SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ લિત વિનરા વભિધારણીત (૩૭૬ તથાચ કુન-કુદર્શનમાં સંભળાય છે કે “ધર્મતીર્થને કરનારા જ્ઞાનીઓ મોક્ષપદ-પરમપદમાં પહોંચીને ફરીથી પણ પોતાના તીર્થ-શાસનનો તિરસ્કાર જોઈ સંસારમાં આવે છે.” વિગેરે વિગેરે. વળી આ નરદમનગદ કે નગ્ન સત્ય છે કે -ધર્મતીર્થના કરનારા જ્ઞાનીઓ પરમપદ પામી સ્વશાસનની પડતી કે હાનિ જોઈ પાછા સંસારમાં પુનરાવૃત્તિ કરનારા ખરેખર ભવબીજના અંકુરને પેદા કરનારા રાગ-દ્વેષ-મોહાદિરૂપ ભીતરના શત્રુઓના વિજેતાઓ (જિનો) નથી. જો તે રાગાદિક વિજેતા (જિન) હોય તો સ્વશાસનની પડતીરૂપ કારણને લઈ મુક્ત-સિદ્ધ આત્મામાં સંસારરૂપ અંકુરની ઉત્પત્તિ ક્યાંથી સંભવે ? કારણ કે, રાગાદિ ૩૫ બીજનો આત્યંતિક અભાવ છે. વળી રાગાદિરૂપ બીજ હોય તો જ સંસારરૂપ અંકુરો છે. (અન્વય) રાગાદિકરૂપ બીજના અભાવે સંસારરૂપ અંકુરનો અભાવ (વ્યતિરેક) છે. એવંચ અન્વયવ્યતિરેકના નિશ્ચયથી કાર્યકારણભાવનો નિશ્ચય થતો હોઈ સંસારરૂપ અંકુર કાર્ય પ્રત્યે રાગાદિકરૂપ બીજ કારણ છે. એવો અહીં કાર્યકારણભાવ સમજવો આ બાબતને બતલાવતાં બીજા લોકોએ પણ કહ્યું છે કે, “અજ્ઞાનરૂપી ધૂળથી ઢંકાયેલ, જુનું વિનાશભાવને નહિ પામેલું, કર્મ (રાગાદિ) રૂપ બીજ, તૃષ્ણારૂપ જલથી સીંચાયેલ, પ્રાણીઓના જન્મ (સંસાર) રૂપ અંકુરાને મૂકે છે-પેદા કરે છે. અર્થાત્ કર્મરૂપી બીજથી આત્મા, જન્મ-સંસારરૂપી અંકુરાને પામે છે. (કર્મબીજસત્ત્વ જન્મકાર્યની સત્તારૂપ અન્વય દર્શાવ્યો.) હવે રાગાદિકરૂપ બીજના અભાવમાં સંસારરૂપ અંકુરાના અભાવરૂપ વ્યતિરેકને બતલાવે છે કે “જેમ સર્વથા-આત્યંતિક બીજ બળી ગયા બાદ-ભસ્મીભૂત થયા બાદ અંકુરો ફુટતો કે ઉગતો નથી તેમ કર્મરૂપી બીજ સર્વથા-આત્યંતિક બળી ગયા બાદ –ક્ષયભાવને પામ્યા બાદ સંસારરૂપી અંકુરો ઉગતો નથી-પેદા થતો નથી.' અર્થાત અહંતપણાના અભાવવાળા પુરૂષમાં અન્યદર્શનાભિમત જ્ઞાનિત્વ (લોકોદ્યોતકરત્વ; ધર્મતીર્થકરત્વરૂપ બે વિશેષણો હોઈ કોઈ ભોળાને તેમાં અહંતપણાની બુદ્ધિ ન થાય અર્થાત્ તેઓ લોકોધોતકર-ધર્મતીર્થંકર (અન્ય દર્શનીકલ્પિત આપ્ત પુરૂષો ) અહત નથી એ દર્શાવનારને સારૂ અથવા અન્યદર્શનીકલ્પિત આપ્ત પુરૂષના વ્યવચ્છેદ-ભેદ કરવા કાજે “જિન ' એ અહંતનું વિશેષણપદ સાર્થક છે. સારાંશ-કે, અન્યમતીએ માનેલ મુક્તજીવ, સંસારી પુનઃ બને છે. માટે તેમાં રાગાદિ (સંસાર બીજ) જેતૃત્વરૂપ જિનત્વનો અભાવ હોઈ “જિન” એ વિશેષણ, અન્યદર્શનિકલ્પિત આપ્તત્વનું વ્યાવર્તક હોઈ સફળ સંસ્કૃત વૈયાકરણો વિશેષણના ત્રણ પ્રકાર આપે છે. વ્યાવક, વિધેય, હેતુગર્ભ, વ્યાવક એટલે જુદું પાડનાર પીળુંવર એમાં “પીળું વિશેષણ વ્યાવક છે કેમ કે એ “વસ્ત્રને અન્ય પ્રકારનાં વસ્ત્રથી વ્યાવૃત્ત કરે છે-જુદું પાડે છે. વિશેષણનો એજ મુખ્ય ધર્મ છે; જેથી કશાનું વિધાન થાય છે તે વિધેય”. “આ ચોપડી સુંદર છે,' એમાં “સુંદર' એ વિધેય વિશેષણ છે, જે વિશેષણમાં હેતનો અર્થ ગર્ભિત છે તે હેતુગર્ભ વિશેષણ કહેવાય છે. “પીધેલો પુરૂષ રસ્તામાં પડી જાય છે પીધેલો હોવાથી, આવાં હેતુગર્ભ સાભિપ્રાય વિશેષણથી કાવ્યમાં ચમત્કાર આવે તો પરિકર અલંકાર બને છે. - ૧ “તથા રાહુરાણીવિનાનુરારિન.' સ્યાદ્વાદ મંજરી અન્ય યો. વ્ય. શ્લો. ૧ આજીવિક મતના અનુયાયીઓ કહે છે કે ગુજરાતી કાવીe - , જાહેરસુમિ સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy