________________
લલિત-વિરારા . આ હરિભકસર રચિત
૨૨૯) વળી ધર્મધ્વંસ જોઈ ધર્મતીર્થની પુનઃ સ્થાપના કરું કે જેથી પ્રાણીઓનો સંસારસાગરથી નિસ્વાર થાય એવી કરૂણાબુદ્ધિથી જન્મ-અવતાર લે છે અર્થાત જન્મ-ધારણમાં ધર્મ તીર્થનો તિરસ્કાર એ હેત છે એમ કહેવું ગેરવ્યાજબી છે. કેમકે; કર્મકૃત બુદ્ધિવિપર્યાસરૂપ અવિદ્યાકે ભવાધિકારરૂપ હેતુનો અભાવ હોવાથી જન્મનો:અવતરવાનો સંભવમાત્રપણ નથી. જો ઈશ્વરમાં ભવાધિકાર કે અવિદ્યા માનો તો, ઈશ્વર, ભવાધિકાર અને ઘાતિકર્મરૂપ છબવાળા-છદ્મસ્થ થઈ જાય તો છદ્મસ્થરૂપ તેઓમાં સર્વ પદાર્થ વિષયક કેવલજ્ઞાન પણ ક્યાંથી સંભવે ? અથવા સકલકર્મક્ષયરૂપ અપવર્ગ-મોક્ષનો સંભવ પણ કેવી રીતે ? આ વિષયને ખૂબ વિચારો !
-મુક્તઆત્માઓ સંસારમાં ફરીથી ફેરો મારે છે એવા મતનું નિરાકરણ-અને ભવ્યોની મુક્તિ સતત હોવાથી સંસાર, શૂન્યમાં ફેરવાઈ જશે એવી માન્યતાનું સખ્ત કે પુખ્ત ખંડન
न चान्यथा भव्योच्छेदेन संसारशून्यतेत्यसदालम्बनं ग्राह्यं आनन्त्येन भव्योच्छेदासिद्धेः, अनन्तानन्तकस्यानुच्छेदरूपत्वात् ।
ભાવાર્થ-(શંકા) જો તમે મોલમાં ગયેલ મુક્ત આત્માઓ સંસારમાં ફરીથી આવતા નથી એમ માનશે તો, ભવ્યોનો (મોક્ષગમનયોગ્યોનો) ઉચ્છેદ-ધ્વંસ થવાથી સંસાર-સૃષ્ટિ, શૂન્ય-ભવ્યજીવવગરની થઈ જ જશે ને?
સમાધાન આવા કુતર્કનું તમારે આલંબન લેવું ઠીક નથી. કારણ કે, ભવ્યોનું અનંતપણું હોવાથી અર્થાત ભવ્યો “મધ્યમ અનન્તાનંત પ્રમાણવાળી સંખ્યામાં વર્તતા હોવાથી ભવ્યોના ઉચ્છેદની અસિદ્ધિ કે અસંભવિતતા. છે. કારણ કે; અનંતાનંતક-અનંતાનંત સંખ્યાવાળી વસ્તુ, અનુચ્છેદરૂપ- અક્ષય-અનંત-નિત્યરૂપ છે.
1-અનંત આત્મક સંખ્યાનું ભેદો પૂર્વક સ્વરૂપ
(૧) જધન્ય પ્રત્યેક અનંત (૨) મધ્યમ પ્રત્યેક અનંત (૩) ઉત્કૃષ્ટ પ્રત્યેક અનંત (૪) જધન્યયુક્ત અનંત-આ ચોથ. અનંતે અભવ્ય જીવો છે. જધન્યયુક્ત અનંત પ્રમાણ હોવાથી (૫) મધ્યમયુક્ત અનંત, આ અનંતે સિદ્ધો છે. અભવ્યોથી અનંતગુણા જીવો સિદ્ધ થયેલા છે. (સમ્યકત્વપતિતો પણ આ અનંત છે) (૬) ઉત્કૃષ્ટયુક્ત અનંત (૭) જધન્ય અનંતાનંત, (૮) મધ્યમ અનંતાનંત-આ અનંતાનંત રૂપ અનંત નામક સંખ્યામાં બાવીસ વસ્તુઓ છે. જે અનુક્રમે અધિકાધિક છે. તથાપ્તિ (૧) પર્યાપ્ત બાદર વનસ્પતિકાય (સિદ્ધાં કરતાં એક નિગોદમાં પણ અનંતા જીવો છે) (૨) બાદરપર્યાપ્તા જીવ (૩) અપર્યાપ્ત બાદર વનસ્પતિકાય (૪) બાદર અપર્યાપ્ત જીવ (૫) સર્વ બાદર જીવ (૬) સૂક્ષ્મ અપર્યાપ્ત વનસ્પતિ (૭ સૂક્ષ્મ અપર્યાપ્ત (૮) સૂક્ષ્મ પર્યાપ્ત વનસ્પતિ (૯) પર્યાપ્ત સૂક્ષ્મ જીવો (૧૦) સર્વ સૂક્ષ્મ જીવો (૧૧) ભવ્ય જીવો. ચોથા અનંત જેટલા અભવ્યો સિવાય સર્વે ભવ્ય હોવાથી (૧૨) નિગોદ જીવો (૧૩) વનસ્પતિ જીવો (૧૪) એકેન્દ્રિય જીવો (૧૫) તિર્યંચ જીવો (૧૬) મિથ્યાદ્રષ્ટિ જીવો (૧૭) અવિરત જીવો (૧૮) સકષાય જીવો (૧૯) છદ્મસ્થ જીવો (૨૦) સયોગી જીવ (૨૧) સંસારી જીવ (૨૨) સર્વ જીવો.
તથાચ જેટલા જીવ વ્યવહારરાશિથી નીકળી મોક્ષે જાય છે. તેટલા જીવ, અનાદિ નિગોદમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવે છે. માટે આ સંસાર કદી ભવ્ય જીવોથી ખાલી થશે નહીં. જેવી રીતે નિગોદરાશિ અક્ષય-અનંત છે, તેવી રીતે ભવ્યજીવરાશિ પણ અક્ષય-અનંત છે.
२ यथाचोक्तं वार्तिककारेण 'अत एव च विद्वत्सु मुच्यमानेषु सन्ततम्, ब्रह्माण्डलोकजीवानामनन्तत्वादशून्यता ॥१॥ अत्यन्यूनातिरिक्तवैर्युज्यते परिमाणवत् । वस्तुन्यपरिमेये तु नूनं तेषामसम्भवः ॥२॥
જાતી અનુવાદક - આ મકરસૂરિ મ. સા.