SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા આ ભિરિ રચિત ૩૨૨ અને વળી આરંભીને (પૃથ્વી આદિ આરંભવાળાને) આ પૂજા અને સત્કાર, યોગ્ય-ઉચિત ઘટિત છે. કારણ કે, પૂજા અને સત્કાર સદારંભરૂપ છે. અર્થાત્ સત્-સુંદર (જિનવિષયકહોવાથી) આરંભ (પૃથિવી આદિ ઉપમર્દ) રૂપ પૂજા અને સત્કાર છે. હવે શાસ્ત્રકાર, શંકાસમાધાન અને દ્રષ્ટાંત પૂર્વક શ્રાવકને પૂજા અને સત્કારનો અધિકાર સદાસર્વથા નિયત છે. એ વિષયને વધુ સ્પષ્ટ કરતા કહે છે. ૧ મુનિને આશયની વિશુદ્ધિપૂર્વક નદી ઉતરતાં હિંસા કહી નથી. જો કે નદી ઉતરતાં જીવોની વિરાધના થાય છે. પણ વિધિપૂર્વક જયણાથી આશયની નિર્મલતાએ નદી ઉતરતાં મુનિને હિંસા કહી નથી. તેમજ વિધિયોગે શુભભાવથી જયણાપૂર્વક જિનેન્દ્રની પૂજા પણ મોક્ષનું કારણ છે. જિનપૂજા એ ઉપયોગપૂર્વક અને શુભભાવથી થાય છે. તેથી તેમાં અપાર આરંભ માનનારા ભવજલમાં ડૂબનારા અને અન્યને ડૂબાડનારા છે. જે ક્રિયામાં-વિષયારંભનો ત્યાગ છે. તે ક્રિયા હંમેશા ભવજલનો છેડો લાવે છે કારણ કે; સંસારના કારણભૂત વિષયોનો આરંભ, પાપની વૃદ્ધિ કરનારો છે. પણ જે શુભ (સદ્) આરંભ છે. તેથી અશુભભાવની નિવૃત્તિ થાય છે અને પાપનો ક્ષય થાય છે. જિનેન્દ્રપૂજાથી વીતરાગદેવના ગુણનું ધ્યાન થાય છે. અને વીતરાગપ્રભુના ગુણના ધ્યાનરૂપી શુભભાવથી વિષયારંભનો ભય નથી. માટે જિનપૂજાદિક એ શુભ (સદ્) આરંભ છે. અને તેમાં અશુભ ભાવની નિવૃત્તિરૂપી મોટો ગુણ છે. વળી પ્રતિમાપૂજનથી વિનય થાય છે અને જે વિનય છે તે અંતરંગ તપ છે. જેથી પ્રભુની પ્રતિમાનો વિનય કરવાથી શુભભાવ થાય છે. અને શુભભાવથી પ્રાણી મોક્ષગતિ મેળવવા ભાગ્યશાલી થાય છે. જે પ્રતિમાની પૂજામાં આરંભમાની જિનેન્દ્રપૂજા કરતો નથી. એ વ્યાજબી નથી કારણ કે; જિનેન્દ્રપ્રભુની પ્રતિમા પૂજનમાં આરંભ માનનાર શું દાન, વંદન આદેશ આદિ ક્રિયા કરતો નથી ? અને દાન આપવું, વંદન કરવું વિગેરે ક્રિયા કરતાં શું વાયુકાય આદિની વિરાધના થતી નથી ? અને આ દાનાદિની પ્રવૃત્તિનો તેને ઘડીપણ સ્વીકાર કર્યા વિના ચાલે તેમ છે ? કદાચ તે કહે કે દાનાદિની પ્રવૃત્તિ કરતા વાયુકાય આદિની વિરાધના કરવાનો આશય નથી પણ શુભ આશય છે. તો તેના ઉત્તરમાં જણાવવાનું કે પૂજા કરતા પણ જીવોની વિરાધનાનો આશય નથી, પણ શુભ આશય છે, પુષ્પાદિ જીવોના આરંભથી પૂજા સાવદ્ય-સાપ છે. એમ પણ ન બોલો. કારણ કે, પુષ્પાદિ જીવોના આરંભથી પૂજા સાવઘ દેખાય છે. પણ અનુબંથી ઉત્તરોત્તર ભાવવૃદ્ધિથી પૂજા નિરવદ્ય-નિષ્પાપ છે. કારણ કે; પૂજા સમયે જિનેન્દ્રના ગુણનું બહુમાન થાય છે. તેથી શુભધ્યાન વર્તે છે, અને જેનાથી પાપકર્મ બંધાય એવા મિલન (અસ ્) આરંભ થાય છે. તેની નિવૃત્તિ થાય છે અને વીતરાગપ્રભુનું બહુમાન કરવાથી ભાવ નિર્મળ થાય છે, અને તેથી ચિત્ત વિશુદ્ધિ થાય છે. બીજો એ લાભ થાય છે કે; શ્રી જિનેન્દ્રની પૂજા-અર્ચા-સેવા દેખી ભવ્ય પ્રાણીને શુભભાવ ઉલ્લસે છે અને તે શુભભાવથી છકાયના રક્ષક બની ભવજલ તરે છે. જેમ મુનિને નદી ઉતરતાં દયાના પરિણામ ફોગટ નથી; તેમ શ્રાવકને પુષ્પપૂજાદિ પ્રસંગે પણ પુષ્પાદિ જીવ ઉપર દયાના પરિણામ ફોગટ નથી. વળી જિનપૂજા, રોગીને ઔષધ સમાન છે, ગૃહસ્થ શ્રાવક મલિન (અસદ્) આરંભરૂપ રોગવંત છે. તે મલિન આરંભરૂપ રોગને ઉપશમાવવાને શુભ (સદ્) આરંભરૂપી ઔષધ સમાન જિનપૂજા છે પણ મુનિવર તો સર્વ સાવઘ ક્રિયાથી નિવૃત્ત થયા છે. તેઓને કોઈપણ પ્રકારનો અશુભ આરંભરૂપી રોગ જ નથી તો પછી રોગનું ઔષધ શા માટે કરે ? શંકા=જિનપૂજામાં મન, વચન, કાયાના શુભયોગથી દ્રવ્યઆશ્રવ થાય છે. તેથી નિજ પરિણામરૂપ ધર્મ શું હણાય છે ? ગુજરાતી અનુવાદક આ તકરસર મ.સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy