SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ કરો લલિત-વિતરા એક હજાર પર કાકા આ ઉ ૧૮૬) सद्देशनायोग्यताविधाय्यनुग्रहसम्पादनादिना तात्त्विकधर्मदातृत्वादिप्रकारेण परमशास्तृत्वसम्पत्समन्विता भगवन्त इति न्यायतः प्रतिपादयन्नाह ભાવાર્થ- (અવતરણિકા) સદ્ (સમ્યગ યથાર્થ રૂપ દેશનાની (પ્રજ્ઞાપના-બોઘની) યોગ્યતા (લાયકાતઅધિકાર) કરનાર એવા સ્વ (ભગવ) વિષયક બહુમાનરૂપ અનુગ્રહ-ઉપકાર, પહેલાં સંપાદિત કરી (બનાવીરચી કે સજી) ત્યારબાદ સદેશનાનું (સશનાદ્વારા) જે તાત્ત્વિક ઘર્મનું દતૃત્વ-દાન આદિ (આદિ શબ્દથી તાત્ત્વિક ઘર્મપરિપાલન વિગેરે) પ્રકારથી (પ્રકારાભિપ્રકારાવચ્છિન્ન) પરમ-ભાવરૂપ, ધર્મચક્રવર્તિત્વરૂપશાસ્તૃત્વસંપદાથીઐશ્વર્યથી સમન્વિત-સંગત-યુક્ત, ભગવંત હોય છે. અર્થાત્ સ્વવિષયક બહુમાનરૂપ કારણજન્ય સદેશનાની યોગ્યતા કહેવાય છે, જે ભગવવિષયક બહુમાની હોતા નથી. તે સદેશનાની યોગ્યતાવાળા ગણાતા નથી. એટલે પરમકૃપાળુ પરમાત્મા, ભવ્યોમાં પહેલાં સ્વવિષયકબહુમાન (ભવનિર્વેદ) રૂપ કારણનું સંપાદન કરી ભવ્યોને સદેશનાની યોગ્યતાવાળા બનાવે છે. ત્યારબાદ સદેશનાયોગ્યતાવિશિષ્ટ ભવ્યોમાં, સદેશના દ્વારા તાત્ત્વિકધર્મના દાન આદિના નિર્માતા હોઈ પરમશાસ્તા-ભાવધર્મચક્રવર્તી અરિહંત ભગવંતો કહેવાય એમાં નવાઈ કે બાધા જેવું કશુંય નથી, આ પ્રમાણેના વિષયને ન્યાયથી-યુક્તિપૂર્વક પ્રતિપાદન સૂત્રધાર-શાસ્ત્રકાર કરે છે કે, ___'धम्मदयाणमित्यादिसूत्रपञ्चकं' इह धर्मः चारित्रधर्मः परिगृह्यते, स च श्रावकसाधुधर्मभेदेन द्विधा, श्रावकधर्मोऽणुव्रतायुपासकप्रतिमागतक्रियासाध्यः साधुधर्माभिलाषाशयरूपः आत्मपरिणामः, साधुधर्माः पुनः सामायिकादिगतविशुद्धक्रियाभिव्यङ्ग्यः सकलसत्त्वहिताशयाऽमृतलक्षणः स्वपरिणाम एव, क्षायोपशमिकादिभावस्वरूपत्वाद्धर्मास्य, ભાવાર્થ-ધર્મદ-ધર્મદેશક-ધર્મનાયક-ધર્મસારથિ-ધર્મવરચાતુરંતચક્રવર્તી અરિહંત ભગવંતોને નમસ્કાર હો ! એ રૂપ પાંચ સૂત્રોનું ક્રમસર વ્યાખ્યાન કરતા કહે છે કે અહીં “ઘર્મદ' ઈત્યાદિ સૂત્રપંચકઘટિત ઘર્મ એટલે ચારિત્રધર્મ સમજવો. વળી તે ચારિત્ર ધર્મ, શ્રાવકધર્મ અને સાધુધર્મના ભેદથી બે પ્રકાર છે. (૧) શ્રાવકધર્મ અણુવ્રત ૧ મહાવ્રતની અપેક્ષાએ ન્હાના માટે અણુવ્રત. એ અણુવ્રતપંચક, મૂલગુણરૂપ છે. આદિ શબ્દથી મૂલગુણોને વિશેષ ડાણ કરવાવાળા હોવાથી ગુણવ્રત, તે ત્રણ છે. તથા શિષ્યને વિદ્યાગ્રહણની જેમ વારંવાર સેવન કરવા યોગ્ય હોવાથી ચાર (૪) શિક્ષાવ્રત છે. બારવ્રત માંહેલા પહેલા આઠવ્રતો યાવન્કથિત (કાયમના) અને ચાર શિક્ષાવ્રતો ઈવરકાલિક (થોડા કાલ માટેના) છે. બારવ્રતો=(૫) મૂલગુણો (૧) નિરપરાધી ત્રસ જીવને સંકલ્પપૂર્વક-મારવાની બુદ્ધિને નહીં મારવારૂપ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત (૨) કન્યા-પશુ-ભૂમિ-થાપણ કે કુડી શાખ સંબંધી પાંચ મોટા જુઠાં ન બોલવારૂપ સ્થૂલ મૃષાવાદ વિરમણ દત (૩) દંડ યોગ્ય ચોરીના ત્યાગરૂપ સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત (૪) સ્વસ્ત્રી સંતોષ પરસ્ત્રીગમનના ત્યાગરૂપ પરદાર વિરતિવ્ર (૫) પરિગ્રહપરિણામ રૂપે વ્રત. ગુણ વ્રતો=(૩)-(૬) ચાર દિશિવિદિશિ તથા ઊર્ધ્વ અને અધો મળી દશ દિશામાં જવાના નિયમરૂપ દિશિ પરિમાણવ્રત (૭) એકવાર જે ચીજ ભોગવાય તે ભોગ. અનેકવાર જે ભોગવાય તે ઉપભોગ. તથાચ ભોગપભોગ વસ્તુ પરિણામરૂપ ભોગપભોગ વિરમણ વ્રત. (૮) નિષ્ફલ કાર્યના પ્રતિબંધકરૂપ અનર્થ દંડ વિરમણ વ્રત. શિક્ષાવ્રતો=(૪)-(૯) સામાયિકવ્રત (૧૦) આઠ સામાયિક અને બે પ્રતિક્રમણ એકાસણું-નવી-આયંબીલ કે ઉપવાસમાંથી કોઈ એકનું પચ્ચકખ્ખાણ કરવારૂપ દેશાવગાસિક વ્રત. (૧૧) પોષધ વ્રત (૧૨) અતિથિ સંવિભાગ દ્રત. કકક કકકર ગુજરાતી અનુવાદક - આ ભદ્રકરસૂરિ મ. સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy