________________
લિત-વિસ્તરા મી ભદ્રશારિ રતિ
૨૫૭) એમ દેખાય છે-અનુભવાય છે અર્થાત્ નૌકારૂપકરણ વગર પણ સુકુશલસુકાની નૌકારૂપકરણસાધ્ય જે તરા ઊતરવું-પાર તરવું) તે હકીકત પ્રત્યક્ષ સિદ્ધ છે. - શંકા=જેમ નીલ, પીત વિગેરે ધર્મો બાહ્યપદાર્થના છે, પ્રકૃતિના છે તેમ દુઃખ, દ્વેષ, શોક, વૈષયિકસુબ વિગેરે ધર્મો, બાહ્યપદાર્થના છે, પ્રકૃતિના છે. અને જો મુક્ત અવસ્થામાં સર્વવિષયવિષયકજ્ઞાનરૂપ સર્વજ્ઞતા, સર્વદ્રવ્યપર્યાય વિષયક સાક્ષાત્કારરૂપ સર્વદર્શિતા, માનવામાં આવે તો, બાહ્યપદાર્થના વેદનસમયે (અનુભવકાલીજ્ઞાનકા) સર્વ દુઃખ, દ્વેષ, શોક, વૈષયિક સુખ વિગેરેનો અનુભવ (ભોગ-વેદન) મુક્તોને પ્રાપ્ત થાય ! આવી આપત્તિ કેમ ન આવે ?
–ઉપરોક્ત શંકાનું સમાધાનन चौदयिकक्रियाभावरहितस्य ज्ञानमात्राद् दुःखादयः, तथानुभवतस्तत्स्वभावत्वोपपत्तेः ।
ભાવાર્થ= (સમાધાન) દુઃખ વિગેરેના અનુભવ (વિપાકભોગ) રૂપ કાર્યના પ્રત્યે અસતાવેદનીય આદિકર્મ, કારણ છે. અને અસતાવેદનીય આદિકર્મ પુદ્ગલરૂપ દ્રવ્ય કર્મના પ્રત્યે આત્માના ઔદયિક (કર્મોદયજન્ય) વૈભાવિક-રાગદ્વેષ મોહ આદિ સ્વપરિણામ, કારણ છે. એટલે રાગદ્વેષ મોહ આદિરૂપ ઔદયિકભાવના અભાવે અસતાવેદનીય આદિ દ્રવ્યકર્મ નથી. જ્યારે અસતાવેદનીય આદિ દ્રવ્ય કર્મરૂપ કારણનો સર્વથા અભાવ છે ત્યારે અસતાવેદનીય આદિ જન્ય દુઃખ આદિનો અનુભવ ક્યાંથી હોય ?
એવંચ દુઃખ આદિના અનુભવ પ્રત્યે દુઃખઆદિ વિષયકજ્ઞાન, કારણ નથી. પરંતુ અસાતવેદનીય આદિ કર્મ, કારણ છે. અને અસતાવેદનીય આદિકર્મનું કારણ, રાગ, દ્વેષ, મોહ આદિરૂપ સ્વપરિણામરૂપ ઔદયિકભાવ છે. અને તે ઔદયિકક્રિયાભાવરહિત આત્મામાં (અસતાવેદનીય આદિ કર્મવિપાકજન્ય સ્વપરિણામરૂપ ઔદયિક ક્રિયાભાવ શૂન્ય આત્મામાં) જ્ઞાન માત્રથી દુઃખ આદિના અનુભવનો સર્વધા અભાવ છે. કારણ કે; જ્ઞાનમાત્રથી-કેવલ જ્ઞાનથી જ દુઃખ આદિનો અનુભવ માનવાથી, દુઃખ આદિમાં ઔદયિકક્રિયાભાવની સ્વભાવતા માનવી પડે. પરંતુ દુઃખ આદિ તો અસાતાવેદનીય આદિ કર્મનું ફલ છે. ઔદયિકક્રિયા ભાવની સ્વભાવતા તો સંસારવર્તી આત્મામાં છે, ઔદયિકક્રિયાભાવશૂન્ય મુક્ત આત્મામાં નથી.
- ૧ અમે-જૈન લોકો, જ્ઞાનને અપ્રાપ્યકારી માનીએ છીએ, અર્થાત જ્ઞાન આત્મામાં સ્થિત) રહીને જ પદાર્થોને જાણે છે. શેયપદાર્થોની પાસે જઈને નહીં વાસ્તે નરકઆદિ દુઃખોના સ્વરૂપજ્ઞાનથી દુઃખનો અનુભવ થતો નથી, જો જ્ઞાનમાત્રથી દુબ-સુખનો અનુભવ માનો તો, ફુલહાર, ચંદન, સ્ત્રી, જલેબી, સોલાપુરી ચેવડો, ચહા વિગેરે પદાર્થોના ચિંતનમાત્રથી (જ્ઞાનમાત્રથી) જ તણિ થવી જોઈએ ! જો એમ તૃપ્તિ થતી હોયતો માલાઆદિની પ્રાપ્તિ માટે પ્રયત્નની નિષ્ફળતાની પ્રાપ્તિરૂપ આપત્તિ માવે !
જરાતી અનુવાદક - આ ભકસૂરિ મ.