SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા ભિરિ રચિત (૧) પૂર્વનો-પહેલાંનો ઘડો. (૨) અપર-પછીનો ઘડો. (અથવા પ્રશંસાકૃત પૌવાપર્ય-પરત્વાપરત્વની અપેક્ષાએ આ પર ઉત્તમ-મંગલ કુંભ છે, અધમ-અપર-અમંગલ કુંભ છે.) (૩) અંતરિત-વ્યવહિત-બે વસ્તુઓ વચ્ચેના અંતર-આંતરા-ગાળાવાળો ઘડો છે. (૪) અનંતરિત-આંતરા વગરનો ઘડો છે. (૫) દૂર-ઘડો દૂરઆઘે છે. (૬) અસન્ન-ઘડો પાસે છે. ૨૯૧ જ કહી શકાય છે એટલે કોઇથી પણ વ્યાવૃત્તિ સંભવતી નથી, જ્યારે દ્રવ્યતઃ ઘટની વિક્ષા પૌદ્ગલિક એમ થાય ત્યારે તો તે જે પૌલિકત્વ તે દ્રવ્યત્વરૂપે વિદ્યમાન છે પણ ધર્મ, અધર્મ, આકાશ એ આદિ દ્રવ્યત્વરૂપે નથી. અત્ર પૌદ્ગલિકત્વ’ સ્વપર્યાય છે અને ધર્માદિ અનેકથી વ્યાવૃત્તિ હોવાથી ધર્માદિદ્રવ્યત્વ પરપર્યાય છે ને તે અનંત છે. કેમકે જીવ દ્રવ્ય અનંત છે. ઘટ, પૌદ્ગલિક છતાં વળી પાર્થિવત્વરૂપે વિદ્યમાન છે. જલત્વાદિરૂપે અવિદ્યમાન છે. ત્યાં પાર્થિવત્વ એ સ્વપર્યાય છે અને તેની આ જલત્વાદિબહુદ્રવ્યથકી વ્યાવૃત્તિ છે એ પરપર્યાય અનંત છે એ જ પ્રમાણે આગળપણ સ્વપર્યાયવ્યક્તિ વિચારી લેવી. પાર્થિવ છતાં તે ધાતુત્વ' રૂપે છે મૃત્ત્વરૂપે નથી. ધાતુત્વરૂપ છતાં સુવર્ણત્વ થકી છે, રૌપ્યઆદિરૂપથકી નથી. સુવર્ણ પણ ઘટિત વસ્તુરૂપે છે, અઘટિત વસ્તુરૂપે નથી. ઘટિત સુવર્ણરૂપ છતાં પણ દેવદત્તઘટિત વસ્તુ સ્વરૂપે છે, દેવદત્તઆદિઘટિત છતાં પણ પૃથુબુઘ્ન-આદિ (મોટા-નાના) આકાર થકી છે. મુકુટાદિ આકારે નથી. પૃથુબુઘ્નોદરાદિ આકારવાળો પણ ગોળરૂપે છે. ગોળ નહીં એવે રૂપે નથી. ગોળ પણ સ્વાકાર થકી છે. અન્ય ઘટાદિ આકારરૂપે નથી. સ્વાકાર પણ સ્વર્કપાલ થકી છે પરકપાલ થકી નથી. એ રીતે જે જે પર્યાય થકી એની વિવક્ષા થાય તે તે પર્યાય તે તેના સ્વપર્યાય અને તેનાથી જાદા તે બધા પરપર્યાય એ રીતે દ્રવ્યતઃ સ્વપર્યાય થોડા થાય અને વ્યાવૃત્તિરૂપ પરપર્યાય અનંત પર્યાય થાય, કેમકે અનંત થકી તે વ્યાવૃત્ત છે. ક્ષેત્રથી સદરહુ ઘટ, ત્રિલોકવર્તિત્વરૂપે વિવક્ષિત છે, કહીંથી પણ વ્યાવૃત્ત નથી; માટે એ સ્વપર્યાય છે, પરપર્યાય નથી. ત્રિલોકવર્તી પણ તિર્યંગ્લોકવર્ત્તિત્વરૂપે છે, ઊર્ધ્વઅધોલોવૃત્તિત્વરૂપે નથી. તિર્યંચ્લોકવર્તી છતાં જંબુદ્રીપવર્ત્તિત્વરૂપે છે, અઢીપવર્તિત્વરૂપે નથી, તેવો પણ ભરતવર્તિત્વરૂપે છે, અન્યત્ર વર્જિત્વરૂપે નથી. ઘરમાં પણ અમુક પ્રદેશવર્ત્તિત્વરૂપે છે, અપરપ્રદેશવર્ત્તિત્વરૂપે નથી. એમ ક્ષેત્રતઃ સ્વપર્યાય થોડા છે, પરપર્યાય અસંખ્ય છે. કાલથી આ યુગસ્થરૂપે વિવક્ષિત થાય ત્યારે તે રૂપે છે, તે ભૂત ભવિષ્યાદિ યુગવર્તિત્વરૂપે નથી. આ યુગમાં પણ આવર્ષ સંબંધે તે છે. અતીત અનાગતાદિ સંબંધે નથી. તેમાં પણ નવત્વરૂપે છે, પુરાણત્વરૂપે નથી. તેમાં પણ અદ્યતનત્વરૂપે છે અનદ્યતનત્વરૂપે નથી. છતાં પણ વર્તમાનક્ષણરૂપે છે, અન્યક્ષણરૂપે નથી. એમ કાલથી સ્વપર્યાય અસંખ્ય છે. (અનંત પણ થાય) અને પરપર્યાય તો અનંત છે. હવે ભાવથી તે પીળા વર્ણ થકી છે, નીલ આદિ વર્ણ થકી નથી. પીત છતાં પણ બીજા પીત દ્રવ્ય કરતાં એક ગુણો પીત છે, તે તેના કરતાં બીજાથી બમણો પીત છે ને ત્રીજા કરતાં તમણો (ત્રણ ઘણો) પીત છે અર્થાત્ એમ માનવું કે હરેક પીત દ્રવ્યની અપેક્ષાથી અનંત ગુણ પીત છે. બીજી અપેક્ષાએ એક ગુણ હીન, તે કરતાં બીજાથી દ્વિગુણ હીન ઇત્યાદિ છે તેથી એમ માનવું કે હરકોઇની અપેક્ષાથી અનંત ગુણહીન પીતત્વવાળો તે થાય છે. આ પ્રમાણે પીતત્વ થકી અનંત સ્વપર્યાય થયા; અપીતવર્ણવાળા એવા દ્રવ્યના ન્યૂનાધિકત્વને લઇ અનંત ભેદવાળા એવા એવા નીલ વિગેરે વર્ણથકી વ્યાવૃત્તિરૂપ પરપર્યાય પણ અનંત છે. એ પ્રમાણે રસપક્ષે પણ સ્વમધુરાદિરસની અપેક્ષાથી પીતત્વની પેઠે સ્વપર્યાય અનંત જાણવા. સુરભિગંધરૂપે પણ એ જ પ્રમાણે સ્વપર્યાય અનંત જાણવા, એ જ પ્રમાણે ગુરૂ, લઘુ, મૃદુ, ખર, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, એ આઠ સ્પર્શની અપેક્ષાથી અધિક ન્યૂનત્વયોગ વડે પ્રત્યેકના એમજ અનંત સ્વપરપર્યાય જાણવા, કેમકે એવા અનંત દેશવાળા સ્કંધમાં આઠે સ્પર્શની પ્રાપ્તિ થાય છે એવો સિદ્ધાંત છે અથવા સુવર્ણ દ્રવ્યમાં પણ અનંતકાળથી ગુજરાતી અનુવાદક આ ત કરસૂમસા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy