SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ - દલિત-વિરતારા આ હરિભદ્રસાર રચિત ૬ ૧૭૫ કરેલ તત્ત્વરૂપ અર્થને મનદ્વારા ધારી રાખવો તે “ધારણા' સમજવી. ઘારણાના (૧) અવિસ્મૃતિ-તત્ત્વરૂપ એક અર્થ વિષયક ઉપયોગમાં તેના કાળની અવધિ સુધી મચ્યા રહેવું અર્થાત તત્ત્વરૂપ એક વસ્તુ પરત્વે યથાયોગ્ય કાળ પર્યંત ઉપયોગ રાખવો. (૨) વાસના-અવિશ્રુતિદ્વારા ગ્રહણ થયેલો અને સ્મૃતિ ઉત્પન્ન કરવામાં જે કારણરૂપ સંસ્કાર તે વાસના કહેવાય છે. (૩) સ્મૃતિ જે તત્ત્વરૂપ પદાર્થ સંબંધી પ્રથમ અનુભવ થયો હોય તે તત્ત્વરૂપ પદાર્થનું કાલાંતરે “તેજ' એવા ઉલ્લેખરૂપે યાદ આવવું તે સ્મૃતિ એમ ત્રણ પ્રકારો છે. (૫) વિજ્ઞાન= ઘારણાની અપેક્ષા રાખીને પૂર્વ કરતાં વિશેષ-જ્ઞાનાવરણઆદિકિલષ્ટકર્માશરૂપ અનંતપાપરમાણુક્ષયજન્ય-મોહ-(અજ્ઞાન, સંદેહ, (સંશય) વિપર્યાસ-મિથ્યાજ્ઞાન)ના ધ્વંસપૂર્વક તત્ત્વવિષયકજ્ઞાન તે “વિજ્ઞાન (૬) તત્ત્વગોચરઉ=વિજ્ઞાનની અપેક્ષા રાખીને પર્વ કરતાં વિશેષ-જ્ઞાનઆવરણ આદિ ફિલષ્ટકર્માદરૂપ અનંતપાપપરમાણુક્ષયજન્ય-વિજ્ઞાન વિષયભૂત પદાર્થને આશ્રીને સરખા પ્રકારના બીજા પદાર્થો વિષે વ્યાપ્તિ થવાથી અર્થાત્ સદ્ગશપદાર્થ દેખવાથી કે સાંભળવાથી તે પદાર્થમાં વિતર્ક કરવો જેમકે દૂરથી ધૂમાડાને દેખીને તર્ક કરવો કે; ધૂમાડો છે માટે અગ્નિ હોવો જ જોઈએ અથવા ભોજનના સમયમાં ભોજન કરનાર માણસે કહ્યું કે; “સૈન્ધવને લાવો” ત્યારે વિચાર કરવો, જે સૈન્ધવનો અર્થ ઘોડો અને નીમક-લવણ થઈ શકે પણ અશ્વ નહીં માટે લુણ લાવવું. એવી રીતે અન્ય તત્ત્વગોચર પદાર્થોમાં વ્યાપ્તિપૂર્વક વિજ્ઞાતતત્ત્વ વિષયકવિતર્ક તે તત્ત્વગોચર 'ઊહ' અથવા તત્ત્વવિષયક સામાન્યજ્ઞાન તે “ઊહ'. (૭) તત્ત્વગોચરઅપોહ=ઊહની અપેક્ષા રાખીને પૂર્વ કરતાં વિશેષ જ્ઞાનાવરણઆદિ ફિલષ્ટકર્માદરૂપ અનંતપાપપરમાણુક્ષયજન્ય-યુતિ (ન્યાય) અને આગમથી વિરુદ્ધ એવા જીવહિંસા-અસત્ય ચોરી તથા પરસ્ત્રીગમન આદિ, આ લોકમાં તાડન, તર્જન અપકીર્તિ આદિ દુઃખના તથા પરલોકમાં નરક આદિ દુર્ગતિના સાધનભૂત જાણીને અનિષ્ટ અનુબંઘી જાણી તેવા પ્રકારના દુર્ગુણોથી દૂર થવું-બચવું તે અપોહ કહેવાય છે. અથવા તત્ત્વવિષયક વિશેષ જ્ઞાન તે અપોહ (અસત્ પક્ષનું ખંડન પણ અપોહ કહેવાય છે.) (૮) તત્ત્વાભિનિવેશ=અપોહ આદિની અપેક્ષા રાખીને પૂર્વ કરતાં વિશેષ જ્ઞાનાવરણઆદિફિલષ્ટકર્માદરૂપ અનંતપાપપરમાણુક્ષયજન્ય, વિજ્ઞાન-ઊહ-અપોહરૂપ ત્રણના અનુગમ (વ્યાપ્તિ-અનુગમન)થી વિશુદ્ધ-નિર્દોવિજ્ઞાન, ઊહ, અપોહ એ ત્રણરૂપ કસોટીએ કસી નિર્મલ-વિશુદ્ધ કરેલ “આ વસ્તુનું સ્વરૂપ આવું છે.' એવો નિશ્ચય કરવો તે. અર્થાત્ તત્ત્વવિષયકતાત્પર્યજ્ઞાનરૂપ નિશ્ચય તે “તત્ત્વાભિનિવેશ” જાણવો. તથાય વિષયકચિંતારૂપ વિવિદિષારૂપ શરણકારણની હાજરી હોય તો જ ઉપરોક્ત સ્વરૂપવાળા બુદ્ધિના આઠ ૧ ઉપલંભ કે અનુપલંભદ્વારા ઉત્પન્ન થતું અર્થાત્ અનુભવ કરાયેલી કે નહિ કરાયેલી એવી વસ્તુઓનું સમીક્ષણ કરવાથી ઉદ્ભવતું ત્રણે કાળના સાધ્ય અને સાધનના સંબંધ-અવિનાભાવ-વ્યાપ્તિ વિગેરેનો આશ્રય લેનારું અને આ હોય ત્યારે જ હોય એવા સ્વરૂપવાળું જ્ઞાન તે “તર્ક છે. આનું બીજું નામ “ઊહ' છે. ૨ અહીં આઠ બુદ્ધિના ગુણોના વર્ણનમાં તત્ત્વના ઠેકાણે પદાર્થ ગોઠવી, તત્ત્વગોચર શબ્દ અને તત્ત્વગોચરતા સાધક હેતુ છોડી વાંચતા કેવલ શુશ્રુષાદિનું સ્વરૂપ સમજાશે. કકકર, કકકકક વાદક મકરસૂરિ મ.સા. છે ગજરાતી અનુવાદ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy