SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ રાજી થઈ કડક વિરા - - - CaracFkipino ૩૧૫) " કરવું પડે એવા અપવાદ-આગાર-છુટ પ્રતિપાદક સૂત્ર "અન્નત્ય સિસિએણ” રૂપ સૂત્રનું ઉચ્ચારણ કરનાર પુરૂષનો, સ્થાન-મન-ધ્યાનરૂપ ક્રિયા સિવાય બીજી બધી ક્રિયાનો (ક્રિયા વિષયક) અધ્યાસ-મિથ્યાજ્ઞાનઅયથાર્થજ્ઞાનને ઉદ્દેશીને અર્થાત્ કાયાનો આશ્રય કરીને આકાર (આગાર કે જિનમુદ્રા) કરનાર પુરૂષનો સ્થાન, મૌન, ધ્યાનરૂપ ક્રિયાથી જુદી બીજી ક્રિયાના અધ્યાસ (તાદાભ્ય) નો સર્વથા ત્યાગ તેને કાયોત્સર્ગ તરીકે સંબોધવામાં આવે છે. એવા તે કાયોત્સર્ગને હું કરું (કાયા, વાળી અને મન એ ત્રણેયને સંયમમાં રાખીને ખરો કાયાનો ઉત્સર્ગ થઈ શકે છે. જેમકે, કાયાને એક સ્થાન પર સ્થિર રાખી વાણીને મૌન કરી, મનને ધ્યાનમાં જોડી આત્મામાં દેહ બુદ્ધિનો નાશ કરવો એજ ખરો કાયાનો ઉત્સર્ગ છે.) હવે આપપરીવારપૂર્વક પદાન્વયની યોજના દર્શાવે છે કે आह-कायस्योत्सर्ग इति षष्ठ्या समासःकृतः, अर्हच्चैत्यानामिति च प्रागावेदितं, तत्किमर्हच्चैत्यानां कार्योत्सर्ग करोमीति, नेत्युच्यते, पष्ठीनिर्दिष्टं तत्पदं पदद्वयमतिक्रम्य 'मण्डूकप्लुत्या वन्दनप्रत्ययमित्यादिभिरभिसम्बध्यते, ततश्चार्हच्चैत्यानां वन्दनप्रत्ययं करोमि कार्योत्सर्गमिति द्रष्टव्यं, ભાવાર્થ-વાદી-(શંકા) " કાયોત્સર્ગ”માં કાયાનો ઉત્સર્ગ આમ વિગ્રહ હોવાથી ષષ્ઠી વિભક્તિ સમાસ કરેલ છે. (જ સમાસમાં પૂર્વપદ, ઉત્તરપદ સાથે વિભક્તિના સંબંધથી જોડાયું હોય તે તત્પરૂષ સમાસ કહેવાય છે. એમાં ઉત્તરપદ પ્રધાન છે અને પૂર્વપદ ગૌણ છે.) અહીં પૂર્વપદ કાયનો ઉત્સર્ગરૂપ ઉત્તરપદ સાથે ષષ્ઠી વિભક્તિથી સંબંધ છે. માટે " કાર્યોત્સર્ગ” તે ષષ્ઠી તત્પરૂષ સમાસ છે અને વળી "અહંન્તોના ચૈત્યોનો” એમ પૂર્વે આવેદન-નિવેદન-પ્રતિપાદન થઈ ગયું છે. તો શું "અહત્ત ચૈત્યોના કાઉસગ્ગને હું કરું છું." એમ કથન કરો છો ? જે રીતનો અન્વય હોય તે રીતનો દર્શાવો ? સમાઘાન- છઠ્ઠી વિભક્તિથી બતાવેલ જે "અચ્ચેત્યોનાં” નામનું પદ છે. તેનો અન્વય-સંબંધ, આગળના બે પદોને ઓળંગી-કૂદકો મારી; મંડૂકવુતિ ન્યાયથી (દડકાઓ, જેમ કૂદી ૨ કૂદકા મારી ૨ જાય છે, ચાલે છે, તેવી રીતે) "કરેમિ" "કાઉસગ્ગ” એમ પદોને પાછળ કરી-ઉલ્લંઘી-છોડી દઈ "વન્દનપ્રત્યયં” ઈત્યાદિપદોની સાથે કરવો. અર્થાત્ અઈચૈત્યાનાં વન્દનપ્રત્યય કરેમિ કાર્યોત્સર્ગમ્” અરિહંતોની પ્રતિમાઓની વંદના કાજે કાર્યોત્સર્ગને હું કરું છું એમ પદાન્વયની યોજના કરવી. હવે શાસ્ત્રકાર, કાઉસગ્ગ કરવાનું નિમિત્ત એટલે ફલ-કાર્ય પ્રયોજન "વંદણવત્તિયાએથી નિરૂવસગ્ગવત્તિયાએ” સુધીના ૬ પદમાં દર્શાવ્યું છે. માટે તે પદની "નિમિત્ત સંપદા”નું નિરૂપણ કરે છે કે, १. 'मण्डूकप्लुतिन्यायः' यथा मण्डूका उत्प्लुत्योत्प्लुत्य गच्छन्ति, तद्वत्प्रकृतेऽपि २ उद्देश्यम् यथा तस्यागमनकारणमित्यादौ कारणमुद्देश्यम् । प्रयोजनं फलं वेत्यर्थः । કાકા અને શાહજહાજ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy