SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિરારા " હરિભદ્રસર ૬ ૨૯૭ (૭) નવ=નવો ઘડો છે. તાજેતરમાં તૈયાર કરેલો ઘડો છે. (૮) પુરાણ=જૂના વખતનો ઘડો છે. (અહીં કાલકૃત પરત્વાપરત્વની વિવક્ષા સમજવી.) (૯) અસમર્થ=જલાનયનાદિ અર્થ ક્રિયામાં અશક્ત ઘડો છે-અદ્રઢ ઘડો છે. (૧૦) સમર્થ=જલઆનયન આદિ અર્થ ક્રિયાકારી ઘડો છે-ઘડો છે. (૧૧) દેવદત્તે બનાવેલો ઘડો છે. (૧૨) ચૈત્રની માલિકીવાળો ઘડો છે. (૧૩) મળેલો-પ્રાપ્ત થયેલો-ભેટ તરીકે કે દાનદક્ષિણામાં મળેલો ઘડો છે. (ફોગટ મળેલો ઘડો છે.) (૧૪) ક્રીત=પૈસા આપીને ખરીદેલો ઘડો છે. (૧૫) હત–છિદ્રો-કાણાંવાળો ઘડો છે. આદિ શબ્દથી અણુ-મહત્ (નાનો-મોટો) ઊંચો-નીચો વિગેરે અનેકરૂપ ધર્મવાળો છે. યાવત્ અનંતઘર્મવાળો છે. સારાંશ કે; સંબંધની અપેક્ષાથી કોઈએક પુરૂષ સંબંઘીનો જુદી જુદી દ્રષ્ટિએ વિચાર કરતાં તેને પિતા, પુત્ર, મામો, ભાણેજ, કાકો ભત્રીજો ઈત્યાદિ વિવિધરૂપે માનવો તે “નય છે. તે પુરૂષ, પોતાના પુત્રની અપેક્ષાએ પિતા છે, પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે. અને પોતાના ભાણેજ અને ભત્રીજાની અપેક્ષાએ મામો તથા કાકો છે. એ પ્રમાણે બાકીના સગપણો પણ ઘટાવી શકાય છે, આ દ્રષ્ટાંત ઉપરથી સમજી શકાય છે કે એકના એક પુરૂષમાં પિતૃત્વ-પુત્રત્વ ઈત્યાદિ અનેક ધર્મો રહેલા છે. અર્થાત્ દરેક વસ્તુ અનંતધર્માત્મક છે. -પિતા આદિવ્યવહાર, સકલલોકસિદ્ધ છે. તેમજ પિતા આદિવ્યવહાર, પરસ્પર ભિન્ન છે અને તેનું કારણ તથા પિતા આદિવ્યવહારનું મૂલબીજ એ રૂ૫ વિષયને છણતા શાસ્ત્રકાર सकललोकसिद्धश्चेह पित्रादिव्यवहारः, भिन्नश्च मिथः, तथाप्रतीतेः, तत्तत्त्वनिबन्धनश्च अत एव हेतोः, ભાવાર્થ=આ જગતમાં એક જ પુરૂષને આશ્રી પિતા, પુત્ર, કાકા વિગેરેનો વ્યવહાર, (શબ્દપ્રયોગ) વિરોધવગર પ્રવર્તતો હોઈ અવિરૂદ્ધ, અબાધિત, દૃષ્ટ (પ્રત્યક્ષ) અને ઈષ્ટ (અનુમાન આદિ) પ્રમાણથી સિદ્ધ-પ્રસિદ્ધ છે અને તે પિતા, પુત્ર વિગેરેનો વ્યવહાર, પરસ્પર ભિન્ન-ભેટવાળો-જુદો છે. જે અપેક્ષાએ પિતા છે તેજ અપેક્ષાએ પુત્ર નથી એટલે અપેક્ષાઓ ભિન્ન ભિન્ન હોવાથી, પિતા આદિવ્યવહાર, ભિન્નપરસ્પર ભેદવાળો છે. પિતૃવ્યવહાર જુદો છે (જુદી અપેક્ષાવાળો છે) તેમજ પુત્રાદિવ્યવહાર, જુદો જુદો છે (જુદી જુદી અપેક્ષાવાળો છે, કારણ કે; તેવી જ-પરસ્પર ભેદવાળી પિતા આદિવ્યવહારની પ્રતીતિ બુદ્ધિ) જ પ્રમાણરૂપ છે-સઘળે સ્થળે સદા સર્વલોકોને તે પ્રકારની તથા પ્રતીતિ થાય છે. વળી તે પિતા આદિવ્યવહારનું, પિતા-પુત્ર આદિપણાએ કરી વ્યવહાર (શબ્દપ્રયોગ) ના વિષયનિમિત્તરૂપ પુરૂષનિષ્ઠ (રહેલ). પિતા આદિરૂપપણું પિતા આદિનિષ્ઠરૂપ સ્વભાવ) મૂલબીજ છે. અર્થાત્ પિતા-પુત્ર આદિવ્યવહારના પ્રત્યે પિતા આદિપણાએ કરી વ્યવહાર યોગ્ય પુરૂષનિષ્ઠ પિતા આદિરૂપવરૂપ સ્વરૂપ સ્વભાવ, કારણ છે. (એવંચ વ્યવહાર્યપુરૂષ, પિતૃત્વપુત્રત્વ આદિ નાના ધર્મોથી યુક્ત છે એટલે પિતા આદિવ્યવહારના કારતી અનgEAR
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy