SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ક લલિત-વિસ્તરા - - હરિભદ્રસૂરિ રચિત ૬ ૨૦૭) ભાવાર્થ – જેમ ઘર્મદ, ઘમદશક, ધર્મનાયક, ઘર્મસારથિ છે તેમ ધર્મવરચતુરન્તચક્રવર્તી છે. અર્થાત્ ધર્મવરચતુરન્ત ચક્રવર્તી એવા અરિહંત-ભગવંતોને નમસ્કાર હો !” અહીં “ધર્મવરચતુરંતચક્રવર્તી રૂપ સૂત્ર ઘટક ધર્મપદથી અધિકૃત ચારિત્રરૂપ ધર્મ જ લેવો. તથા ચ વ્યુત્પત્તિલભ્ય એ અર્થ થાય છે કે, તે વિશિષ્ટ ચારિત્ર ઘર્મરૂપી, વર=પ્રધાન, ચતુરાચાર ગતિના અંતનો-ઉચ્છેદનો હેતુ હોઈ ચતુરંત, ચક્ર જેવા ચક્રરૂપ, (ગોળ ધારદાર હથિયારરૂપ ચક્રની ઉપમા ચારગતિનો ઉચ્છેદ કરનાર ધર્મચક્રને આપવામાં આવી છે.) તેના વડે અર્થાત્ ધર્મરૂપી વર (પ્રધાન) ચતુરંત (ચારગતિના ઉચ્છેદક) ચક્ર (ચક્ર જેવા ચક્ર) વડે વર્તવાનો-રહેવાનો જેઓનો સ્વભાવ-તાસીર છે તેઓ ધર્મવરચતુરંતચક્રવર્તીઓ કહેવાય છે. -ઘર્મવર ચતુરંત ચક્રવર્તી રૂપ પદના અર્થના વિષયની નિષ્કર્ષ-વિસ્તાર-પૂર્વક માર્મિક મીમાંસા– इदमत्र हृदयम्-यथोदितधर्म एव वरं-प्रधानं 'चक्रवर्त्तिचक्रापेक्षया लोकद्वयोपकारित्वेन कपिलादिप्रणीतधर्मचक्रापेक्षया वा त्रिकोटिपरिशुद्धतया चत्वारो-गतिविशेषाः नारकतिर्यग्नरामरलक्षणाः तदुच्छेदेन तदन्तहेतुत्वाच्चतुरन्तं, चतुर्भिर्वाऽन्तो यस्मिस्तच्चतुरन्तं, कैश्चतुर्भिः ? दानशीलतपोभावनाख्यैर्द्धम्मः, अन्तः प्रक्रमाद्भवान्तोऽभिगृह्यते, चक्रमिव चक्रमतिरौद्रमहामिथ्यात्वादिलक्षणभावशत्रुलवनात्, तथा च लूयन्त एवानेन भावशत्रवो मिथ्यात्वादय इति प्रतीतं, दानाद्यभ्यासादाग्रहनिवृत्त्यादिसिद्धेः महात्मनां स्वानुभवसिद्धमेतत् । एतेन च वर्तन्ते भगवन्तः तथाभव्यत्वनियोगतो वरबोधिलाभादारभ्य तथातथौचित्येन आसिद्धिप्राप्तः, एवमेव वर्तनादिति । -પ્રકૃતપદનું દર્શાવતું હૃદય કે રહસ્ય ભાવાર્થ–પૂર્વકથિતચારિત્રરૂપધર્મ જ વર-પ્રધાન છે. કારણ કે; ચક્રવર્તીનું ચક્રરત્ન, આ લોકમાં બાહ્યશત્રુઓના વિજયસંપાદનદ્વારા ઉપકારી છે. જ્યારે આ ધર્મચક્ર, ઉભયલોકમાં-આ લોક તથા પરલોકમાં ભાવશત્રુઓ ઉપર વિજયસંપાદનદ્વારા પરમોપકારી છે. એટલે ચક્રવર્તીના ચક્રરત્ન કરતાં આ ઘર્મચક્ર, પ્રધાન-સર્વશ્રેષ્ઠરત્નરૂપ છે. ૧ ચક્રવર્તી ચક્રરત્ન-ચક્રવર્તીના રાજગાદી ઉપર આવ્યા બાદ યથાયોગ્ય કાલે જ્યારે પોતાને મહાનુ ઉદયારંભ થવાનો યોગ્ય સમય થતાં પ્રથમ ચક્રાકારે વર્તતું-ઝળહળતું, મહાન, નાના પ્રકારના મણિ મોતીની માળાથી તથા ઘંટડીઓથી અને પુષ્પમાળાથી અલંકૃત,ચક્રી પાસે આવનારૂં, સૂર્ય જેવા દિવ્ય તેજથી દિશાઓને પ્રકાશમય કરતું હજાર યક્ષોથી અધિષિત ચક્રરત્ન, શસ્ત્રરૂપ હોવાથી પોતાના પૂર્વજોની આયુધશાળામાં ઉત્પન થાય છે. ચૌદરત્નોમાં શ્રેષ્ઠ અને ચક્રવર્તીના પ્રાથમિકદિગૃવિજયને કરાવનારૂં હોવાથી પ્રથમ ઉત્પન્ન થાય છે. સર્વ આયુધોમાં મુખ્ય, અતિશયવાળું અને દુર્જય, મહરિપુઓનો સદા વિજય કરવામાં અમોધશક્તિવાળું, ચક્રથી શત્રુ ઉપર મૂકતાં સેંકડો વર્ષે પણ તેને હણીનેજ (ચક્રીના સ્વગોત્રીયને વજી) ચક્રીપાસે આવનારું હોય છે. દેવાધિષ્ઠિત આ ચક્રરત્ન છ ખંડને જીતવા જતા ચક્રીને પ્રથમથી જ સ્વયં માર્ગદર્શક અને વિજેતા તરીકે ચકીની આગળજ ચાલે છે. અને ચક્રી તેની પછવાડે ચાલે છે. આકાશમાં ચાલતું શત્રુ વિજયકારી છે. કરસૂરિ મ. સા. ગજરાતી અનુવાદકતા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy