SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ જીપીરના નાના નાના કોઈ (૩૮૬) તાત્પર્ય અંશ એવો થાય છે કે, જો કે તીર્થકર ભગવંતો “રાગ આદિથી રહિત હોઈ પ્રસન્ન થતા નથી તો પણ અચેતન અચિંત્ય ચિંતામણિ સરખા તે તીર્થકર ભગવંતોને ઉદ્દેશીને ચિત્તની નિર્મલતા અને એકાગ્રતાથી સ્તુતિ કરનારાઓને ભાવવિશુદ્ધિ પૂર્વક જ અભિલષિત-ઈષ્ટ ફલની પ્રાપ્તિ થાય છે, આ પ્રમાણે લોગસ્સસૂત્રની પાંચમી ગાથાનો અર્થ સમજવો. હવે જેવી રીતે લોગસ્સ-નામસ્તવની પાંચ ગાથાઓનું વિવરણ કર્યું તેવી જ રીતે છઠ્ઠી ગાથાનું વિવરણ કરતા કહે છે કે "कित्तियवन्दियमहिया, जे ए लोगस्स उत्तमा सिद्धा । आरुग्ग बोहिलाभ, समाहिवरमुत्तमं दितु ॥६॥ व्याख्याकीर्तिताः- स्वनामभिः प्रोक्ता वन्दिताः- त्रिविधयोगेन सम्यक् स्तुता महिताः- पुष्पादिभिः पूजिताः , क एते इत्यत आह-यएते लोकस्य-प्राणिलोकस्य मिथ्यात्वादिकर्ममलकलङ्काभावेनोत्तमाः-प्रधानाः, ऊर्चवा तमस इत्युत्तमसः, 'उत्पाबल्योर्ध्वगमनोच्छेदनेषु" इति वचनात् प्राकृतशैल्या पुनरुत्तमा उच्यन्ते, 'सिद्धा" इति सितं-मातमेषामिति सिद्धाःकृतकृत्या इत्यर्थः, अरोगस्य भाव आरोग्य-सिद्धत्वं तदर्थं बोधिलाभः-आरोग्य बोधिलाभो जिनप्रणीतधर्मप्राप्तिर्बोधिलाभोऽभिधीयते, तं, सचानिदानो मोक्षायैव प्रशस्यते इति, तदर्थमेव च तावत्किम् ? अत आह समाधानं समाधिः, स च द्रव्यभावभेदाद् विविधः, तत्र द्रव्यसमाधिः यदुपयोगात् स्वास्थ्यं भवति, येषां वाऽविरोध इति, भावसमाधिस्तु ज्ञानादिसमाधानमेव, तदुपयोगादेव परमस्वास्थ्ययोगादिति, यतश्चायमित्थं द्विधा अतो द्रव्यसमाधिव्यवच्छेदार्थं आहवरं-प्रधानं भावसमाधिमित्यर्थः, असावपि तारतम्यभेदेनानेकधैव अत आह-उत्तम-सर्वोत्कृष्टं ददतु-प्रयच्छन्तु. ભાવાર્થ- કીર્તિત-નામપૂર્વક કહેવાયલા, વંદિત-મન,વચન, કાયાથી સમ્યફ પ્રકારે વંદાયેલા-સ્તવાયેલા, મહિત-પુષ્પઆદિથી પૂજાયેલા કોણ તેઓ ? તો કહે છે કે “જેઓ આ લોકને વિષે ઉત્તમ-પ્રાણિ લોકને વિષે મિથ્યાત્વઆદિ ભાવકર્મ અને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મરૂપી મલના કલંકના અભાવથી ઉત્તમ-પ્રધાન (પ્રાકૃતશૈલીથી ઉત્તમનો અર્થ તમઃ પરસ્તાત્ અધંકારથી પર થતો હોઈ લોકને વિષે પરંજ્યોતીસ્વરૂપ એવો બીજો અર્થ સમજવો.) ફરીથી કેવા તેઓ ? તો કહે છે કે જેઓ સિદ્ધ-કૃતકૃત્ય (જેઓના સર્વ પ્રયોજનો સિદ્ધ થયેલા છે)તથા ચ જેઓ ઈન્દ્રાદિકવડે નામપૂર્વક સ્તરાયેલા, વંદાયેલા, પૂજાયેલા તેઓ લોકમાં ઉત્તમ કે સિદ્ધો મને આરોગ્યખાતર બોધિલાભને આપો.(અહીં આરોગ્ય એટલે સિદ્ધત્વ-સિદ્ધિ-મોક્ષ-પરમ પદ એઅર્થ લેવો.) તથાચ આરોગ્ય-સિદ્ધત્વ ખાતર બોધિલાભ-જિન-સર્વજ્ઞકથિત ધર્મપ્રાપ્તિને આપો; કારણ કે અનિદાન - નિયાણા વગરનો બોધિલાભ, મોક્ષરૂપ કાર્ય પ્રત્યે મુખ્ય કારણ તરીકે અંકાય છે. શું મોક્ષ માટે પણ ૧ શ્રી અરિહંત દેવો રાગ અને દ્વેષથી મુક્ત થયેલા હોઈને કોઈપણ કારણસર કોઈના ઉપર કોપ કરતા નથી, કે ગમે તેવી અતિ યા વિનંતી કરવામાં આવે તો તેના પર મહેરબાની દર્શાવતા નથી. પરંતુ તેઓ અક્ષય ગુણના ભંડાર હોવાથી તેમની સ્તુતિ કે ભક્તિ કરનારમાં તે તે પ્રકારના ગણોનો આવિર્ભાવ સ્વાભાવિક રીતે જ થાય છે, તે જ રીતે તેમની પ્રસન્નતા છે. કાકા કદની શરતી જાણકાર
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy