SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ કાકા છોકરા ના કર, CIKG- R BOVCIRCLE Rio ૩૮૨) તે ચાર પ્રકારના કર્મો પૈકી જે નિકાચિત કર્મ છે, તેને મલ તરીકે ઓળખાવાય છે.નિકાચિત કર્મ-હવે તે જ સોયનો સમૂહ અગ્નિમાં મૂકી ઘમીને લોઢાના એક પિંડભુત કર્યો હોય તો તેને ભાંગીને ફરીને ઘડે ત્યારે જ નવીન સોયો થાય, તેમ જીવે જાણીને જે કર્મ કર્યું હોય અને વળી મેં આ ઠીક કર્યું , ફરીને પણ એમ જ કરીશ” આવા વચનો વડે વારંવાર અનુમોદન કરવાથી જીવના પ્રદેશોની સાથે ગાઢ એકત્વપણાને પમાડ્યું હોય તે કર્મ તો જેવું કર્યું હોય તેવું જ વેદવું પડે છે, ગુરૂ મહારાજાએ આપેલ અત્યંતઘોર તપ વડે પણ ક્ષય થતું નથી તે નિકાચિત કર્મ કહેવાય છે. તે અહીં મલ તરીકે કહેવાય છે. (૩) ત્રીજો અર્થ ઐર્યાપથ કર્મ તે અહીં જ કહેવાય છે. અર્થાત જે કર્મ જતાં આવતાં બંધાય તે. સાંપરાયિક કર્મ તે અહીં મલ કહેવાય છે. અર્થાત્ જે કર્મમાં કારણ કષાય છે કે, જે રજ મલ ૩૫ કર્મને દુર કરનારા છે. એટલે જ તેઓ રજ મલ રૂપ કર્મને દૂર કરનારા છે. એટલે જ તેઓ જરા અને મરણનો વિશેષ રીતે સર્વથા ક્ષય કરનારા છે. કારણ કે, (રજમલ સ્વરૂપ) કર્મરૂપી કારણનો અભાવ છે.જો કર્મસત્તા હોય તો જ જરા અને મરણની સત્તા છે. કર્મસત્તારૂપ કારણનો સદંતર-સર્વથા અભાવ હોય ત્યાં જરામરણ રૂપ કાર્યનો મુદ્દલ અભાવ હોય જ એ કાયદેસરની વાત છે. અહીં જરા એટલે વૃદ્ધત્વ-વૃદ્ધાવસ્થા-વયહાની, શરીરની ક્ષીણતા સમજવી. મરણ એટલે પ્રાણત્યાગ-વિયોગ રૂપ મરણ અર્થાત્ સર્વ પ્રાણોમાં મુખ્યપ્રાણ જે આયુષ્ય, તે સર્વથા ઘટી જવાથી બધાય પ્રાણી જુદા પડે છે. એટલે પ્રાણવિયોગનું નામ જ મરણ તથાચ રજમલરૂપી કર્મને દૂર કરનારા. જરામરણનો ક્ષય કરનારા એવા ઋષભાદિ ચોવીશ પણ (અપિ-પણ શબ્દથી ઐરાવત તથા મહાવિદેહ ક્ષેત્રમાં રહેલ અન્ય તીર્થકરો પણ એમ સમજવું) જિનવરો-ઋતજિન વિગેરે જિનોમાં વર-પ્રઘાનશ્રેષ્ઠ, જો ઋતજિનાદિરૂપજિનોમાં શ્રેષ્ઠ એવો જિનવરનો અર્થ કરવામાં આવે તો સામાન્ય કેવલીઓ પણ જિનવરો કહેવાય ! કે જે પ્રસ્તુત સ્તુતિના વિષયરૂપ નથી. એટલે પૂર્વવત સામાન્ય કેવલીઓનો વ્યવચ્છેદ કરવા સારૂ “તીર્થંકર' એવું ભેદક-સફલ વિશેષણ, જિનવરનું સમજવું અર્થાત્ ઉપર કહેલ વિધિમુજબ સ્તુતિ કરાયેલા, રજોમલરૂપ કર્મને દૂર કરનારા, જરા અને મરણનો સર્વથા ક્ષય કરનારા, ચોવીશ પણ તીર્થકર જિનવરો મારા ઉપર "પ્રસાદપરાયણ-પ્રસાદવાળા થાઓ'. ૧ પ્રસાદ એટલે મહેરબાની, પ્રસન્નતા, આશીષ કે કૃપા, તેને કરવામાં જે તત્પર હોય તે પ્રસાદપરાયણ કહેવાય. પ્રસાદપરાયણતા રૂપ ગુણવાળા થાઓ. અર્થાત્ મહેરબાની રાખો, પ્રસન્ન થાઓ, આશીષ આપો કે કૃપા કરો. ૨ જેને આપણે પ્રસન્ન થાઓ' એમ કહીએ છીએ તે જિન ભગવાન વીતરાગ છે, એટલે તેથી સ્તુતિ કરનાર ઉપર પ્રસન્ન થતા નથી, તેમજ તેની નિંદા કરનાર ઉપર અપ્રસન્ન થતા નથી, પરંતુ સ્તુતિ કરનારને સ્તુતિનું ફળ મળે છે. અને નિંદા કરનારને નિંદાનું ફળ મળે છે કારણ કે દરેક ક્રિયાનું ફળ અવશ્ય હોય છે જ વળી જેવી રીતે ચિંતામણીથી, મંત્રાદિક કરવાથી શુભની વાંછા કરનારને શુભ ફળ મળે છે, અને અશુભ વાંછા કરનારને અશુભ ફળ મળે છે, તેવી we દાકાત બાહર કા વાટ કામની
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy