SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા આ ભદ્રસૂરિ રચિત ૨૭૨ છતાં પણ બ્રહ્મ, એક અને અવિભાગરૂપ છે. એમ સાબીત થતું નથી એમ દર્શાવે છે-પરમબ્રહ્મમાંથી આત્માઓને છુટા થવામાં અને પરમબ્રહ્મમાં આત્માઓને પુનઃ મળી જવામાં પરમબ્રહ્મ એક છે, અવિભાગનિરવયવ નિરંશ છે' એ વસ્તુ આકાશમાં ઊડી જાય છે એટલું જ નહીં પણ ઊભું વિપરીત સિદ્ધ થાય છે કે ‘પરમબ્રહ્મ, અનેક અને સાવયવ છે.' વળી આત્માઓ બ્રહ્મમાં મળી જાય છે. એટલે આત્માઓની અપેક્ષા રાખીને જીવબ્રહ્મ (જીવશિવ) એક માની, પર બ્રહ્મમાં અનેકત્વ માનવામાં આવે તો પરમતનો સ્વીકાર કર્યો કહેવાય ! કારણ કે; આત્મસામાન્યરૂપ પરમબ્રહ્મના વ્યક્તિરૂપ વિભાગોનું યુક્તિથી આત્મપણું-ક્ષેત્રજ્ઞપણું છે. —ઉપરોકત નિપુણનિરૂપણથી અદ્વૈત બ્રહ્મનિરાકરણની સાથે સાથે જે બીજું પણ ખંડિત થાય છે તેનું દિગ્દર્શન एतेन यदाह- “परमब्रह्मण एते क्षेत्रविदोंऽशा व्यवस्थिता वचनात् । वह्निनस्फुलिङ्गकल्पाः समुद्रलवणोपमास्त्वन्ये ॥१॥ आदि पृथक्त्वममीषामनादि वाऽहेतुकादि वा चिन्त्यम् । युक्त्या ह्यतीन्द्रियत्वात्प्रयोजनाभावतश्चैव ॥२॥ कूपे पतितोतारणकर्त्तुस्तदुपायमार्गणं न्याय्यम् । ननु पतितः कथमयमिति हन्त तथादर्शनादेव ॥३॥ भवकूपपतितसत्त्वोत्तारणकर्तुरपि युज्यते ह्येवम् । तदुपायमार्गणमलं वचनाच्छेषव्युदासेन ॥४॥ एवं चाद्वैते सति वर्णविलोपाद्यसङ्गतं नीत्या । ब्रह्मणि वर्णाभावात्, क्षेत्रविदांद्वैतभावाच्च ॥ ५ ॥ " इत्यादि, एतदपि प्रतिक्षिप्तं, श्रद्धामात्रगम्यत्वात्, ભાવાર્થ-ઉપરોક્ત નિપુણ નિરૂપણથી, કોઇ એક વેદાંતીએ કહેલ તે પણ ખંડિત થાય છે. તે આ પ્રમાણે ‘વચનરૂપ આગમ પ્રમાણથી પુરૂષ અદ્વૈત લક્ષણ પરમબ્રહ્મના આ (શાસ્ત્ર અને લોકપ્રસિદ્ધ) ક્ષેત્રવિદો-જીવાત્માઓ, અંશો વિભાગો છે એમ વ્યવસ્થિત-પ્રતિષ્ઠિત છે. જીવો બે પ્રકારના છે (૧) બ્રહ્મમાંથી છૂટા પડવાથી સંસારીઓ (અગ્નિમાંથી જેમ તણખાઓ નીકળે છે તેમ) અગ્નિના તણખા જેવા છે. (૨) બીજા જીવાત્માઓ કે જે પહેલાં બ્રહ્મમાંથી છૂટા થઈ સંસારી થયા હતા અને ભક્તિથી બ્રહ્મમાં લયલીનએકમેક થયેલા મુક્ત આત્માઓ છે, જેમ સમુદ્રમાં લવણ (નીમક-મીઠું) અભિન્ન છે તેમ તે બ્રહ્મમાં લીનપણે રહેલા મુક્ત જીવો છે. વળી જે જીવોની જુદાઈ, (પૃથ-છુટા થવું તે) સાદિ (શરૂઆતવાળું) કે અનાદિ (શરૂઆત વગરનું) છે ? સકારણ છે કે નિષ્કારણ ? વિગેરે ચર્ચા કે વિચાર, યુક્તિ-ન્યાયથી ચિંત્ય છે (મુલતવી કે મોકૂફ રાખવા યોગ્ય છે) કારણ કે; તે અતીન્દ્રિય છે. (ઇન્દ્રિયગમ્ય નથી) અને પ્રયોજનનો અભાવ છે અર્થાત્ કોઇ પ્રયોજન-માલ કે ફલ નથી. એ વાતે ય બરોબર છે કે; કૂવામાં પડેલાને ઉગારવાની ભાવનાવાળો હિતૈષી મનીષી, કૂવામાં પડેલો બહાર કેવી રીતે આવે તેના ઉપાયની શોધ કરે એ ન્યાયયુક્ત છે, પરંતુ આ કૂવામાં કેમ પડયો ? કોણ પડયો ? કેવી રીતે પડયો ? કયારે પડયો? વગેરે નિરર્થક વિચારણા કે ચર્ચાને તિલાંજલી આપવી જોઈએ, ફક્ત કૂવામાંથી આ કેમ ઉગરે ! તેના ઉપાયની તમન્ના કે ધૂન હોવી જોઈએ તેમ સંસારરૂપી કુવામાં પડેલા પ્રાણીઓને તારવાની-ઉગારવાની ઉમ્મેદવાળાઓએ, તેઓના ઉગારવાના ઉપાયોની શોધ-ગવેષણા કરવી જોઈએ. બસ એક જ શાસ્ત્રીય-વચનને જ પ્રમાણ કરી બીજા બધા પ્રમાણોને છોડવા જોઇએ. અથવા આ પૃથક્ત્વ (જુદાઇ સાદિ છે કે અનાદિ ? વિગેરે વિચાર કે ચર્ચા છોડવી જોઈએ. વળી વચનરૂપ પ્રમાણથી, અદ્વૈત-બ્રહ્મમાં આત્માઓ લીન કે એકમેક થવાથી, વર્ણવિલોપ વગેરે (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રરૂપ વર્ણોનો વિલોપ નિયત થયેલ પોતાના આચારને છોડી ગુજરાતી અનુવાદક ત કરસૂરિ મ.સા. આ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy