SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસરા - ૪) હરિભદ્રસરા ૬૩૬૮ કે, કારણ સ્વભાવાનુવિધાયી (કારણ સ્વભાવને અનુસરનારો) કાર્યનો સ્વભાવ હોય છે. જેવા કારણનો સ્વભાવ, તેવો જ કાર્યનો સ્વભાવ હોય છે. વાસ્તે કેમ શુદ્ધભાવથી ઉપાર્જેલ કર્મ, શુદ્ધભાવનું કારણ ન બને? અર્થાત્ શુદ્ધભાવથી ઉપાત્ત કર્મ, શુદ્ધભાવનું કારણ બને. આજ હેતુની સિદ્ધિ માટે-કાર્ય, કારણને અનુરૂપ (યોગ્ય) જ હોય છે, જેનું કારણ તેવું જ કાર્ય થાય છે. તે રૂપની હેતુની સિદ્ધિમાં યુક્તિ અને આગમનો પુરાવો આપે છે. (૧) યુક્તિ=અન્વય વિમર્શ અને વ્યતિરેક વિમર્શ-પરામર્શનમીમાંસા યુક્તિ કહેવાય છે. જેવી કારણ સત્તા, તેવી જ કાર્ય સત્તા આ વિચાર અન્વયે વિમર્શ કહેવાય છે. યાદ્રશ કારણસત્તાના અભાવમાં તાદ્રશ કાર્યસત્તાનો અભાવ હોય છે. આ વિચાર વ્યતિરેક વિમર્શ તરીકે ઓળખાય છે. તથાચ અન્વય વ્યતિરેક વિમર્શરૂપ યુક્તિ, કારણને અનુરૂપ કાર્ય હોય એમ સાબીત કરે છે. (૨) આગમ= = = સમાં વીવો સવિસ નેળ નેળ માળ” ઉ.મા.શ્લો. ૨૪ અર્થ-જીવ, જે જે સમયે જેવા જેવા ભાવે વર્તે છે, તે તે સમયે તેવા પ્રકારના શુભ કર્મોને બાંધે છે. સારાંશ કે, સમય તે અતિ સુક્ષ્મકાળ સમજવો. જેવા શુભ કે અશુભ પરિણામમાં આત્મા પ્રવર્તતો હોય તેવા શુભ કે અશુભ કર્મ બાંધે છે. અર્થાત્ શુભ પરિણામે વર્તતાં શુભ કર્મો બાંધે છે, અશુભ પરિણામે વર્તતાં અશુભ કર્મો બાંધે છે, તે કારણ માટે શુભભાવ રાખવો, ગર્વાદિકથી દુષિતભાવ ન કરવો. તથાચ યુક્તિ અને આગમરૂપ બે પ્રમાણથી કાર્ય, એ કારણને અનુરૂપ જ હોય છે, એમ સાબીતસિદ્ધ પ્રમાણિક થઈ ચૂક્યું છે. શંકા-વિદ્યાજન્મરૂપ કાર્યથી ભિન્ન-બીજા બધા કાર્યો, કારણને અનુરૂપ ભલે હો! પરંતુ પ્રકૃતિ કાર્ય, કારણને અનુરૂપ કેવી રીતે? સમાધાન-યુક્તિ અને આગમથી સિદ્ધ એવા કારણને અનુરૂપ કાર્યના લક્ષણને અનુસરનાર વિદ્યાજન્મરૂપ કાર્ય છે. (શુદ્ધભાવથી ઉપાત્ત કર્મના ઉદય જન્ય વિવેક ઉત્પત્તિરૂપ વિદ્યાજન્મરૂપ કાર્ય છે.) કારણ કે, નીચે દર્શાવતા પાંચ શ્લોક પ્રમાણ વાક્યરચનારૂપ વચનરૂપ હેતુ-મોજૂદ છે. ૧ રાધારને શ્રાવ સતનું | યથા યા (રાસ) પર ત્વનું (વાર્યસત્તY) ચન્દથઃ | વાર્યારંપાયોઃ साहचर्यमन्वयः । तत्र कार्यकारणयोः साहचर्य च स्वस्वव्याप्येतरयावत्कारणसत्त्वे यत्सत्त्वेऽवश्यं यत्सत्त्वमिति । यथा चक्रादिघटितसामग्रीसमवहितदण्डादिसत्त्वे घटसत्वमिति। कार्ये कारणस्यानुसरणमन्वयः । कार्यसत्तापादकस्वसत्ताकस्य कारणस्य कार्ये स्थितिरन्वयः । २ कारणाभावकार्योभावयोः साहचर्यम् व्यतिरेकः । कारणाभावाधिकरणे कार्यासत्त्वम् व्यतिरेकः-यथा यदभावे यदभावः इति । स यथा "चक्रचीवरादिघटितस्य दण्डस्यासत्त्वे घटस्यासत्त्वमिति व्यतिरेकः । अयं व्यतिरेकः कारणत्वग्रहजनक इति ज्ञेयम् । સહકારા, જાઓ ગાજરાતી અનુવાદક - અ. ભકરસૂરિ મ. સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy