SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ કાકા જાક કરી Roratif ૩૩૭) (આ) ઘારણા, અવિશ્રુતિ, વાસના અને સ્મૃતિરૂપ ત્રણ ભેજવાળી છે. . (ઈ) પ્રસ્તુત (નમસ્કારરૂપ ક્રિયા વિષયભૂત) વસ્તુ-અરિહંત આદિ વસ્તુની જે આનુપૂર્વી (પરિપાટીઅનુક્રમ-એક પછી એક આવનારો સંબંધ) તેના વિષયવાળી ચિત્ત પરિણતિ-માનસિક પરિણામરૂપ ધારણા હોય છે. હવે પૂર્વોક્ત બે વિશેષણવાળી પ્રસ્તુત વસ્તુ આનુપૂર્વી વિષયક ચિત્ત પરિણતિ વિશેષરૂપ ધારણાના સ્વરૂપને જાત્યમોતીની માલાપ્રોતકરૂપ દ્રષ્ટાંતદ્વારા રજૂ કરે છે. દ્રષ્ટાંત-જેવું હોય તેવા-તેના જેવા ઉપયોગ (ચિત્તની એકાગ્રતા તન્મયતા-પરિણતિ) ની દ્રઢતા-સ્થિરતા રાખવાથી જ કોઈપણ કારણથી વિક્ષેપ-ક્ષોભવાળા નહિ થનાર, જાત્ય (શ્રેષ્ઠ સમકોણ-જાતવાન) મોતીની માલા પરોવનારને યથાયોગ્ય (યોગ્યતા પ્રમાણે-ઘટતી રીતે-લાયકી મુજબ) વિધિ પ્રમાણે આ મોતીની માલાપંક્િતની પરોવણી કરવાથી (અનુક્રમ ઘટતી રીતે મોતીઓની શ્રેણીને પરોવવાથી) ગુણવતી (દોરીવાળીકોરીએ બાંધેલી) જાત્ય મોતીની માલા સિદ્ધ થાય છે. દ્રષ્ટાંતની દાષ્ટ્રન્તિકમાં યોજના: જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જન્ય –અવિસ્મૃતિ આદિ ભેદવાળી-પ્રકૃત વસ્તુ આનુપૂર્વી વિષયક ચિત્તપરિણતિરૂપ ધારણાના બલથી અથવા યત્મકારાવચ્છિન્ન વસ્તુ છે, ત—કારાવચ્છિન્ન વસ્તુ વિષયક ઉપયોગની કઢતાના-પ્રબલતાના બલથી સ્થાન આદિ યોગમાં પ્રવૃત્તિ કરનાર પુરૂષને પૂર્વકથિતનીતિથી જ (જવું હોય તેવા-તેના જેવા ઉપયોગની સ્થિરતા રાખવાથી જ કોઈપણ કારણથી વિક્ષેપવાળા નહિ થવારૂપ નીતિથીતથા યોગ્યતા પ્રમાણે અને વિધિ મુજબ અનુસરવારૂપ નીતિરીતિથી જ) યોગના ગુણોની માલા-પંકિતશ્રેણી સિદ્ધ થાય છે. કારણ કે, યોગ ગુણમાલા, પુણ્યના ઉપચય (વૃદ્ધિ) રૂપ પુષ્ટિનું મૂળ કારણ છે. ૧ મોક્ષની સાથે યોજના કરવાથી સર્વ પ્રકારનો પણ ધર્મનો વ્યાપાર યોગ કહેવાય છે. વળી તે યોગ પાંચ પ્રકારનો છે. તથાપિ (૧) સ્થાન-જેનાથી સ્થિર રહેવાય તે સ્થાન-આસન, કાયોત્સર્ગ (કાઉસગ્ગ) પર્યકાસન. પદ્માસન આદિ સકલ યોગ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ વિશેષ પ્રકારના આસનો. (ર) ઉર્ણ આત્માને યોગ ક્રિયામાં જોડતાં જે પ્રણવ મંત્રના શબ્દો બોલવામાં આવે છે તે "ઉર્ણ” કહેવાય છે, મંત્ર શબ્દ.-જેમકે- ઈ તો સર્વ રીર, તથા આત્મધ્યાન, સમાધિ અને પ્રાણાયામ વિગેરેની ઉપયોગીતા જણાવનાર શાસ્ત્રોને "ઉર્ણ” કહે છે. (૩) અર્થ–ધ્યાન અને સમાધિ વિગેરેના પ્રારંભમાં બોલતા મંત્ર અને તે સંબંધી શાસ્ત્રોના પરમાર્થ, ટીકા, ચૂર્ણ, અવચૂરી, નિયુક્ત, ભાષ્ય, રહસ્ય અને વિવરણ આદિમાં રહેલા ભાવને સમજી તેવા પ્રકારની ભાવના યુક્ત થવું. (૪) આલેબન-બાહ્ય પ્રતિમાને અવલંબીને ધ્યાન કરવું. વીતરાગની પ્રેમથી પૂજ્યભાવે રાવણની જેમ ભક્તિ કરવી તે આલબંન કહેવાય. નારી સરર૭૭ ૩૪ EXTEReeeeee Geeગજરાતી અનુવાદક
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy