SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત- વિસરા હિરભવસર રચિત { ૨૪૨) પ્રત્યક્ષાદિરૂપ બુદ્ધિના જ્ઞાન પ્રત્યે કોઈ બીજાં જ્ઞાન, સાધન રૂપે નથી અર્થાત પ્રત્યક્ષાદિરૂપબુદ્ધિવિષયકજ્ઞાનગ્રાહક કોઈ બીજાં જ્ઞાન નથી. કારણ કે; અનુમાન-આગમ આદિ બીજા બધા જ્ઞાનનો વિષય, પ્રત્યક્ષાદિરૂપ બુદ્ધિ નથી. જો અનુમાન-આગમ આદિ બીજા બધા જ્ઞાનનો વિષય, પ્રત્યક્ષઆદિરૂપબુદ્ધિ વિષયક (ગ્રાહક) અનુમાન આદિ જ્ઞાનાંતરની કલ્પના કરવાથી અનવસ્થા થાય ! કેમકે; અજ્ઞાત સ્વ-સ્વરૂપવાળું જ્ઞાન, બીજાને કેવી રિતે પ્રકાશિત કરે ? તેમ તો છે જ નહીં કારણ કે, સહુસહુના વિષય જુદા જુદા છે. તથાતિ| સામે રહેલો પદાર્થ, પ્રત્યક્ષનો વિષય છે, તે વખતે અનુપલભ્યમાન પદાર્થ, અનુમાનનો વિષય છે, પ્રત્યક્ષ અનુમાનથી અસિદ્ધ-પરલોક આદિ પદાર્થ, આગમનો વિષય છે, આ પ્રમાણે પ્રત્યક્ષ આદિ પ્રમાણોનો વિષય, નિયત છે. સારાંશ કે; સ્વભિન્ન કોઈ બીજું જ્ઞાન, પ્રત્યક્ષઆદિરૂપ જ્ઞાનને વિષય તરીકે પકડી શકતું નથી કારણ કે; સહુસહુ જ્ઞાનના વિષયો ભિન્ન ભિન્ન છે. ત્યારે પોતે જ (પ્રત્યક્ષઆદિરૂપ જ્ઞાન) પોતાને વિષય તરીકે પડવા સમર્થ છે. કારણ કે; એ પોતાનો વિષય છે. –ઉપરોક્ત વિષયની મંથનપૂર્વક ચાલુ ચર્ચા– न ज्ञानव्यक्तिर्विषयः, तदा तदसत्त्वात्, न तत्सामान्यं, तदात्मकत्वात्, न च व्यक्त्यग्रहे तद्ग्रह इत्यपि चिन्त्यं, ભાવાર્થ–સ્વનિયત (પોતપોતાના ચોક્કસરૂપ) બાહ્ય પદાર્થ-પરપદાર્થરૂપવિષયગ્રાહક પ્રત્યક્ષઆદિરૂપ જ્ઞાનવ્યક્તિ અનુમાનઆદિજ્ઞાનમાં વિષય તરીકે પ્રતિબિંબિત કે ભાસિત થતી નથી અર્થાત્ અનુમાન આદિ જ્ઞાન, સ્વનિયત પરપદાર્થ ગ્રાહક પ્રત્યક્ષ આદિ જ્ઞાનને વિષય તરીકે પકડવા સમર્થ નથી. કારણ કે, તે વખતે-અનુમાનઆદિ બુદ્ધિના કાળમાં ગ્રાહ્યરૂપ-વિષયરૂપ-પ્રત્યક્ષઆદિરૂપ જ્ઞાનવ્યક્તિ (વિશેષ)નું અસત્ત્વ (અભાવ) છે. કેમકે; એકી" સાથે-એક સમયમાં બે જ્ઞાનનો અસ્વીકાર છે. શંકા–અનુમાનઆદિ બુદ્ધિનો વિષય, ભલે પ્રત્યક્ષ જ્ઞાન રૂપ જ્ઞાનવ્યક્તિ વિશેષ) ન હો ! પરંતુ અનુમાનઆદિ બુદ્ધિનો વિષય, પ્રત્યક્ષઆદિ જ્ઞાનસામાન્ય, માનીએ તો શો વાંધો ? સમાધાન-અનુમાનઆદિબુદ્ધિનો પ્રત્યક્ષઆદિવાસ્તુ-સામાન્ય, વિષય નથી. કારણ કે, પ્રત્યક્ષઆદિરૂપજ્ઞાનવ્યક્તિની સાથે પ્રત્યક્ષઆદિજ્ઞાન સામાન્ય, તદાત્મક-અભિન્ન છે. જ્ઞાનવ્યક્તિ વિશેષ) સર્વે જ્ઞાન સામાન્યની સત્તા છે, જ્ઞાનવ્યક્તિના અભાવમાં જ્ઞાનસામાન્યનો અભાવ છે. કેટલીક વ્યક્તિઓથી-યત્કિંચિત્ વિશેષોથી, સામાન્ય ભિન્ન છે એવો સ્વીકાર કરો તો, સામાન્યજ્ઞાનના આધારરૂપ પ્રત્યક્ષઆદિજ્ઞાનવ્યક્તિનું ગ્રહણ (જ્ઞાન) જ્યારે નથી ત્યારે આધેયભૂત જ્ઞાનસામાન્યનું ગ્રહણ કયાંથી જ સંભવે ? અર્થાત ન જ સંભવે (જ્યારે પ્રત્યક્ષઆદિજ્ઞાનવિશેષોનો કૂટ, અનુમાનઆદિ બુદ્ધિનો વિષય નથી ત્યારે જ્ઞાન સામાન્ય પણ વિષયતરીકે કયાંથી સંભવે ?) કેવળ વ્યક્તિના અભાવમાં સામાન્યનો અભાવમાત્ર બાજરાતી અનુવાદક - આ ભદ્રકરસૂરિ મ. સારા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy