________________
લલિત-વિસ્તરા
આભિસર રચિત
A-૨૫
॥ ૐ હ્રીં શ્રીં શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ ॥
* મંગલ વચન
પૂ. પાદ સુવિહિત શિરોમણિ જૈન શાસનના પરમપ્રભાવક સૂરપુરંદર ૧૪૪૪ ગ્રંથરત્નોના રચયિતા આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ રચિત ‘ચૈત્યવંદન સ્તવ’ સૂત્રો પરની સુપ્રસિદ્ધ ‘લલિતવિસ્તરા’ વૃત્તિ જૈન શાસનમાં ખૂબ જ શ્રદ્ધેય, અર્થગંભીર ને વિશિષ્ટ કોટિનું સ્થાન ધરાવતી સર્વશ્રેષ્ઠ સાહિત્ય કૃતિ છે. પૂ. યાકિની ધર્મસૂનુ આચાર્ય ભગવંતે પોતાની સર્વ શક્તિઓનું અમી સીંચી આ ગ્રંથરત્ન રૂપ કલ્પવૃક્ષની આપણા પરમ પુણ્યોદયે જૈન સંઘને ચરણે અણમોલ ભેટ ધરી છે.
‘ઉપમિતિભવપ્રપંચકથા' જેવા મહાન ને ચમત્કારિક ગ્રંથરત્નની રચના કરનાર પૂ. પાદ સિદ્ધર્ષિ ગણિ જેવા ધુરંધર વિદ્વાન મહર્ષિએ પણ જે લલિતવિસ્તરા ગ્રંથને બિરદાવતાં સ્પષ્ટપણે પોતાના તે ગ્રંથમાં ઉલ્લેખ કરેલ છે કે
-
अनागतं परिज्ञाय, चैत्यवंदन संश्रया । मदर्थं निर्मितां येन, वृत्ति ललितविस्तरा ॥
ભાવિકાલે થનારા મારા ઉપકારને માટે જેઓશ્રીએ ચૈત્યવંદન સૂત્રોને આશ્રયીને લલિતવિસ્તરા વૃત્તિની રચના કરી છે. આ રીતે પૂ.આ. શ્રીમદ્દેવસૂરીશ્વરજીમહારાજશ્રીના ગુરૂદેવ પૂ. સમર્થ ટીકાકાર આચાર્ય ભગવંત શ્રીમદ્ભુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી જેવા સમર્થ મહાપુરૂષે પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીની સાહિત્ય કૃતિ ‘લલિતવિસ્તરા'ના મહિમાનું ગુણગાન કરતાં, તેની ‘પંજિકા’ નામની લઘુટીકા રચતાં મંગલાચરણમાં ફરમાવે છે કે
को ह्येनां विवृणोतु ? नाम विवृतिं स्मृत्यै तथाप्यात्मनः ॥
પૂ. સૂરિપુરંદર આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિ મહારાજ રચિત આ લલિતવિસ્તરા વૃત્તિના વિવરણને કરવાને માટે કોણ સમર્થ છે ?
પ્રસ્તુત ‘લલિતવિસ્તરા' દેવવંદનના સૂત્રોપરની ગંભીર, ગહન તથા અનેકવિધ શાસ્ત્રરહસ્યોથી ભરપૂર વૃત્તિની રચના પૂ. સૂરિમહારાજશ્રીએ અરિહંત પરમાત્મા પ્રત્યેની અનન્ય ભક્તિભાવનાથી કરેલી છે.
જૈન શાસનમાં યાવત્ સમસ્ત સંસારમાં શરણરૂપી શ્રી અરિહંત ભગવંત છે. ત્રણેય લોકના જીવો માટે ત્રણેય કાલમાં શ્રી અરિહંત પરમાત્મા મંગલરૂપ છે, જન્મ-જરા-મરણ, આધિ-વ્યાધિ તથા ઉપાધિ ને રોગ, શોક તેમજ સંતાપના ત્રિવિધ ચક્રવ્યૂહની વચ્ચે પીંખાઈ-પીંસાઈ રહેલ સમસ્ત જીવરાશિ માટે
ગુજરાતી અનુવાદક
આ
તીકરસૂરિ મ.સા.