________________
લિત-વિખરા - Gad ઘશ્ચિત
(૩૫) છ પ્રકારના આગાર દર્શાવેલા છે, તેમાં "અન્નત્યથી પિત્તમુચ્છાએ” સુધીનાં ૯ પદ એકવચનવાળાં હોવાથી એ ૯ પદોની ચૈત્યસ્તવની ૪ થી એકવચન આચાર સંપદા છે, (એ ૯ પદોવાળી એકવચન આગાર સંપદા પણ ૩ પ્રકારની છે, તે આ પ્રમાણે-પહેલાં ૨ પદની "સહજ આગાર સંપદા” ત્યારબાદના ૩ પદની "અલ્પાગંતુક હેતુ સંપદા" અને ત્યારબાદ ૪ પદની બહુ આગંતુક હેતુ સંપદા જાણવી. એમાં પહેલી સ્વાભાવિક છે, બીજી વાયુ વિગેરેના અલ્પ વિકારવાળી છે, અને ત્રીજી વાયુ તથા અજીર્ણાદિકના મોટા વિકારવાળી છે.)
આ ચૈત્યસ્તવની ચોથી એકવચનાંત આગાર સંપદાનું સચોટ-સવિસ્તાર-શંકા સમાધાન અને હેતુપૂર્વક સરસ વર્ણન કરતાં શાસ્ત્રકાર કહે છે
किं सर्वथा तिष्ठति कायोत्सर्गमुत नेति, आह-"अन्नत्थ ऊससिएणमित्यादि" अन्यत्रोच्छसितेन-उच्छवसितं मुक्तवा योऽन्यो व्यापारस्तेनाव्यापारवत इत्यर्थः, एवं सर्वत्रभावनीयं तत्रोचं प्रबलं वा श्वसितमुच्छ्वसितं तेन “निससिएणमिति" अधः श्वसितं निःश्वसितं तेन, “खासिएणंति" कासितेन कासितं प्रतीतं “छीएणंति" क्षुतेन इदमपि प्रतीतमेव “जंभाइएणंति" जृम्भितेन विवृतवदनस्य प्रबलपवननिर्गमो जृम्भितमुच्यते "उड्डुएणति" उद्गारितं प्रतीतं तेन “वायनिसग्गेणंति" अधिष्ठानेन पवननिर्गमो वातनिसर्गोभण्यते तेन ‘भमलीएति' भ्रमल्या इयं चाऽऽकस्मिकी शरीरभ्रमिः प्रतीतैव “पित्तमुच्छाएत्ति" पित्तमूर्छया पित्तप्राबल्यान्मनाङ्मूर्छा મતિ |
ભાવાર્થ-શંકા=શું સર્વ પ્રકારે (આગારરહિત) કાઉસગ્નમાં સ્થિર રહે છે? અથવા સર્વથા (આગારરહિત) કાઉસગ્નમાં સ્થિર નથી રહેતો ? અર્થાત્ આગાર સહિત કાઉસગ્નમાં સ્થિર રહે છે ? - -
સમાધાન="ઉંચો શ્વાસ લેવો ઈત્યાદિ આચારો-છૂટો સિવાય સર્વથા કાયોત્સર્ગમાં રહે છે” તથાચ(૧) ઉચ્છવસિત-મુખ અને નાસિકાથી ઉંચો શ્વાસ લેવારૂપ કાયવ્યાપારને છોડીને બીજા કાયવ્યાપારના અભાવત્યાગવાળો કાઉસગ્નમાં સર્વથા સ્થિર રહે છે. અર્થાત્ ઉચ્છવાસરૂપ કાયવ્યાપાર ભિન્ન અન્ય કાયવ્યાપારના અભાવવાળો કાઉસગ્નમાં રહે છે.
(૨) મુખ અને નાસિકાથી નીચો શ્વાસ (નિઃશ્વાસ) લેવા રૂપ કાયવ્યાપાર ભિન્ન અન્ય કાયવ્યાપારના અભાવ-ત્યાગવાળો કાઉસગ્નમાં સર્વથા સ્થિર રહે છે.
(આ બંને આગાર અશક્ય પરિહાર એટલે જેનો ત્યાગ કરવો અશક્ય છે, તે હોઈ મૂક્યા છે.)
(૩) કાસિત-ખાંસી-ઉધરસ આવવારૂપ કાયવ્યાપાર ભિન્ન કાયવ્યાપારના અભાવ-ત્યાગવાળો કાઉસગ્નમાં સર્વથા સ્થિર રહે છે.
१ भ्रमली पित्तमूर्छयोः सत्योरूपवेष्टव्यं, मा भूतसहसापतने संयमात्मविराधनेति ।
અર્થ - એકદમ પડવાથી સંયમ અને આત્માની વિરાધના ન થાય એટલા સારૂ ચક્કરી કે પિત્ત પ્રકોપજન્ય ભ્રમસહિત ચૈતન્યની મૂચ્છ હોયે છતે બેસી જવું જોઈએ.
શાખારાતી નાટક - આ નારકરરિ મ