SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ વાલિતવારા આ દબાણારહિત (૩૯૨) ગુણની પ્રાપ્તિ થતી હોઈ અવશ્ય ફલની નિષ્પત્તિ છે. કેરી જેમ ચિંતામણિરત્ન આદિથી ભવ્યો, ઈચ્છિત વસ્તુને પામે છે તેમ વીતરાગ જિનેશ્વર ભગવંતોથી ઇચ્છિત વસ્તુ-મોક્ષ વસ્તુ મેળવે છે. તેવી આ એક વસ્તુ સ્વભાવ છે કે, અપૂર્વ ચિંતામણિ-મહાભાગ-તીર્થંકર પરમાત્માઓની(અથવા મહાભાગ અપૂર્વ ચિંતામણિના જેવી વસ્તુ સ્વભાવ છે કે, તીર્થંકર પરમાત્માઓની) સ્તુતિ દ્વારા બોધિલાભ પમાય છે. જો જિનેશ્વરોની ભક્તિથી પૂર્વસંચિત કર્મોનો ભુક્કો બોલાય છે; ર્વોત્કૃષ્ટ સર્વગુણ સંપન્ન મહાપુરૂષનું બહુમાન-ભક્તિ-વિનયસેવા, કર્મરૂપી વનમાં દાવાનલ છે. //પા. આ વસ્તુસ્થિતિ અહીં ફલિત થાય છે કે જો કે તે ભગવંતો વીતરાગ હોઈ આરોગ્ય આદિનું પ્રદાન સાક્ષાત્ કરી શકતા નથી. તો પણ “આરોગ્યાદિ આપો, આવા પ્રકારના વાક્ય પ્રયોગ-ભક્તિગર્ભિત વચનરચનાદ્વારા, (માર્ગદર્શન-માર્ગસ્થાપનાદિરૂપ મહોપકારને અપેક્ષી કરેલી સ્તુતિરૂપ)પ્રવચનની આરાધના છે અને તેથી સન્માર્ગવર્તી મહાપુરૂષને, આરોગ્યસિદ્ધત્વ જનક બોધિલાભ થાય છે. અથવા આરાધનાની સત્તા જેમાં મૂળ કારણ છે, તે આરોગ્ય આદિ પ્રાપ્ત થાય છે. અર્થાત પ્રવચનની આરાધના દ્વારા સન્માર્ટવર્તી મહાપુરૂષને, આરોગ્ય આદિ પ્રાપ્ત થાય છે. અને પ્રવચનની(શાસનની)આરાધના આવા પ્રકારના ભકિતરસ ભરપૂર વચનરચનાથી થાય છે. એટલે પરંપરાએ ભગવંતો ભક્તોની આરોગ્યાદિ પ્રાર્થનાને પૂર્ણ કરે છે. હવે અહીં શ્રી સિદ્ધ ભગવંતોની સ્તુતિ કરવા દ્વારા સિદ્ધની સ્થિતિનું સંપુર્ણ વર્ણન, વૈખરી વાણીથી શક્ય નથી એટલે તેનો યત્કિંચિત્ ખ્યાલ ઉપમાઓ વડે આપતા શાસ્ત્રકાર કહે છે કે 'चंदेसु निम्मलयरा आइच्चेसु अहियं पयासयरा । सागरवरगंभीरा सिद्धा सिद्धिं मम दिसन्तु ॥ ७ ॥ गाहा, व्याख्या-इह प्राकृतशैल्या आर्षत्वाच्च पञ्चम्यर्थे सप्तमी द्रष्टव्येति, चन्द्रेभ्यो निर्मलतरा; पाठान्तरं वा 'चंदेहि निम्मलयरत्ति' तत्र सकलकर्ममलापगमाचन्द्रेभ्यो निर्मलतरा इति, तथा आदित्येभ्योऽधिकं प्रकाशकरा;, केवलोयोतेन विश्वप्रकाशनादिति, उक्तंच-'चंदाइच्चगहाणं पहा पगासेड परिमियं खेत्तं । केवलियणाणलंभो लोयालोयं पगासेड ॥ १ ॥' तथा सागरवरगम्भीराः, तत्र सागरवरः-स्वयम्भूरमणोऽभिधीयते,. परिषहोपसर्गाद्यक्षोभ्यत्वात्, तस्मादपि गम्भीरा इति भावना, सितं-ध्यातमेषामिति सिद्धाः, कर्मविगमात्कृतकृत्या इत्यर्थः, सिद्धि-परमपदप्राप्ति मम दिशन्तुઆત્મા પ્રવચ્છન્જિતિ જાથાર્થ, | 9 || ભાવાર્થ-અહીં પ્રાકૃત શૈલી અને ઋષિપ્રણીત-આર્ષપ્રયોગ હોઈ પંચમીના અર્થમાં સપ્તમી વિભક્તિ વપરાયેલી જાણવી. (અથવા “ચંદેહિ નિમૅલયરેતિ' તૃતીયાવિભક્તિ અત્તવાળો પાઠાંતર સમજવો) (૧) ચંદ્રો કરતાં સકલકર્મરૂપી ભાવમલના સર્વથા અભાવવાળા હોઈ વધારે-અતિશય જે નિર્મલ-સ્વચ્છ છે. (૨) જેમ ચંદ્રો કરતાં વધારે નિર્મલ છે. તેમ આદિત્યો-સૂર્યો કરતાં-કેવલજ્ઞાનરૂપી મહાપ્રકાશ દ્વારા વિશ્વ પ્રકાશક હોઈ અધિક-વધારે પ્રકાશ-અજવાળું કરનારા જે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-ચંદ્ર, સૂર્ય, ગ્રહોની પ્રભા, પરિમિત ક્ષેત્રમાં પ્રકાશ પાથરે છે. જ્યારે કેવલજ્ઞાનરૂપી ઝગમગતી જ્યોત, લોક અને અલોક પ્રકાશક છે' (૩) જેમ ચંદ્રો કરતાં વધારે જે પ્રકાશક છે રાજાશાહી અનgI મહિમા ..
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy