SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિખરા . આ હરિભદ્રસાર રચિત ૧૫૪ પ્રકાશ, સાધ્યરૂપ દર્શનક્રિયામાં સહકારી થતો નથી. કારણ કે; ભિન્નભિન્ન દર્શનક્રિયામાં, અપર (બીજા) દ્રષ્ટાના સહકારિભૂત એક સ્વભાવવાળા પ્રકાશમાં વાદીએ (પરે) માનેલ અપરદ્રષ્ટાના સહકારિપણાની અપેક્ષાએ પ્રથમ દૃષ્ટ સહકારિત્વનો અભાવ છે. અર્થાત્ અપરતૃષ્ટ સહકારિત્વ, પ્રતિબંધક હોઈ અપરષ્ટિ સહકારિભૂત એક સ્વભાવવાળા પ્રકાશમાં પ્રથમ વૃષ્ટ સહકારિત્વનો અભાવ છે. (તે પ્રકાશ, જે સ્વભાવથી કોઈ એક પૂર્વવેત્તાને સહકારી છે. તેના સરખું દર્શનને નહીં કરતો બીજા પૂર્વધરનો તેજ સ્વભાવથી સહકારી થતો નથી. કારણ કે; અભિન્ન-એક પ્રકાશપણાનો અભાવ છે.) તથાચ એક સરખો પ્રકાશ માનો તો તમામ દ્રષ્ટાઓમાં એકસરખું દર્શન ઘટી શકે ! પરંતુ કાર્યદ્વારા આપણે નિર્ણય કરી શકીએ છીએ કે, તમામ દ્રષ્ટાઓમાં દર્શન જુદું જુદું છે. વળી દર્શનભેદના કારણભૂત પ્રકાશ, એક સ્વભાવવાળો માનો તો દર્શન પણ એકસરખું જ થાય. વાસ્તુ પ્રથમ દ્રષ્ટાનો દ્રશ્યદર્શન સહકારી કારણ પ્રકાશ, જુદા સ્વભાવનો અને બીજા દ્રષ્ટાનો દૃશ્યદર્શન સહકારી, જુદા પ્રકારનો એમ માનો તોજ તમામ વ્યવસ્થા સંગીન જળવાય એટલે જ શાસ્ત્રકાર કહે છે કે, આ વિષયની ખૂબી વિચારણા કરો ! - તથાહિ:- કારણ ભેદપૂર્વક જ નિશ્ચયથી કાર્યનો ભેદ છે.” અવિશિષ્ટ (સામાન્ય-સાધારણ) કારણથી વિશિષ્ટ વિવિધ કાર્યની ઉત્પત્તિના સ્વીકારમાં જગપ્રસિદ્ધ જગજાહેર કારણની વિચિત્રતા, (વિવિધતા-અનેકતા) બર્થ-નિરર્થક થાય ! વળી કાર્ય કારણની વ્યવસ્થામાં ભંગાણ પડે ! કહ્યું છે કે; “કારણ વગર કાર્યની ઉત્પત્તિ ન થાય.” અન્ય કાર્યનું કારણ, સ્વકાર્યનું કારણ ન થાય (પટકારણતંતુ, ઘટનું કારણ ન થાય) જો આ વિગત વિપરીત રીતે એટલે કારણ વિના કાર્ય અને અન્યનું કારણ, સ્વકાર્યનું કારણ માનવામાં આવે તો, અનાદિકાલીન વ્યવસ્થાનો-કાર્યકારણની વ્યવસ્થાનો સદંતર પ્રલય કે ધ્વંસ થાય ! –ઉપરોક્ત વિષયમાં વસ્તુસ્વભાવનું દિગદર્શન કાર્ય કારણરૂપ પદાર્થનું પોતાનું સ્વરૂપ, પરસ્પર આશ્રિત-અપેક્ષિત છે તથાહિ-(૧) કારણરૂપ વસ્તુસ્વભાવ, કાર્યરૂપ વસ્તુસ્વભાવની, અપેક્ષા રાખે છે, તેની આધીનતા સ્વીકારે છે. (૨) કાર્યરૂપ વસ્તુસ્વભાવની અપેક્ષા રાખે છે પરતંત્રતા સ્વીકારે છે. એટલે એ વસ્તુ ફલિત થાય છે કે; કાર્ય સ્વભાવની અપેક્ષાવાળા કારણ સ્વભાવને આધીનપરતંત્ર કાર્યની સિદ્ધિ-ઉત્પત્તિ છે. તથાચ જે પ્રકારનો-જેવો પ્રકાશરૂપ કારણ સ્વભાવ છે. તે પ્રકારનું-તેવું જ દર્શનરૂપ કાર્ય પેદા થાય છે. અતએવા જેવો પ્રકાશ તેવું જ દર્શન થાય છે. અર્થાત પ્રકાશભેદરૂપ કાર્યભેદ હોવાથી જ; 'ઉત્કૃષ્ટ (વૃદ્ધિ પ્રકારના છ સ્થાનવર્તી અથવા અનંતગુણ વૃદ્ધિરૂપ ઉત્કૃષ્ટ વૃદ્ધિસ્થાનગત-સર્વ વિશિષ્ટદર્શન સંપન્ન) અનંતગુણ વૃદ્ધિરૂપ ઉત્કૃષ્ટ વૃદ્ધિસ્થાનગત ચતુર્દશપૂર્વ લબ્ધિદ્વારા ઉત્કૃષ્ટ ૧ પ્રજ્ઞાપનીય (અભિલાપ્ય) ભાવો અનભિલાષ્ટ્રભાવોના અનંતમા ભાગે છે અને તેમાં વળી પ્રજ્ઞાપનીય ભાવોનો અનંતમો ભાગ જ શ્રતમાં યોજાયેલો છે. જેટલા પ્રરૂપણીયભાવો છે. એ બધા શ્રતમાં યોજી શકાતા હોત, તો તેને જાણનારાઓનું જ્ઞાન સમાન કહેવાત. કહેવાનો મતલબ એ છે કે જો કે બધાએ ચૌદ પૂર્વધરો ચૌદ પૂર્વગત અક્ષર હાજરાતી અનુવાદક - મકરસૂરિ મ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy