________________
0 નામના
માને છે
હલિકવિજી: વારા
૩િ૫૪ (૧૧) સૂક્ષ્મ ખેલ સંચાર-સૂક્ષ્મ શ્લેષ્મ (કફ-ગળફો થુંક વિ.) ગળવાથી થતા સંચાર-હલન ચલનરૂપ કાયવ્યાપાર ભિન્ન અન્ય કાયવ્યાપારના અભાવ-ત્યાગવાળો કાઉસગ્નમાં સ્થિર રહે છે.
ખેલસંચાર આદિ પ્રત્યે કારણભૂત વિશિષ્ટ જીવ છે અને ખેલસંચાર આદિનો સમાવેશ જીવવ્યાપારવિશેષમાં થાય છે.
તથાચ વીર્યથી (વર્યાન્તરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પેદા થયેલ આત્મશક્તિવિશેષરૂપ વીર્યથી) સયોગી (યોગ વ્યાપાર-ચેષ્ટા-ક્રિયા-પ્રવૃત્તિવાળા-હાલતા ચાલતા) સત-વિદ્યમાન જે દ્રવ્યો (મન-વચન-કાયારૂપે પરિણમેલ પુદ્ગલસ્કંધો તે અહીં દ્રવ્યો સમજવા) તે દ્રવ્યોવાળો જીવ-આત્મા હોઈ ખેલ સંચાર આદિ, વીર્યસયોગિ સદ્રવ્યવાળા આત્માના સ્વભાવો કુદરતી વ્યાપારો છે એટલે વીર્યસયોગિ સદ્રવ્યવાળા આત્માના સ્વભાવ-વ્યાપારમાં સમાવેશ થાય છે. અથવા પૂર્વકથિત સ્વરૂપવાળા વીર્યથી સયોગી-મન વચન કાયાના વ્યાપારવાળો જીવ ખેલસંચાર આદિના પ્રત્યે હેતુ છે. જો વીર્યજન્ય મન, વચન કાયાના વ્યાપારવાળો જીવ છે તો જ ખેલસંચાર આદિ છે. જો વીર્યજન્ય મન, વચન, કાયવ્યાપારવાળો જીવ નથી તો ખેલસંચાર આદિ નથી. માટે ખેલસંચાર આદિનો સમાવેશ વીર્ય યોગિ સદ્દવ્ય જીવના વ્યાપાર વિશેષમાં થાય છે અને તાદ્રશ વીર્યજન્ય મન, વચન કાયાના વ્યાપારવાળા જીવથી ખેલસંચાર આદિ કાયવ્યાપારો પ્રગટ કે પેદા થાય છે.
(૧૨) સૂક્ષ્મ દષ્ટિસંચાર-સૂક્ષ્મદષ્ટિના (આંખ ઉઘાડવા બીડવાથી) થતાં સંચાર-હલન ચલનરૂપ કાયવ્યાપાર ભિન્ન અન્ય કાયવ્યાપારના અભાવ-ત્યાગવાળો કાઉસગ્નમાં સ્થિર રહે છે.
હવે અન્નત્થસૂત્ર (માં કહેલા આગારો)થી બહારના પણ કેટલાંક આગારો “એવભાઈએહિં“ એ પદવડે સૂચવીને તે સર્વ આગારોવડે પણ કાઉસગ્નનો ભંગ ન થવા માટે “હુજ્જ મે કાઉસગ્ગો' સુધીના ૬ પદ કહયાં છે તે ૬ પદવાળી ૬ઠ્ઠી “આગંતુક આગાર સંપદા' નું વર્ણન કરતા શાસ્ત્રકાર કહે
યુક્ત, સદ્ધવ્ય એટલે વિદ્યમાન દ્રવ્ય જેમાં વીર્ય મુખ્ય છે એવું માનસ વિગેરે વ્યાપારથી યુક્ત વિદ્યમાન જે જીવ-દ્રવ્ય તે "વીર્યસયોગ સદ્ધવ્ય” કહેવાય. એનો ભાવ તે "વીયસયોગ સદ્ભવ્યતા” જાણવી વીર્યનો સદુભાવ હોય પરંતુ યોગો (વ્યાપારો) વિના ચલન ન થઈ શકે એટલા માટે સયોગ શબ્દનો પ્રયોગ કરી સદ્ધવ્યને વિશેષત કરવામાં આવ્યું છે. વળી દ્રવ્યનું જે "સતુ” વિશેષણ છે તે દ્રવ્યની સત્તાના અવધારણનિશ્ચય વાસ્તુ છે. -
વીર્યપ્રધાન માનસાદિ યોગથી યુક્ત આત્મરૂપ દ્રવ્ય તે "વીર્યસયોગ સદ્ધ" કહેવાય અથવા વીર્યપ્રધાન યોગવાળો એવો અને મન વિગેરેની વર્ગણાથી યુક્ત તે "વીર્યસયોગ સદ્દવ્ય” કહેવાય એમ બીજા પણ બે અર્થો સંભવે છે.
વીર્યસયોગ સદ્દવ્યતાને લઈને સયોગી કેવલીના હાથ વગેરે અવયવો ચલ (અસ્થિર) હોય છે. અને તેમ હોવાથી વર્તમાન સમયમાં જે આકાશ પ્રદેશોમાં હાથ, પગ, બાહુ અને ઉરને અવગાહીને રહે છે તે પછીના સમયમાં તેજ આકાશ પ્રદેશોમાં હાથ વગેરેને અવગાહીને રહેવા તેઓ સમર્થ નથી.
ગુજરાતી શાય સરિતા