SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ જિક લલિત-વિખરા રિભદ્રસૂરિ ર (૧૯૨) -હજુ પણ વધતો જતો જોરદાર પાવનકારી પ્રવચન ગંગપ્રવાહ તથા “ધર્મદેશક-રૂપ ૨૧ મા પદનો ઉપસંહાર ___एतच्च विधिप्रवृत्तः सम्पादयति, अतः सर्वत्र विधिना प्रवर्तितव्यं, सूत्रात्, ज्ञातव्य आत्मभावः, प्रवृत्ताचप्रेक्षितव्यानि निमित्तानि. यतितव्यमसम्पन्नयोगेष. लक्षयितव्या विस्रोतसिका. प्रतिविधेयमनागतमस्याः 'भयशरणाद्यदाहरणेन, भवत्येवं सोपक्रमकर्मनाशः निरुपक्रमानुबन्धव्यवच्छित्तिरित्येवं धर्मं देशयन्तीति धर्मदशकाः ॥ २१ ॥ ભાવાર્થશાએ બતાવેલી વિધિપ્રમાણે જે પ્રાણી પ્રવૃત્તિ કરે છે તે સર્વ ઉપર જણાવેલી બાબતો મેળવી શકે છે. અથવા યોગ્ય ગુરૂની પાસે વિધિથી દીક્ષિત થયેલ “વિધિપ્રવૃત્ત' કહેવાય છે. આને-પ્રકૃતિ ચારિત્રધર્મને કે ઉપરની બાબતોને “વિધિપ્રવૃત્ત' આત્મા સંપાદન-પ્રાપ્ત કરી શકે છે. તેથી સર્વ બાબતોમાં શાસ્ત્રવિહિત વિધિ અનુસાર પ્રવૃત્તિ-ક્રિયા કરો ! (૧૮) સૂત્રથી-આગમથી આત્મભાવને-સ્વસ્વરૂપને પોતાના ગુણ-પર્યાયોને જાણો-પીછાણો–ઓળખો-પરખો !, અથવા “અરાગી-અષી આદિલક્ષણનિરૂપક આગમબળથી રાગ આદિરૂપ આત્મ પરિણામને અર્થાત્ આગમ મારફતે વિભાવભાવ અને સ્વભાવ ભાવને જાણી હંસવત્ વિવેક વાપરી સ્વભાવભાવના પ્રાદુર્ભાવમાં સદ્ભાવદ્રઢતા-આગ્રહ ખંતપૂર્વક પૂર્ણ પ્રયત્ન કરો ! (૧૯). પ્રવૃત્તિમાં-ક્રિયામાં ઈષ્ટ અનિષ્ટસૂચક શકુન આદિ નિમિત્તોની અથવા નિમિત્ત કારણો-સહકારિ કારણોની નિઃશંક અપેક્ષા-દરકાર રાખો ! નહીં મેળવેલ સમ્યગદર્શન-શાન ચારિત્રરૂપ મોક્ષમાર્ગરૂપયોગને મેળવવા પ્રયત્નશીલ-ઉજમાળ બનો ! (૨) પ્રમાદના માટે ખાસ સંભાળ રાખવી, એ થવાનો પ્રસંગ આવે તે પહેલાં બહુ સંભાળ રાખીને તેની સામેના ઉપાયો પ્રથમથી યોજી રાખવા ! પોતાની અલના-ભૂલ પ્રત્યે ખૂબ ખ્યાલ-લક્ષ્ય-ઉપયોગ અવશ્ય રાખો ! (૨૧) કાદવમાં પડીને પગ ધોવા કરતાં કાદવથી દૂર રહેવું-કાદવને નહીં અડકવું એ જેમ શ્રેયસ્કર છે તેમ પાપ કરીને પાપ ધોવા કરતાં ભૂલ ન થાય તેમ ધ્યાન આપો ! તથાચ જેમ ભય નથી આવ્યો. તે પહેલા શરણ આદિ શોધાય છે-સ્વીકારાય છે તેમ ભૂલ-અલના-પાપ-અતિચાર-દોષો નથી થયો તે પહેલાં ભૂલ-સ્મલના-પાપ-દોષ આદિના કારણો શોધો ! એ કારણોનો યથાશક્તિ પ્રતિકાર કરો ! (૨૨). આવી રીતે જે પ્રાણીઓ પ્રવૃત્તિ કે વર્તન કરે છે. તેના તે આત્માના, સોપક્રમ-(જેમ ફાનસમાં ૧ “સરમાં પણ છવાયો રોનો વિશ્વરિયા વિધિ સંતત્તિ’ રૂત્યુતદિરોન. જેમ ભયમાં શરણ, રોગમાં ઉપાય, વિષમાં મંત્ર ક્રિયા વગેરે ઉદાહરણથી એમ આદિનો અર્થ જાણવો. ૨ “મોક્ષપાયો યોગો જ્ઞાનશ્રદ્ધાનચરણાત્મકઃ' અ. ચિ. પ્ર. કા. શ્લો. ૭૭ ૩ “સોપક્રમ' આ શબ્દ અન્ય સાથે બહુધા વપરાતો નથી. પણ આયુષ્ય સાથે વપરાય છે. સોપક્રમ કર્મ નિકાચિત નહીં એવા કર્મો. પ્રદેશોદયથી ભોગવી ખેરવી શકાય છે. ગાજરાતી અનુવાદક કરસુરિ મસા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy