SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦) આ બન્નેય પદોનો ઉપન્યાસ (રચના) કરેલ છે. એટલે આ બંને પદો સાધુ અને શ્રાવકને સાર્થક-સફલ - શંકા- જો આમ છે તો, અપ્રાપ્ત નહિ પ્રાપ્ત થયેલ) ની પ્રાપ્તિના વિષયમાં જ પ્રાર્થના હોય છે તો અહીં પ્રાર્થનાનું સ્વરૂપ કેવી રીતે ઘટી શકે ? સમાધાન–અહીં અપ્રાપ્તની પ્રાપ્તિની ઈચ્છારૂપ જ પ્રાર્થના છે. એમ નહિ, કારણ કે, બોધિલાભ પહેલાં પ્રાપ્ત થયેલ હોય અને પછીથી ફિલષ્ટકર્મના ઉદયથી ચાલ્યો-પડી ગયો હોય તો પણ પ્રકૃષ્ટ પ્રયત્નપુરૂષાર્થથી બોધિલાભની પુનઃ પ્રાપ્તિ થઈ શકે છે. વાસ્તે કેવલ અપ્રાપ્તની પ્રાપ્તિની ઈચ્છારૂપ જ પ્રાર્થના છે. એમ નહીં. પરંતુ પ્રાપ્તભ્રષ્ટની પુનઃપ્રાપ્તિની ઈચ્છાને પણ પ્રાર્થના સમજવી. શંકા- ક્ષાયિક સમ્યદ્રષ્ટિને આ બંને પદોના ઉચ્ચારની આવશ્યકતા ખરી કે નહિ ? સમાઘાન-ક્ષાયિક સમ્યદ્રષ્ટિવાળા સાધુ કે શ્રાવકમાં પણ અક્ષેપ (અવ્યવહિત-અનંતર-તરત-વ્યવધાન વગર-વિલંબ વગર) ફલ (મોક્ષફલ) સાધક બોધિલાભ (યર્બોધિલાભાથવહિતોત્તરક્ષણજાયમાનમોક્ષો ભવતિ તબ્બોધિલાભ) વિષયક પ્રાર્થના હોઈ ("બોરિલાભવત્તિયાએ" "નિરૂવસગ્ગવત્તિયાએ” એ બંને બરોબર ઘટમાન થાય છે. એટલે ક્ષાયિક સમ્યદ્રષ્ટિની અપેક્ષાએ પણ આ બંને પદોનો ઉપન્યાસ સાર્થક છે. પ્રાર્થના સ્વરૂપની તારવણી : (૧) આપ્રાપ્તની પ્રાપ્તિની ઈચ્છારૂપ પ્રાર્થના, જેને બોધિલાભરૂપ વિશિષ્ટ ઘર્મની પ્રાપ્તિ નથી થઈ તે પુરૂષની, અપ્રાપ્ત બોધિલાભની પ્રાપ્તિરૂપ યોગની ઈચ્છા તે પ્રથમ પ્રાર્થનાનો ભેદ જાણવો. (૨) પ્રાપ્તાપતન-પ્રાપ્ત રક્ષણરૂપ લેમની ઈચ્છારૂપ, પ્રાર્થના, જેને બોધિલાભ પ્રાપ્ત થયેલ છે તે પુરૂષની, પ્રાપ્ત બોધિલાભનું પતન ન થાઓ ! આવા પ્રકારની અર્થાત્ પ્રાપ્ત બોધિલાભના સર્વથા-ભાવાતિશયપૂર્વક રક્ષણરૂપ લેમની કામના તે બીજો પ્રાર્થનાનો ભેદ જાણવો. (૩) પ્રાપ્તભ્રષ્ટની (પ્રયત્નપૂર્વક) પ્રાપ્તિની ઈચ્છારૂપ પ્રાર્થના, જેને બોધિલાભ પ્રથમ પ્રાપ્ત થયેલ હોય પણ પાછળથી ફિલષ્ટકર્મના ઉદયથી પડી ગયો હોય તે પુરૂષની પુનઃ બોધિલાભની પ્રાપ્તિની ઈચ્છા, તે ત્રીજો પ્રાર્થનાનો પ્રકાર જાણવો. (૪) અલેપ (શીઘ-તરત-અવ્યવહિત-અનંતર) ફસાધકની પ્રાપ્તિની ઈચ્છારૂપ પ્રાર્થના, જે ક્ષાયિક સમ્યગદ્રષ્ટિ છે-જેને ક્ષાયિક (અપ્રતિપાતિ) સમકિત પ્રાપ્ત થયેલ છે તે પુરૂષની, અક્ષેપ-અનંતર-તરત અતિશીધ્રઅવિલંબરૂપે મોક્ષલસાધક બોધિલાભરૂપ વિશિષ્ટ બોધિલાભની પ્રાપ્તિની ઈચ્છારૂપ પ્રાર્થના, તે પ્રાર્થનાનો ચોથો ભેદ સમજવો. સારાંશ–વંદનાદિ કારણ ચતુષ્કથી જેમ પુણ્યફલ-કર્મલયાદિરૂપફલો પ્રાપ્ત થાય છે તેમ કાઉસગ્ગથી મને થાઓ ! તે પુણ્યફલ તથા કર્મક્ષયાદિરૂપફલોથી બોધિલાભ મહાફલ થાઓ ! અને બોધિલાભરૂપ આ બારાતી અનુવાદ જી વિકસાન
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy