SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ લલિકવિ OSTR fuia. ૨૫) વાસ્તે પિતા આદિ વ્યવહારરૂપ દ્રષ્ટાંતથી વસ્તુના અનેક ઘર્મની સિદ્ધિ થઈ શકે નહી.. ઉત્તરપક્ષ–બૌદ્ધ કરેલ મજકૂર વિવેચન બરોબર બંધબેસતું નથી, કારણ કે, બૌદ્ધ લોકો, નિરંશ (નિરવયવ) રૂપ એક સ્વભાવવાળી અને ક્ષણસ્થાયી-ક્ષણપછી ક્ષય પામનારી વસ્તુ છે એવો સિદ્ધાંત ઘરાવે છે. જો નિરંશ એક સ્વભાવવાળી અને ક્ષણવિનશ્વર સ્વભાવવાળી વસ્તુને અવલંબી પ્રવૃત્તિ-વ્યવહાર (પિતા આદિ વ્યવહાર) માનવામાં આવે તો, એક પુરૂષરૂપ વ્યક્તિવિશેષમાં પણ સ્થિર અને અનેક સ્વભાવનું સમર્પણ (સ્થાપન-આરોપણ) કરનાર, પિતા-પુત્ર વિગેરેનો વ્યવહાર પ્રવર્તી શકે નહીં પરંતુ નિયત વ્યવહારના અર્થી કુશલ પુરૂષે કલ્પનાથી કરેલ સંકેતો દ્વારા બરાબર જામી ગયેલ વિચિત્ર-તરેહતરેહની વાસનાના પરિપાકથી કલ્પિત-કપોલ કલ્પિત કથા (નોવેલ-નવલિકા) ના વ્યવહારની માફક અવિદ્યમાન વિષયવાળો-વિષયશૂન્ય, પિતા આદિ વ્યવહાર બને ! અર્થાત્ વિદ્યમાન વિષય વગરનો પિતા આદિ વ્યવહાર હોઈ તે પિતા આદિ વ્યવહાર, તમારા મતે અસંગત કે અસત્ છે. હળવે હળવે બૌદ્ધ માનેલ નિરંશ એક સ્વભાવવાળી વસ્તુમાં પિતા આદિ વ્યવહારની અસંગતિ કેવી રીતે આવે છે તેનું કરાવાતું સચોટ દિગદર્શન સૈદ્ધાન્તિકમત-વ્યવહાર વિષયભૂત વસ્તુ, ફક્ત વ્યવહારનું જ મૂલબીજ નથી પણ વાસનાઓના પ્રત્યે મૂલ કારણ છે. જો, જેનો વ્યવહાર થાય છે તે વસ્તુરૂપ મૂળ કારણ ન માનો અને વાસનાઓ પેદા થાય છે અર્થાત્ કારણ વગર-આકસ્મિક વાસનાઓ થાય છે એમ માનો તો, વાસનાઓ, હંમેશાં વિદ્યમાન રહેશે કે સદા અવિદ્યમાન રહેશે વિગેરેરૂપ આપત્તિ-પ્રસંગ આવશે. આ વિષયનો નિષ્કર્ષ એ છે કે, એકાંતે એકરૂપ વ્યવહારવિષયવસ્તુથી અનેકરૂપ પિતા આદિ વાસનાઓની ઉત્પત્તિ નથી. તો નિરંશ એક સ્વભાવવાળી વસ્તુમાં પિતા આદિ વ્યવહારની અસંગતિ ઊભીને ઊભી છે. જો, એકાંત એકરૂપ વ્યવહાર વિષયભૂત વસ્તુથી અનેકરૂપ પિતા આદિ વાસનાઓની ઉત્પત્તિ માનો તો કૃષ્ણ (કાળો) નીલો વિગેરે વર્ણરૂપ રૂપથી રસ-સ્પર્શ વિગેરે વિષયક વિચિત્રવાસનાઓની ઉત્પત્તિ માનવારૂપ આપત્તિ-દોષ-પ્રસંગ આવશે જ. -- * | (જો આમ બને તો, આંખથી પણ રસ વિગેરેનું જ્ઞાન ઉત્પન્ન થાય ! સઘળી ઈન્દ્રિયોથી સઘળા વિષયોનું જ્ઞાન ઉત્પન્ન સહેલાઇથી થઈ જાય ! આવું કદી બનતું જ નથી.) , પૂર્વપક્ષ રૂપજાતિ-રસજાતિ-સ્પર્શજાતિ વિગેરે જાતિભેદ હોવાથી, રૂપથી રસ વિગેરે વિષયક વાસનાઓની ઉત્પત્તિરૂપ આપત્તિ-દોષ આવતો નથી. કારણ કે; રૂપજાતિથી રસાદિજાતિ, અત્યંતભિન્ન-સાવ જુદીજ છે. તો કેવી રીતે રૂપથી રસાદિ વિષયક વાસનાઓની ઉત્પત્તિનો દોષ લાગુ પડે ? અર્થાત્ ન જ પડે. - ઉત્તરપક્ષ=આ પણ તમારું કહેવું વ્યાજબી નથી. કેમકે; રૂપત્યજાતિની સાથે અભિન્ન જાતિવાળા રૂપવિશેષનીલરૂપથી વાતી વાદક - જા અને જો
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy