SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ કા , તા . મા કકકકક વિસરા હરિદાર ચણત { ૨૦૯ જે ધર્મવરચક્ર, દાન-શીલ-તપ અને ભાવના નામના ચાર પ્રકારના ધર્મદ્વારાએ આરાધકગણરૂપ શ્રોતૃગણનો, અંત એટલે પ્રક્રમથી (અધિકાર-પ્રસ્તાવ કે પ્રકરણવશા) ભવાંત-સંસારનો અંત કરે છે. તે ધર્મવરચક્ર, ચતુરંત' તરીકે પંકાય છે કે ગવાય છે. હવે ચક્રની ચર્ચા કરતાં કહે છે. કે; જેમ ચક્રવર્તીનું ચક્ર, ભયંકર બાહ્ય શત્રુઓનો ઉચ્છેદ કરનારૂં છે તેમ આ ધર્મવરચક્ર, અત્યંત ભયંકર મહામિથ્યાત્વઆદિરૂપ ભાવશત્રુઓને જડમૂળથી ઉખાડી નાખનારું છે. તથા ચ શાસ્ત્ર પ્રસિદ્ધ આ બીના છે કે; “આ ઘર્મચક્રવડે મિથ્યાત્વ-અવિરતિ-કષાય-યોગ-પ્રમાદ આદિ ભાવશત્રુઓ જડમૂળથી ઉખાડી નખાય છે.' અર્થાત્ ભગવંતો કે ભક્તશ્રોતાઓ, ધર્મચક્રવડે મિથ્યાત્વ આદિ આન્તર અરિઓનું ઉમૂલન કરે છે. કારણ કે; દાન વિગેરેના અપ્રયાસથી આગ્રહ-પરિગ્રહ-મૂર્છા-લોભ વિગેરે દોષો અટકી જાય છે તૂટી જાય છે. અર્થાત્ શાસ્ત્રવિહિતદાનશીલ-તપ કે શુભ અધ્યવસાય માત્ર રૂપ ભાવનાના અભ્યાસમાં (એકના એક કામ પાછળ તે સિદ્ધ થાય ત્યાં સુધી ખંતથી મચ્યા રહેવું તે, ટેવ કે મહાવરો પાડવામાં) પરાયણ-એક નિષ્ઠ પુરૂષને, અનુક્રમે મૂક્ષ્મ (પરિગ્રહસંજ્ઞા)ની નિવૃત્તિ-મૈથુનસંજ્ઞાની નિવૃત્તિ આહારસંજ્ઞાની નિવૃત્તિ અને ભયસંજ્ઞાની નિવૃત્તિની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વળી આ બીના મહાત્માઓને પોતાના અંગત અનુભવથી સિદ્ધ જ છે. આ પ્રમાણે અહી આ પદનું ગૂઢ રહસ્ય કે હૃદય જાણવું. -ભગવંતો, ધર્મવરચતુરન્તચક્રસંપન્ન ક્યા કારણે કયારથી થાય છે અને ક્યાં સુધી રહે છે એ વિષયના વિમર્શનું દિગ્ગદર્શન___ एतेन च वर्तन्ते भगवन्तः; 'तथाभव्यत्वनियोगतो वरबोधिलाभादारभ्य तथा तथौचित्त्येन असिद्धिप्राप्तेः, एवमेन વર્તાનાયિતિ | અર્થ– આ ઘર્મરૂપી પ્રધાન ચતુરન્ત ચક્રવડે, (અથવા દાન આદિ ચારરૂપ ધર્મવડે) ભગવંતો, તથા (તીર્થંકરપણાના હેતુરૂપ) ભવ્યત્વના નિયોગથી (નિયોગ-પ્રેરણા-આજ્ઞાપ્રવર્તનજન્ય) વરબોધિના લાભથી માંડી, સિદ્ધિપ્રાપ્તિ સુધી તથા તથા ઔચિત્યપૂર્વક વર્તનારા હોઈ ભગવંતો ધર્મવર ચાતુરન્ત ચક્રવર્તી' કહેવાય. છે. તથાચ જોકે ભવ્યત્વ તમામ આત્માઓનું સરખું છે. કિંતુ પ્રત્યેકભવ્ય આત્માઓનો મોક્ષ, સમાનકાળે અને સમાનસામગ્રીઓથી થતો નથી. એટલે પ્રત્યેકનું “તથાભવ્યત્વ' જુદી જુદી જાતનું છે. શ્રી જિનેશ્વર દેવના આત્માઓનું સહજતથાભવ્યત્વ, સર્વકરતાં વિશિષ્ટ કોટીનું છે. જેમ જેમ તેઓશ્રીનું “સહજતથાભવ્યત્વ' તે તે સામગ્રીના યોગે પરિપકવ થતું જાય છે તેમ તેમ તેમની વિશિષ્ટતા બહાર આવતી જાય છે. તીર્થંકરપદવીના ૧ કોથતા વેદ વિયા, વીગસિયાલયા માત્મનઃ સહના ચિત્રા, તથા બચત્યિતઃ | ૨૭૮ || યોગબિન્દૌ. “બચતું નામ સિદ્ધિામનયષ્યત્વનાપિરિણામો ભાવઃ, તથા મીત્વે જૈવ નિનૈવત્યાદિના વિદ્યારે વિચાપ' અર્થ–બીજરૂપ ધર્મપ્રશંસા આદિ (આદિશબ્દથી ધર્મચિંતા શ્રવણ અનુષ્ઠાન વિગેરે લેવાં)ની અપેક્ષા રાખી, (બીજ સિદ્ધિ આદિ અવચ્છેદન) આત્માની, જીવસમાનકાલભાવિ વૈવિધ્યવાળી (કાલ-સ્વભાવ-નિયતિ આદિ પ્રકારજન્ય વૈચિત્રાવચ્છિન) યોગ્યતા-ભવ્યતા ‘તથાભવ્યત્વ કહેવાય છે. બાજરાતી અનુવાદક , ભદ્રકરસૂરિ મા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy