SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસરા - એ ભવારિ રચિત કી લક્ષણમીમાંસા=જો એમ કહીએ કે, “જે જે આવરણ વગરના છે, તે તે અપ્રતિકતવરજ્ઞાનદર્શનના ધારક છે' તો ઘર્માસ્તિકાય વિગેરે, આવરણ શૂન્ય હોઈ, અપ્રતિકતવરજ્ઞાનદર્શનના ધારક થઈ જાય ! આ મહાઅનિષ્ટ છે અર્થાત્ લક્ષ્યભિન્નધર્માસ્તિકાય આદિમાં લક્ષણની અતિવ્યાપ્તિ આવે ! તે અતિવ્યાપ્તિદોષને વારવા સારૂ “સર્વવિષયકજ્ઞાનદર્શનસ્વભાવ” રૂપ વિશેષણનું ગ્રહણ કરેલ છે. હવે જો એમ કહીએ કે “જે જે સર્વવિષયક જ્ઞાનદર્શનરૂપ સ્વભાવવાળાઓ છે તે તે અપ્રતિહતવરજ્ઞાનદર્શનના ઘારક છે' તો શુદ્ધ સંગ્રહનયના અભિપ્રાયથી સાર્વદિક સર્વવિષયક જ્ઞાનદર્શનરૂપ સ્વભાવવાળા તો એકેન્દ્રિય આદિ જીવો પણ છે તે લક્ષ્યભિન્ન એકેન્દ્રિય આદિ જીવો, અપ્રતિહતવરજ્ઞાનદર્શનના ધારક થાય ! તે ઈષ્ટ કે સર્વનયસંમત નથી. અર્થાત અપ્રતિકતવરજ્ઞાનદર્શનધરત્વના અભાવવાળા-લક્ષ્યભિન્ન એકેન્દ્રિય આદિ જીવોમાં અન્યનયાભિપ્રાયથી સર્વવિષયક જ્ઞાનદર્શનસ્વભાવત્વરૂપ લક્ષણની અતિવ્યાપ્તિ છે અત એવ આ દોષ દૂર કરવા સારૂ નિરાવરણત્વરૂપ વિશેષ પદનું ગ્રહણ કરેલ છે. એટલે અન્યાયના અભિપ્રાયથી એકેન્દ્રિય આદિમાં સર્વવિષયકજ્ઞાનદર્શનસ્વભાવત્વ હોવા છતાંય આવરણરહિતપણું નથી. અતએવ લક્ષણ, અતિવ્યાપ્તિદોષશૂન્ય છે. એવંચ અપ્રતિકતવરજ્ઞાનદર્શનધર, ભગવંતો, ઈતરોથી જુદા છે. કેમકે; ભગવંતોમાં કેવલજ્ઞાનદર્શનસ્વભાવવૈવિશિષ્ટ આવરણરહિતપણું છે. એમ અહી આ લક્ષણ, ઈતરભેદ સાધવામાં ઉપયોગી બને છે. આ પ્રમાણે લક્ષણ, સુવ્યવસ્થિત કરી હવે લક્ષણને હેતુ બનાવી, અપ્રતિહતવરજ્ઞાનદર્શનધરત્વરૂપ સાધ્યની સિદ્ધિ કરે છે કે “ભગવંતો (પક્ષ) અપ્રતિહતવરજ્ઞાનદર્શનધરો છે (અપ્રતહિતવરજ્ઞાનદર્શનધરત્વરૂપ અહીં સાધ્ય છે) નયાંતરના અભિપ્રાયથી સાર્વદિક સર્વજ્ઞ સર્વદર્શિત્વરૂપ હોયે છતે આવરણરહિતપણું હોવાથી (અહીં નયાંતરાભિપ્રેત સાર્વદિક સર્વજ્ઞાનદર્શન વિશિષ્ટ આવરણરહિતપણું અહીં હેતુ છે.) પ્રકૃતિ અનુમાનગત અવયવ મીમાંસા= સત્યે તાÀ દેતોપત્તિસ્તોપત્તિ, સતિ સાથે તોરગુપત્તિવાન થાનુપત્તિઃ' -(૧) હેતુપ્રયોગ બે પ્રકારનો છે. આ સાધ્ય હોય તો હેતનું હોવું તે તથોડપત્તિરૂપ પહેલો પ્રકાર જાણવો. યથાત્ર અપ્રતિહતવરજ્ઞાનદર્શનધારત્વરૂપ સાધ્ય હોય છતેજ સર્વજ્ઞસર્વદર્શિત્વ વિશિષ્ટ આવરણના અભાવરૂપ હેતુ છે તે તથોપપત્તિ. મા સાધ્ય ન હોય તો હેતુનું ન હોવું તે અન્યથાનુપપત્તિરૂપ બીજો પ્રકાર જાણવો. જેમકે અહીં અપ્રતિહતવરજ્ઞાનદર્શનઘરત્વરૂપ સાધ્ય ન હોય તો સર્વજ્ઞસર્વદર્શિત્વ વિશિષ્ટ આવરણના અભાવરૂપ હેતુ ન હોય. (२) 'पक्षीकृत एव विषये साधनस्य साध्येन व्याप्तिः' तथा च प्रकृते अर्हद्भगवन्मात्रस्य पक्षत्वाद् दृष्टान्ताभावात् - - અસંભવ-જે વસ્તુનું લક્ષણ બનાવ્યું હોય તે વસ્તુના એકપણ ભાગમાં જો તે લક્ષણ પ્રાપ્ત ન હોય, સર્વથા અપ્રાપ્ત જ હોય, તો તે લક્ષણમાં “અસંભવ' નામનો દોષ જાણવો. દા. ત. જો ગાયનું લક્ષણ એમ કરીએ કે જેને પાંચ પગ હોય તે ગાય જાણવી’ તો આવું લક્ષણ કોઇપણ ગામમાં પ્રાપ્ત થતું નહિ હોવાથી, આ લક્ષણ “અસંભવ' નામના દોષથી દૂષિત ઠરે છે. હાકાહારી ગજરાતી અનુવાદ , ભદ્રસૂરિ મ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy