SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ - વિરા - હરિભદસર રોડ { ૧૬૭ ભરનારી તત્ત્વરૂચિરૂપ શ્રદ્ધાજન્ય તત્ત્વદર્શનનો નિયમથી અવશ્યભાવથી કોઈપણ પ્રતિબંધક-રોકનાર છે જ નહીં. શંકા-માનુસારિશ્રદ્ધા જન્ય દર્શનના પ્રત્યે શું કોઈ પણ સર્વથા-એકાંતે પ્રતિબંધક છે જ નહીં ? સમાધાન-નિપુણ સમય વેત્તાઓ નિશ્ચયનયવ્યવહારીઓ-પરમાર્થ-નિશ્ચયનયપૂર્વક વ્યવહાર-શબ્દપ્રયોગ આદિ વ્યવહાર કરનારાઓ) આ વિષયમાં વદે છે કે, માર્ગાનુસારિશ્રદ્ધાજન્ય દર્શનના પ્રત્યે કાલ સિવાય બીજો કોઈ પ્રતિબંધક છે જ નહીં. શંકા-જ્યારે એક બાજુ કહો છો કે; “શ્રદ્ધાસાધ્યતત્ત્વ દર્શનનો કોઈ પ્રતિબંધક જ નથી અને બીજી બાજુ કહો છો કે, “કાલ સિવાય કોઈ પ્રતિબંધક નથી.' કાલરૂપ પ્રતિબંધકની સિદ્ધિ છે તો “નિયમથી કોઈ રોકનાર જ નથી' એમ કેમ કહેવાય ? સમાધાન-“તત્ત્વચિરૂપ શ્રદ્ધા સાધ્યતત્ત્વદર્શનમાં કોઈનો પ્રતિબંધ (અટકાવ-આડ-મના-અવરોધ) નિયમથી છે જ નહીં એ બરોબર છે. વળી કાલનો પ્રતિબંધ તે અહીં અપ્રતિબંધરૂપ છે. અર્થાત્ માર્ગાનુસારિશ્રદ્ધાસાધ્યદર્શનરૂપ કાર્યના પ્રત્યે કાલ, પ્રતિબંધક પણ અપ્રતિબંધક-ઉત્તેજકરૂપમાં ભાગ ભજવે છે. જ્યાં સુધી તત્ત્વરૂચિરૂપ શ્રદ્ધાના અભાવ દરમ્યાન દર્શનના પ્રત્યે કાલની પ્રતિબંધતા-અનનુકૂલતા માનવી પણ તત્ત્વરૂચિશ્રદ્ધાના સદ્ભાવ દરમ્યાન, શ્રદ્ધાજન્ય દર્શનના પ્રત્યે કાલની પ્રતિબંધકતા નથી પરંતુ અનુકૂલતા છે એમ સમજવું.') કારણ કે; કાલ, તત્ત્વરૂચિરૂપશ્રદ્ધાને તત્ત્વદર્શનરૂપપણાએ પરિણમવામાં (તકૂપ થવામાં) ઉપયોગી–તદનુલ વ્યાપારવાળો, ઉત્તેજક, લાભકારક થાય છે. અર્થાત્ શ્રદ્ધાસાધ્યદર્શનમાં કાલ, મહત્ત્વનો ભાગ ભજવે છે. કાલરૂપ કારણ સિવાય શ્રદ્ધા, તત્ત્વદર્શનમાં પરિણમતી જ નથી. કાલરૂપ કારણ સહકૃતતત્ત્વરૂચિરૂપ શ્રદ્ધા, તત્ત્વદર્શનરૂપ કાર્યના પ્રત્યે કારણ છે. તથાચ કાલ સિવાય તે દર્શનને સ્વરૂપલાભ (સ્વરૂપલાભાવરિચ્છન્નદર્શનરૂપ) કાર્યદર્શન–વિશિષ્ટદર્શનરૂપકાર્ય-ફલ) અસિદ્ધ-અનુત્પન્ન છે. કારણ કે; વિશિષ્ટ-જેના સ્વભાવમાં વિવિધ સહકારિ કારણોદ્વારા કરાયો છે અતિશય (વિશેષતામહત્ત્વ) એવા ઉપાદાનહેતુ-પરિણામિ કારણનો (શ્રદ્ધારૂપઉપાદાનનો) કાર્યરૂપે (દર્શનરૂપે) પરિણમવાનો-થવાનો સ્વભાવ છે. (અહીં એમ સમજવું છે કે; કારણના બે પ્રકારો છે. (૧) આપેક્ષિક (૨) ઉપાદાન. દરેક ૧ અથવા જેમ દાહરૂપ કાર્યના મણિવિશેષની પ્રતિબંધકતા લોકસિદ્ધ છે. પરંતુ મણિવિશેષાંતરની હાજરીમાં દાહની ઉત્પત્તિ હોઈ મણિવિશેષાંતર અભાવ વિશિષ્ટ મણિવિશિષ્ટની પ્રતિબંધકતા અવશ્યવક્તવ્ય હોઈ મણિવિશેષાંતરની ઉત્તેજકતા ઉપપન્ન-યુક્ત છે. તેમ દર્શનરૂપ કાર્યના પ્રત્યે કાલવિશેષની પ્રતિબંધકતા સિદ્ધ છે. પરંતુ કાલવિશેષાંતરની અથવા તત્ત્વરૂચિનામક શ્રદ્ધાકારણની હાજરીમાં દર્શનરૂપ કાર્યની ઉત્પત્તિ હોઈ, કાલવિશેષાંતરના અથવા શ્રદ્ધાના અભાવવિશિષ્ટ કાલવિશેષની પ્રતિબંધકતા અવશ્યવક્તવ્ય હોઈ કાલવિશેષાંતરની અથવા શ્રદ્ધાની ઉત્તેજકતા-કાર્યજનકતા અર્થાતુ પ્રતિબંધકશક્તિને દાબી દઈ કાર્યજનકતાપ ઉત્તેજકતા માનવી વ્યાજબી લાગે છે. २ समवायिकारणमुपादानकारणमिति सांख्यमायावादिवेदान्तिप्रभृतय आहुः । अस्मिन्मते उपादानत्वं च परिणामित्वमिति झेयम् । उपादानं निमित्तं च द्विविधं कारणमिति च ज्ञेयम् (प्र० च० पृ० १३) હકીકત બાજરાતી અનુવાદક- અ, ભકરસૂરિ મ. સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy