SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિખરા ૯૨ભાવ રચિત ૨૨૪) દ્રષ્ટાંતપૂર્વક દ્રાષ્ટ્રતિકમાં ચાલુ વ્યાપ્તિની સંકલના દા. ત. જેમ કે જે રોગનો જે ચિકિત્સાથી દવા કરવાથી થોડો નાશ થાય છે. જેમ, વાદળો જે પવનથી થોડાં ખસી જાય છે. તે વાદળો ઉત્કૃષ્ટ-જોરદાર-વેગીલા પવનથી સર્વથા ખસી જાય છે. તેમ જીવના આત્મપ્રદેશો સાથે એકમેક થયેલ કર્મ આવરણરૂપી રોગ કે વાદળોનો સર્વ ઉત્કૃષ્ટ-સંપૂર્ણ વિશિષ્ટ પ્રતિપક્ષસેવનારૂપી ચિકિત્સા કે પવનથી સર્વીશે લય અદુષ્ટ – યુક્તિયુક્ત - સત્ય છે એટલે જ આવરણક્ષય, સૂપ પાદસુબોધ્ય-સારી રીતે પ્રતીત થાય કે સમજી શકાય એવો છે. શ્રદ્ધેય માત્ર નથી પરંતુ યુક્તિગમ્ય -પ્રકૃતવસ્તુની સિદ્ધિ જીવનો-આત્માનો આ સ્વભાવ છે કે જ્યારે આવરણનો (સર્વજ્ઞાનઆદિપ્રતિબંધક 'આવરણનો) ક્ષય થાય ત્યારે સર્વજ્ઞાન-સકલય વિષયક અવબોધરૂપ કેવલજ્ઞાન થાય છે' એ દીવા જેવી ખુલ્લી વાત છે. –પ્રસ્તુતવસ્તુની સ્પષ્ટતા ૨ આંખે પાટો બાંધવાથી જેમ કોઇપણ ચીજ દેખી કે જાણી શકાતી નથી. તેમ આત્માના જ્ઞાનરૂપ નેત્રને જ્ઞાનાવરણ કર્મરૂપ પાટો આવી જતાં-પડદો આવી જવાથી આત્મા કાંઇપણ જાણી શકાતો નથી. તથાચ કેવલજ્ઞાનાવરણના ક્ષયથી ઉત્પન થનાર અને આત્માના પ્રકાશરૂપ જ્ઞાનને કેવલજ્ઞાન' અને એ જ્ઞાનના આવરણને કેવલજ્ઞાનાવરણ' કહેવામાં આવે છે. આ સાવરણ તો સર્વઘાતિ છે. ૧ જેમ કેવલજ્ઞાન પ્રત્યે કેવલજ્ઞાનાવરણ ક્ષય, કારણભૂત છે તેમ અહીં કેવલદર્શન પ્રત્યે ઉપલક્ષણથી કેવલદર્શનાવરણ ક્ષય, કારણભૂત છે એમ જાણવું. તથાહિ-કેવલદર્શનાવરણના ક્ષયથી ઉત્પન્ન થનારો આત્માનો સાક્ષાત્કાર સ્વરૂપી સામાન્ય માત્ર બોધ “કેવલદર્શન' કહેવાય છે અને કેવલદર્શનના આવરણને કેવલદર્શનાવરણ” એમ ઓળખવામાં આવે છે. આ સર્વઘાતી છે તથાચ આત્માએ સ્વભાવિક રીતે પ્રાપ્ત કરેલ દર્શનલબ્ધિના વિનાશમાં નિદ્રાદિકની પ્રવૃત્તિ થાય છે એથી એ “સર્વઘાતિ' ગણાય છે. ચક્ષુર્દર્શનાવરણ ચતુષ્ટય પૈકી પ્રાથમિક ત્રણ પ્રકૃતિ દેશઘાતિ છે જ્યારે કેવલદર્શનાવરણ સર્વઘાતી છે. ઉપરોક્ત નિદ્રાદિનું ટૂંકું વર્ણન=(૧) નિદ્રા-સુખેથી જાગી શકાય એવી સ્વાપઅવસ્થા વિશેષને નિદ્રા' કહેવામાં આવે છે. (૨) નિદ્રાનિદ્રા-જે સ્વાપઅવસ્થાવિશેષમાંથી કષ્ટ કરીને જાગૃત થવાય ઘણીવાર બોલાવે ત્યારે જગાય તે નિદ્રાનિદ્રા' કહેવાય છે. (૩) પ્રચલા-ઉભા ઉભા અથવા બેઠા બેઠા જે ઊંઘ આવે તે “પ્રચલા) કહેવાય છે. (૪) પ્રચલાપ્રચલા-ચાલતાં ચાલતાં જે ઉંઘ આવી જાય તે “પ્રચલપ્રચલા' કહેવાય છે. (૫) રત્યાદ્ધિ-દિવસના ચિંતવેલ પદાર્થને લગતી તીવ્ર આકાંક્ષારૂપ વિષયવાળી સ્વાપઅવસ્થાને “રત્યાદ્ધિ કહેવામાં આવે છે. આ નિદ્રાવાળી વ્યક્તિ, ઊંઘમાં ને ઊંઘમાં જાગતા માણસની પેટે હરે ફરે, બજારમાં જઈ વસ્તુઓનું તોલ વિગેરે કરે, વનમાં જઈ પશુઓ સાથે યુદ્ધ કરે, અને હાથીના દંતશુળ પણ કાઢી લાવે. જો આ પ્રથમ સંતાનનવાળી વ્યક્તિ હોય તો ચક્રવર્તીના ચોથા ભાગે એનું બળ હોય, નહિ તો જાગૃત અવસ્થા કરતાં સાત-આઠ ગણું ઉત્કૃષ્ટ બલ હોય. આવતી નવા જ ભકિરિ મ.સા સ્કાર ગુજરાતી અનુવાદ,
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy