SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિખરા. આ. હરિભદ્રસર રચિત (૧૫૬) સાક્ષાત્ ગ્રહણ નથી કર્યું એટલે જ આ પ્રદ્યોત્ય-પ્રદ્યોતક્રિયાના જીવાદિતત્ત્વરૂપ વિષય, સામર્થ્યથી (શબ્દશક્તિથી) ગમ્ય-ઉપાદેય-શેય છે. કારણ કે તેવો શબ્દન્યાય છે. (શબ્દશાસ્ત્ર પ્રસિદ્ધ નિયમન વિશેષરૂપ શાબ્દન્યાય છે.) ક્રિયાના કર્તાની (પ્રદ્યોતકરની) સિદ્ધિ થયે છતે, સકર્મક ઘાતુઓમાં (‘પ્રોતથતિ દર્શાવે છે-પ્રકાશિત કરે છે? વિગેરે સ્થલવર્તી સકર્મક ધાતુઓમાં) નિયમથી-અવશ્ય-સકર્મક વાત વિશેષણ૩૫. ક્રિયાવિષય (ફલાશ્રય) આ સાત તત્ત્વોમાં પ્રથમ જીવનો નિર્દેશ કર્યો છે તેનું કારણ એ છે કે સમગ્ર તત્ત્વોમાં વિચાર કરનાર, પોદ્દગલિક દ્રવ્યોના ગ્રહણાદિક ક્રિયાનો સંચાલક, સાંસારિક કે મુક્તિયોગ પ્રવૃત્તિઓનો વિધાતા જીવ સિવાય અન્ય કોઈ નથી. વળી એના વિના અજીવ તત્ત્વોનો ભાવ પણ કોણ પૂછે ? આથી એને પ્રથમ સ્થાન આપ્યું છે તે યોગ્ય છે. જીવની ગતિસ્થિતિ-અવગાહના, વર્તના વિગેરેમાં ઉપકારકતા અજીવ પદાર્થ હોવાથી તેને બીજી પંક્તિમાં મુકવામાં આવે તે વાસ્તવિક છે. વિકારી જીવ અને અજીવરૂપ કર્મનો સંશ્લેષ તે સંસાર છે. આના આશ્રવ અને બંધ એ બે મુખ્ય હેતુઓ છે. તેમાં વળી આશ્રવ વિના બંધની હૈયાતી નથી. કેમ કે બંધ, આશ્રવપૂર્વક છે. વાસ્તે આશ્રવને ત્રીજું સ્થાન આપી બંધનો આના પછી નિર્દેશ કરવો વ્યાજબી છે. આના પછી આના પ્રતિપક્ષીરૂપ સંવર અને નિર્જરાનો ઉલ્લેખ કરવો તે સ્થાન છે. કર્મની સંપૂર્ણ નિર્જરા થતા મોક્ષ મળે છે. માટે તેનો અંતમાં નિર્દેશ કરાય તે સમુચિત છે. એટલે કે આ સમગ્ર બ્રહ્માંડના સારરૂપ છે, તે મોક્ષનો અંતમાં નિર્દેશ કર્યો છે. તે સહેતુક છે, કેમ કે ભવ્ય જીવની એ અંતિમ-અનન્ય દશા સૂચવે છે. આ સાત પદાર્થો પર્યાપ્ત છે. કારણ કે જીવ અને અજીવ એ બે મળીને વિશ્વ થયેલું છે. જો સમગ્ર જીવો અને સમસ્ત અજીવ પદાર્થો એક એકથી હંમેશા પૃથગુ જ રહેતા હોય - કોઈપણ કાળે એ બેનો સંયોગ થતો ન જ હોય, તો તો પછી અન્ય કોઈ વસ્તુની અપેક્ષા રહેતી નથી; પણ જો તે પૈકી કેટલાક પદાર્થો સંયુક્ત હોય અને જ્યારે આ સંસારમાં તો તેમ જ છે (કેમકે સંસારી જીવ અનાદિકાળથી કર્મથી બદ્ધ છે.) ત્યારે તો તે બેના સંબંધ થવાનું કારણ (આશ્રવ) તેનો સંબંધ (બંધ), તે સંબંધનું રોકાણ (સંવર) અને તે સંબંધનો ક્રમિક અને આત્મત્તિકનાશ (નિર્જરા અને મોક્ષ) એટલાનો જ વિચાર કરવો બસ છે. અર્થાત્ આ સાત પદાર્થો ઉપરાંત અન્ય કોઈ પદાર્થની અપેક્ષા રહેતી નથી. જો કે વસ્તુતઃ જીવ અને અજીવ એમ બે જ પદાર્થો છે તો પણ અતિશય સંક્ષેપ પૂર્વકનું કથન કુશાગ્રબુદ્ધિઓને માટે સંભવે છે બાળજીવોને માટે તો કેટલે અંશે મધ્યમ કથન હિતકારી છે તેટલે અંશે અત્યંત સંક્ષિપ્ત કે અત્યંત વિસ્તૃત કથન હિતકારી નથી. વળી જીવ અને અજીવ એ બે પદાર્થોનો જ નિર્દેશ કરવામાં આવે તો બાળ જીવોને હેય અને ઉપાદેય તત્ત્વની શી રીતે સમજ પડે ? આનું તેમને યથાર્થ જ્ઞાન થાય તેટલા માટે આશ્રવ અને બંધ એ બે સંસારના મુખ્ય કારણોનો, હેયતત્ત્વોનો અને સંવર અને નિર્જરા એ બે મુક્તિના પ્રધાનહેતુઓનો-ઉપાદેયતત્ત્વોનો નિર્દેશ આવશ્યક છે. આ ઉપરથી આશ્રવાદિચતુષ્ટયનો ઉલ્લેખ તો સકારણ છે. એમ સમજી શકાય છે. પરંતુ મોક્ષનો ઉલ્લેખ કરવાનું શું કારણ છે એમ જો કોઈ પ્રશ્ન કરે તો તેનો ઉત્તર એ છે કે જે મુખ્ય સાધ્ય છે જે પ્રધાન લક્ષ્યબિંદુ છે તેનો કેમ બહિષ્કાર થઈ શકે ? આથી સાત પદાર્થનો નિર્દેશ સકારણ છે એમ જોઈ શકાય છે. તથાચ જીવોને સુખ ભોગવવામાં હેતુરૂપ અધ્યવસાય દ્વારા આવેલ શુભ કર્મ (પુગલ) તે "દ્રવ્યપુણ્ય” છે. જયારે તે કર્મને ઉત્પન્ન કરનારો અધ્યવસાય (પરિણામભાવ) તે "ભાવપુણ્ય” છે. એવી રીતે જીવોને દુઃખદાયી અશુભ કર્મ તે "દ્રવ્યપાપ” છે, જ્યારે આ અશુભ કર્મને ઉત્પન્ન કરવામાં મૂળ કારણરૂપ અશુભ અધ્યવસાય તે "ભાવપાપ” છે. આ ઉપરથી એ પણ સમજી શકાય છે કે પાપ અને પુણ્યનો આશ્રવ અથવા બંધ તત્ત્વમાં અન્તભાવ થઈ શકે છે. કેમકે કર્મનું આગમન તે આશ્રવ છે અને તેનું સંસારી જીવ સાથે મળી જવું તે બંધ છે. કહેવાનો મતલબ એ છે કે જો શુભ કર્મના ઉપાર્જનને પુણ્ય કહેવામાં આવે તો તેનો આશ્રવમાં સમાવેશ કરી શકાય અને જો શુભકર્મના જીવ સાથેના સંબંધને-બંધને પુણ્ય કહેવામાં આવે તો તેનો બંધમાં સમાવેશ કરી શકાય. આવી હકીકત પાપના સંબંધમાં પણ ઘટાવી શકાય. અહજુદાણા જવાતી અનુવાદક - મકરસૂરિ મ. સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy