાશનું સામર્થ્ય શ્રુતજ્ઞાન રૂપ પ્રકાશમાં સમાયેલું છે. શ્રુતજ્ઞાન હોય અને અજ્ઞાન હોય, પ્રકાશ હોય અને અંધકાર હોય એમ બને જ નહિ. અજ્ઞાનરૂપ અંધકારને વિલય કરવાનું સામર્થ્ય ધરાવનારૂં શ્રુતજ્ઞાન અવશ્ય વંદનીય છે. (૨) જેમ શ્રતધર્મ, તમતિમિરપટલવિધ્વંસન હોઈ વંદનીય છે. તેમ સુરગણનરેન્દ્રમહિત હોઈ પૂજનીય છે. તથાતિ- દેવસમૂહ અને નરેન્દ્રોથી પૂજાયેલા એવા શ્રુતધર્મને વંદું છું' અહીં એવા મર્મનું ઉદ્ઘાટન થાય છે કે, સુરગણનરેન્દ્ર વિગેરે આગમના મહિમાને(માહાભ્ય-ગુણગાન-પૂજન આદિ મહિમાને) નિરંતરનિત્ય કરે છે જ. (૩) જેમ ઋતઘર્મ, તમતિમિરપટલવિધ્વંસન સુરગણ નરેન્દ્ર મહિત હોઈ વંદનીય છે. તેમ પ્રસ્ફોટિત મોહજાલ હોઈ વંદનીય છે. તથાતિ- “જેણે મિથ્યાત્વ-આદિરૂપ મોહજાલ-મોહરાજાની જાળ,(માછલા વિગેરેને પકડવાની દોરાની જે ગુંથેલી જાળી તે, ફાંસો, સંકજો-પેચ-ફૂટબાજી)વિશેષ પ્રકારે તોડી નાંખી છે. તેવા શ્રતધર્મને હું વંદું છું.” અહીં એવો યથાર્થ ભાવે છે કે, આ શ્રુતજ્ઞાનની સત્તા હોયે છતે વિવેકી પુરૂષની મિથ્યાત્વ આદિરૂપ મોહની જાળ, વિલયદશા-વિનાશદશાને ઝટ પામે છે. અર્થાત વિવેકી પુરૂષની મિથ્યાત્વાદિ મોહજાલના વિધ્વંસ પ્રત્યે શ્રુતજ્ઞાન, પરમહેતુ છે. (૪) જેમ તમસ્તિમિરપટલવિધ્વંસ- સુરગણનરેન્દ્રહિત પ્રસ્ફોટિત મોહજાલ એવા શ્રતધર્મને વંદું છું તેવી જ રીતે સમાધર એવા શ્રુતધર્મને વંદું છું. તથાતિ- “સીમા-મર્યાદાને ધારણ કરનાર એવા શ્રતધર્મને વંદું છું ' અહીં કર્મમાં-દ્વિતીયા વિભક્તિના અર્થમાં ષષ્ઠી (છઠ્ઠી) વિભક્તિ જાણવી. અથવા સીમાઘર એવા શ્રતધર્મને વંદું છું. અથવા સીમાઘર એવા શ્રુતધર્મનું જે માહાસ્ય તેને વંદું છું. અથવા સીમાઘર એવા શ્રુતઘર્મ વિષયક વંદનને હું કરું છું, એમ ત્રણ રીતે અર્થ જાણવો. અહીં મતલબ મોટો એવો જેઓ આગમવંત છે. શ્રતધર છે, તેઓ જ મર્યાદાને ધારણ કરી રાખે છે એટલે સીમાધર શબ્દ અહીં આગમવંત-આગમ યુક્તના અર્થમાં વપરાયેલો છે. “આગમ' એટલે આપ્તવચનરૂપ શાસ્ત્ર, શ્રુતજ્ઞાનમાં ગમે તે પુસ્તકનો સમાવેશ થતો નથી. પણ જે આગમ રૂપ હોય તેનો સમાવેશ થાય છે. અર્થાત્ જ્ઞાન આગમ અને જ્ઞાની-આગમવંતનો અભેદ ઉપચાર અહીં સમજવો. આ પ્રમાણે શ્રતને-આગમને અભિનંદન-વંદના કરી હવે-હમણાં તે શ્રુતના જ ગુણો દર્શાવવાપૂર્વક ભવ્ય જન આગળ તે શ્રુતના ફલસ્વરૂપ ચારિત્રમાં અપ્રમાદ-સાવધાની-ઉપયોગ-જાગૃતિનો ડિડિમ વગાડતા કહે છે કે, (૧) જાતિજરામરણશોકપ્રણાલન એવા શ્રુતઘર્મના સારસામર્થ્યને મેળવી કોણ પ્રમાદ કરે ?' તથાતિ-જાતિ-જન્મ, ઉત્પત્તિ. જરા-વહાનિરૂપ ઘડપણ, મરણ-પ્રાણનાશ-વિયોગરૂપ મરણ. શોક-માનસિક ગુજરાતી અનુવાદ , વેકરિમ સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy