SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ તિવરાજ GPભાર રચિત (૨૨૬ ક્ષેત્ર-કાલ-ભાવરૂપ વિષય-વિષયકજ્ઞાન-બોઘનો અસંભવ કે અભાવ વિદ્યમાન છે. વળી સકલહેય વિષયક પરિજ્ઞાન હોય છતે પરિપૂર્ણ ઉપાદેય વિષયકબોધ, શક્ય છે. કારણ કે; હ્રસ્વદીર્ઘની માફક, પિતા પુત્રની તરેહ હેય અને ઉપાદેય, પરસ્પર-આસપાસ આપસમાં સંબંધી-અપેક્ષિત છે. આ તમામને નહીં જાણનાર, સવંશતઃ પરોપકારરૂપ પરાર્થનું સંપાદન કેવી રીતે કરી શકે ? હરગીજ ન કરી શકે. એટલે જ કહેવાય છે કે પુરૂષાર્થ-ઉપયોગી ઈષ્ટતત્ત્વથી ભિન્ન અભિપ્રાય-દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ તથા સમસ્ત હેય-ઉપાદેયરૂપસકલ વિષય-વિષયકજ્ઞાન-પ્રકર્ષશાલી હોઈ ભગવંતો અવિકલ-સવંશતઃ પરાર્થસંપાદન કરવા સમર્થપ્રભુ થાય છે. આમ સૂક્ષ્મબુદ્ધિ-કુશાગ્રબુદ્ધિથી વિચારો ! વળી ‘અપ્રતિહતવરજ્ઞાનદર્શનધરા: આ વિશેષણપદમાં પ્રથમજ્ઞાન અને પછી દર્શનનું ગ્રહણ કરવાનું કારણ એ છે કે; કેવલજ્ઞાન આદિસર્વલબ્ધિઓ, સાકારોપયોગ-જ્ઞાનરૂપ ઉપયોગથી યુક્ત આત્માને જ પ્રગટ થાય છે. કિન્તુ દર્શનરૂપ ઉપયોગથી યુક્ત આત્માને થતી નથી એમ જણાવવા સારૂ જ્ઞાનપદનું અહિં આદિમાં (પહેલું) ગ્રહણ કરેલ છે. ઈતિ એવું આ અવ્યયપદ, અપ્રતિહતવરજ્ઞાનદર્શનઘરરૂપ સૂત્રની વ્યાખ્યા કે વિવરણની સમાપ્તિનું સૂચન કરે છે ૨૫ –“નમોત્થણરૂપ સૂત્ર-સ્તોત્રના ૨૬મા પદની વ્યાખ્યાની અવતરણિકા– एतेऽप्याजीविकनयमतानुसारिभिर्गोशालशिष्यैस्तत्त्वतः खल्वव्यावृत्तच्छद्मान एवेष्यन्ते, "तीर्थनिकारदर्शनादागच्छन्तीति" 'वचनाद्, एतनिवृत्त्यर्थमाह ભાવાર્થ-આજીવિકનયમતના અનુયાયી, ગોશલાના શિષ્યો, આ તીર્થકર ભગવંતોને અપ્રતિહતવરશાનદર્શનઘરો તરીકે માને છે પરંતુ તત્ત્વતઃ દોષશૂન્ય કે ઘાતકર્મના ક્ષયવાળા માનતા નથી અર્થાત તીર્થનાયકો, દોષવાળા કે ઘાતિકર્મવાળા છે એમ તેઓ માને છે કારણ કે; “જ્ઞાની એવા તીર્થપ્રવર્તકો પરમપદરૂપ મોલમાં જઈને થતો ધર્મ તીર્થનો તિરસ્કાર જોઈ ફરીથી સંસારમાં આવે છે' આવું તેઓનું વચન, આ વિષયમાં સાક્ષી પૂરે છે. આજીવિકનયમતાનુયાયિકલ્પિત, તીર્થતિરસ્કાર જોઈ સંસારમાં મુક્ત-ઈશ્વરના આગમનરૂપ માન્યતાનું ખંડન કરવા સારૂ કહે છે કે, १ तथा चाहुराजीविकनयानुसारिणः- "ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । गत्वाऽऽगच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः" ॥ I. ૫. અન્ય. યો. ચ. નો. ૧. વળી કેટલાક બીજાઓનું પણ કહેવું છે કે “સજ્જનોના રક્ષણ કાજે, દુષ્ટોના સંહાર કાજે ઇશ્વર-ભગવંત જાગે જાગે જન્મ લે છે.” “રિત્રાણાય સાધૂના, વિનાશાય કુછતા | સંસ્થાના સર્ભવામિ યુગે ” વળી કેટલાક એમ માને છે કે ધર્મની ગ્લાનિ થતી જોઈને ધર્મનો વિનાશ થતો જોઈને પરમપદ પામેલા એવા જ્ઞાનીઓ તે સ્થિતિ દૂર કરવાને માટે ફરીવાર જન્મ ધારણ કરે છે. રાવતી અનુવાદ ભકિરસૂરિ મ.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy