________________
ત-વિસ્તરા - હરિભદ્રસર રચિત
૧૯૮ એ પણ સાધન છે. તથાપિ આ અરિહંત ભગવંતોને અત્યંત ઉદાર (પ્રાણી માત્ર પ્રતિ હિતબુદ્ધિવાળું દાન, પરોપકાર ગર્ભિત-વિશાલ આશયવાળું મોટું-વિશિષ્ટ) તથા ભવ્યત્વ હોય છે. અત એવા આ અત્યંત ઉદાર તથાભવ્યત્વ-(ભવ્યત્વ તમામ આત્માઓનું સમાન હોય છે. પરંતુ પ્રત્યેક ભવ્ય આત્માઓની મુક્તિ, સમાન સામગ્રીઓથી થતી નથી. તેથી પ્રત્યેકનું “તથાભવ્યત્વ' ભિન્ન ભિન્ન પ્રકારનું માનવું ઘટે છે. શ્રી જીનેશ્વરદેવના આત્માઓનું સહજ તથાભવ્યત્વ સર્વ કરતા ઉત્તમ અત્યંત ઉદાર હોય છે.) ના યોગ (સંબંધ) રૂપ હેતુથી ઘર્મોત્તમ (શ્રેષ્ઠ-અપૂર્વ-અદ્ભુત ધર્મ) ના પ્રાપ્તિરૂપ સાધ્યના આશ્રયભૂત ભગવંતો છે. એમ સાબિત થાય છે.
-પ્રતિ હેતુઓના નિરૂપણપૂર્વક “ધર્મફલ પરિભોગ' રૂપ (૩) જા મૂલહેતુની ભવ્ય મીમાંસા
एवं तत्फलपरिभोगयुक्ताः, सकलसौन्दर्येण, 'निरूपमं रूपादि भगवतां, तथाप्रातिहार्ययोगात्, नान्येषामेतत्, एवं उदारद्रर्यनुभूतेः समग्रपुण्यसम्भारजेयं, तथा तदाधिपत्यतो भावात् न देवानां स्वातन्त्र्येण, (३)
ભાવાર્થ-જેમ ભગવાન્ ધર્મને સ્વવશ કરનાર હોઈ ઘર્મનાયક છે. અને જેમ ધર્મોત્તમ-પ્રાપ્તિવાળા હોઈ ભગવાન્ ધર્મનાયક છે તેમ ધર્મનું સર્વોત્કૃષ્ટ ફળ જે તીર્થંકરપદ આદિ, તેને ભોગવનાર હોવાથી ભગવાન્ ધર્મનાયક છે. તથાપિ ભગવંતો (પક્ષ) ધર્મફલ પરિભોગથી યુક્ત છે. (ધર્મફલ પરિભોગ એ
સંન્યાસીઓ-શઠપ્રકૃતિવાળા-શિવપૂજકો, શિવજીના લિંગની વૃતપૂજાને માટે (શિવજીના લિંગને પૂરવા માટે) પ્રથમ સંચય કરી રાખેલા ઠરેલ ઘીના ઘડાઓ મઠોમાંથી ત્વરાથી ખેંચતા હતા-કાઢતા હતા. ઘણા દિવસ થયા પડી રહેલા તે ઘડાઓની નીચે પિંડાકાર થઈને ઘણી ઉઘઈઓ ચોંટેલી હતી. તે ઘડાઓ લઈ જવાથી માર્ગમાં પણ પડી હતી. આમતેમ ચાલતા પૂજકથી તે ઉઘેઈઓ ચગદાતી જોઈ સાગરદત્ત, દયા લાવી તેને વસ્ત્રના છેડાથી દૂર કરવા લાગ્યો. તે વખતે "અરે શું તને ધોળીયા યતિઓએ આ નવી શિક્ષા આપી છે ? અથવા તેમના જેવો દયાલ તું થયો છે ?" એમ હસી બોલતા જટાધારી-ધર્મષી પૂજારીએ જોરથી પગનો ઘા કરી તે સર્વ ઉધઈ વિશેષ ચગદી નાંખી. સાગરદત્ત શેઠે વિલખા થઈ તેને શિક્ષા થાય એવું ધારી પૂજારીઓના મુખ્ય આચાર્યના મુખસંમુખ જોયું. આચાર્યું પણ તે પાપની ઉપેક્ષા કરી એટલે સાગરદ ચતુર-ચિત્તે ચિંતવ્યું કે, "આ મૂર્ખચક્રવર્તીઓના-નિરક્ષર-ભટ્ટાચાર્યોના મનમાં નથી જીવદયા, અરે નથી શુભ માનસિકવૃત્તિ કે નથી સુંદર ધર્મનું અનુષ્ઠાન” માટે આ નિર્દય પાપીઓને ધિક્કાર છે કે "જે આ દારૂણ હૃદયવાળા પુરૂષો, પોતાના આત્માને અને યજમાનને દુર્ગતિમાં પાડે છે તેને ગુરૂબુદ્ધિએ શા માટે પૂજવા ?" આવો વિચાર કર્યો છતાં પણ તે આચાર્યના આગ્રહથી તેણે શિવપૂજન કર્યું. પરિણામે સાગરદત્ત શેઠ, વિશિષ્ટવીર્યના અભાવે કરી સમ્યકત્વરત્નને નહીં પ્રાપ્ત કરવાથી, મોટા આરંભ કરીને ઉપાર્જન કરેલા ધનની રક્ષાને માટે જ એક નિષ્ઠા ધરી રહેવાથી, ઘર-પુત્ર-સ્ત્રી આદિમાં મમતાધારી હોવાથી, એવંચ સ્વભાવથી જ દાનરૂચિવાળો પુષ્કળ ધનની ઈચ્છાથી ચિંતવે છે કે "જ્યારે સાર્થ ઉપડશે ? ક્યાં ક્યાં કરીયાણાની ખરીદી લોકો કરશે ? ક્યા દેશમાં કેટલી જમીન છે ? ખરીદવા-વેચવાનો કાલ ક્યો છે ? કઈ વસ્તુ ઘણી ઉપયોગી છે ? ઈત્યાદિ નિરંતર ચિંતા જાલમાં પડી, તિર્યંચગતિ યોગ્ય કર્મ ઉપાર્જી, મરીને, તારા ઘોડાપણાએ ઉત્પન્ન થયેલ છે. તે પોતાના વાહનપણાએ સ્થાપેલ છે. આજે તો મારા વચનને સાંભળી, પૂર્વજન્મમાં બનાવડાવેલ જિનપ્રતિમાના પ્રભાવથી પ્રાપ્ત-અવંધ્ય (અમોધ) બોધિબીજના ઉભેદથી-ફૂટી નીકળવાથી તે અશ્વરને સમ્યકત્વરન મેળવ્યું છે. પોતાનો આત્મા શિવસુખોના પાત્રભૂત બનાવ્યો છે. આ અશ્વરત્નના પ્રતિબોધકાજે મારું આગમન થયું છે' એવો ભગવંતે જવાબ વાળ્યો. ત્યારથી માંડી ભરૂચ શહેર "અશ્વાવબોધ" નામે-પવિત્ર તીર્થ તરીકે પ્રખ્યાત થયેલું છે.
ફક
:
ગુજરાતી અનુવાદક - આ ભદ્રકરસૂરિ મ ણ