SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ વલિત-વિારા આ વળવારિણિત (૩૬૫) સમાધાન-આદિ શબ્દથી વંદનાદિનું ગ્રહણ થઈ જાય છે. કારણ કે આપેલી ગાથારૂપ સૂત્ર ઉપલક્ષણ છે. વળી બીજે ઠેકાણે પણ આવા પ્રકારના ઉપલક્ષણરૂપ સૂત્રથી સાક્ષાત્ શબ્દ વડે નહીં કહેલ પદાર્થનું ગ્રહણ થાય છે. તથાતિ-શાસ્ત્રમાં કહ્યું છે કે “સવારમાં મુખવસ્ત્રિકા માત્રનું કથન છે, ઉપલક્ષણરૂપ આદિ શબ્દથી બાકીના ઉપગરણ આદિનું ગ્રહણ જણાય છે. કારણ કે, સુપ્રસિદ્ધ અને હંમેશા ઉપયોગમાં આવનાર છે. એટલે જ જુદા રૂપે કથન નથી કર્યું. વળી દિવસાતિચારનું અનિયતપણું હોઈ અહીં શબ્દથી નિયત શેષ ઉપકરણાદિનું સૂચન યુક્તિયુક્ત જ છે. શંકા-જ્યારે વન્દન (ચૈત્યવન્દન) નિયત છે. તો ગાથામાં સાક્ષાત્ શબ્દથી કેમ ગ્રહણ નથી કર્યું? સમાધાન-તમે એમ નહિ સમજતા કે રજોહરણ આદિ ઉપધિનું પડિલેહણ અનિયત છે. પરંતુ ત્યાં પણ રજોહરણ આદિ ઉપધિનું પડિલેહણ નિયત છે. કેમ કે, નિયતત્વ રૂપ સરખી જાતિવાળાનું ઉપાદાનગ્રહણ છે. તેમ અહીં પણ આદિ શબ્દથી વન્દનાદિનું ગ્રહણ બરોબર છે. શંકા-મુખવસ્ત્રિકાની સાથે નિયતત્વરૂપ સરખી જાતિવાળા શેષ ઉપગરણરૂપ સમાન જાતીયનું આદિ શબ્દથી ગ્રહણ ભલે હો ! પરંતુ અહીં ચૈત્યવંદનના ગ્રહણમાં સમાનજાતીયપણું શું છે ? તે સમજાવો. સમાધાન-આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગરૂપ સમાન જાતીયપણું (એક જાતિ-સમાન ઘર્મ) પ્રતિક્રમણ આદિનું સમજવું. તથાચ પ્રતિક્રમણના ગ્રહણમાં આદિ શબ્દથી ચૈત્યવંદન આદિ આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસગ્નરૂપ એક સરખી જાતિવાળા તમામનું ગ્રહણ સમજી લેવું. માટે કદાગ્રહને જલાંજલિ આપો ! હવે કેવલ બંને ભુજાઓને લટકતી રાખીને જ કાઉસગ્ન કરવાની માન્યતામાં આચરિત-આચરણા રૂપ પ્રમાણનો પુરાવો તથા તેના લક્ષણની ઘટનાનો અભાવ છે અને બંને ભુજાઓને લટકતી રાખીને આ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસગ્નમાં આચરિત નામના પ્રમાણનો પુરાવો તથા તેના લક્ષણનો સમન્વય છે. એ વિષયને દર્શાવતા કહે છે. પૂર્વપક્ષ-કેવલ બંને ભુજાઓને લટકતી રાખીને જ કાઉસગ્ગ કરવો એ જ સાધુ આદિલોકથી આચરિત છે. કારણ કે, વર્તમાનમાં કોઈપણ જગ્યાએ તે આચરણા પ્રત્યક્ષ છે. અને પહેલાં આગમવિદોની આવી આચરણા સાંભળી છે. ઉત્તરપક્ષ-કેવલ બંને ભુજાઓને લટકતી રાખીને જ કાઉસગ્ગ કરવો એ માન્યતા, આચરિત નામના પ્રમાણરૂપ નથી કારણ કે; આચરિત પ્રમાણનું લક્ષણ ઘટતું નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે “જે અશઠ-માયાવગરના ગીતાર્થે આચરેલા હોય છે. (દેશકાલ આદિની અપેક્ષાએ ગુણકારી હોઈ બહુ ભવ્યોપકારી છે. એમ માની આચરેલ હોય.) જે (કર્મક્ષેત્ર હેતુ હોઈ) નિરવદ્ય-નિર્દોષ હોય, વળી જે તત્કાલવર્તી અન્ય મધ્યસ્થ ગીતાર્થોએ નિવારેલ ન હોય, અને જે ગીતાર્થોને બહુમાન-આદર-સન્માન-પ્રશંસાને પામેલ હોય-વચનથી ગીતાર્થોએ વખાણેલ હોય તે આચરિત-આચરણા પ્રમાણ કહેવાય છે. સરકારી મા જરાતી નાટક જ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy