SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ આ કામ કરવા ના રાજા હતા અને ER RR ૩૭૦) એટલે “નમો અરિહંતાણં' એ પદ સમજી લેવું- “નમો અરિહંતાણં' એ પદને “નમસ્કાર' રૂપે પરિભાષિતસંકેતિત કે સંશિત કરવામાં આવેલ છે. “નમો અરિહંતાણં” એ રૂપપદની નમસ્કારમાં રૂઢી છે. કારણ કે; જો રૂઢિરૂપ અર્થથી જુદા અર્થનું વ્યાખ્યાન કરવામાં આવે તો દોષનો સંભવ છે તેમજ નમસ્કાર ભિન્ન મંત્ર-વિગેરેમાં રૂઢિરૂપ અર્થનું દર્શન છે. જેમ મંત્રવિગેરેમાં રૂઢિરૂપ અર્થ છે તેમ નમસ્કારમાં રૂઢિ૫ અર્થ માનેલ છે. હવે જો કાયોત્સર્ગસ્થિત ઘણા પુરૂષો હોય તો તેમાંથી એક માણસ, થોય બોલે! અને બીજાઓ તો જ્યાં સુધી થાય (સ્તુતિ) પૂરી ન થાય ત્યાં સુધી કાયોત્સર્ગસ્થિતિએ ઉભા રહે! અહીં વૃદ્ધો આ પ્રમાણે વદે છે કે, "નિશ્ચયથી-ખરેખર જે ચૈત્યવિગેરેમાં વન્દના (ચૈત્યવંદન) કરવાની ઈચ્છા કરેલ હોય તે ચૈત્યવંદનમાં જે ભગવંતની સ્થાપનારૂપ-મૂલબિંબ મૂલનાયક આદિની આગળ-નજદીક ચૈત્યવંદન કરવાનો આરંભ કરાય છે. તે અધિકત જિન કહેવાય છે. તે અધિકત જિનને આગળ કરીઉદ્દેશીને-અપેક્ષીને અનુલક્ષીને પહેલો કાયોત્સર્ગ અને સ્તુતિ-થોય, (અધિકૃત જિનનામાદિ ગર્ભિત-અધિકૃત જિનગુણ કીર્તનરૂપ સ્તુતિ) બોલવી જોઈએ, કારણ કે, તે તે પ્રકારે સુન્દર-ઉમદા ભાવને ઉત્પન્ન કરનાર હોઈ તે અધિકૃત જિનનું મહાઉપકારકપણું છે." થોય બોલાયા બાદ બધાયે પણ “નમો અરિહંતાણં ' એ પદરૂપ નમસ્કાર બોલીને કાઉસગ્ગ પારવો જોઈએ ! ઈતિ-આ પ્રમાણે વન્દનાકાયોત્સર્ગ સૂત્રનું વ્યાખ્યાન પુરૂંસમાપ્ત થાય છે. અથચ શક્રસ્તાવનામના પહેલા દંડકમાં (નમુત્થણમાં) “નમુત્થણંથી જિઅભયાણ' સુધીના પાઠમાં ભાવજિનને એટલે તીર્થંકરનામકર્મના વિપાકોદયવાળા કેવલજ્ઞાની તીર્થકર ભગવંતો કે જેઓ દેશનાદિ વડે ભાવિકજનનો ઉદ્ધાર કરતા અને વિહાર વડે પૃથ્વીતલને પવિત્ર કરવા પૂર્વક વિચારતા હોય છે, અથવા વિચરતા હતા તે વખતે અથવા તે અવસ્થાને લક્ષ્યમાં રાખીને વંદના કરી છે. આ રૂપ પ્રથમાધિકાર દર્શાવ્યા પછી નમુત્થણની છેલ્લી સંપૂર્ણ ગાથામાં દ્રવ્યજિનને એટલે પૂર્વના ત્રીજા ભવે નિકાચિત-તીર્થંકરનામકર્મ બાંધીને તેના પ્રદેશોદયમાં વર્તતા એવા જે તીર્થકરો હજી કેવલ-જ્ઞાનપૂર્વક ભાવ અરિહંતપણે પામ્યા નથી. પરંતુ જેઓ ભવિષ્યમાં અવશ્ય પામશે તે દ્રવ્યજિન, તેમજ જે તીર્થકરો સિદ્ધિપદને પામ્યા છે. તે સિદ્ધ અવસ્થાવાળા પણ દ્રવ્યજિન કહેવાય છે. એ પ્રમાણે ભાવજિનની ઉભયપાર્શ્વવર્તી અવસ્થારૂપ બંને પ્રકારના દ્રવ્યજિનને વંદના કરી છે. તે રૂપ દ્વિતીય અધિકાર દર્શાવ્યા બાદ ચૈત્ય સંબંધી સ્તુતિ અને કાઉસગ્ગ દર્શાવનાર હોઈ અરિહંત ચેઈ. થી ૧ લી થાય સુધીના સૂત્રનું ગૌણ નામરૂપ ચૈત્યસ્તવવન્દના કાયોત્સર્ગરૂપ દ્વિતીય દંડકમાં જે ચૈત્યમાં ચૈત્યવંદના કરવાની છે તે ચૈત્યમાં રહેલ સ્થાપના જિનને વંદના અધિકૃતજિનનો પહેલો । अनादिसंकेतशालिनी अनुगतप्रवृत्तिनिमित्तका च संज्ञा नैमित्तिकी । यथा पृथिवीजलादिः पशुभूतादिश्च । पशुत्वादेरूपाधित्वेऽपि रोमल्लागूलवत्वंपशुत्वं बहिरिन्द्रियग्राह्याविशेषगुणवत्वं भूतत्वमित्यायनुगतत्वादिति भावः । यौगिकी संज्ञा औपाधिकी । यथा पाचकपाठकादिः ॥ સારા અને ડીઝલ જ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy