SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ લિત-વિસ્તરા વિભાવરચિત ૧૫ર) સબબ કે, ભગવંતોની પ્રદ્યોતક (પ્રદ્યોતકારક) શક્તિનો, સર્વશ્રેષ્ઠ પ્રતિભાશાલી-ગણધર પદયોગ્યભવ્યલોકમાં જ સર્વાશે (સર્વાત્મના-સકલપણાએ-પરિપૂર્ણરીતે) ઉપયોગ થાય છે. વાસ્તે “લોકપ્રદ્યોતકરનો અર્થ-“સર્વોત્કૃષ્ટ મતિવૈભવ સંપન્નગણધરપદ યોગ્ય-ભવ્ય લોક પ્રત્યે પ્રઘાત કરવાના સ્વભાવવાળા' જે કરેલ છે તે સુસંગત સમંજસ-સરસ છે. –આજ અર્થનું મુક્તિપુરસ્સર સમર્થ સમર્થન– अस्ति च चतुर्दशपूर्वविदामपि स्वस्थाने महान् दर्शनभेदः, तेषामपि परस्परं षट्स्थानपतितत्वश्रवणात्, ભાવાર્થ-વળી આ એક સિદ્ધ હકીકત છે કે; ચૌદ પૂર્વના જ્ઞાતા પુરૂષોમાં પણ (એમનાથી જુદા પુરૂષોનું તો પૂછવું જ શું પણ) ચતુર્દશ પૂર્વલબ્ધિ (શક્તિ વિશેષ) રૂપ સ્વસ્થાનરૂપ વિષયમાં મોટો દર્શન ભેદ-દ્રશ્ય પદાર્થ વિષયક પ્રતીતિ-જ્ઞાનમાં ભેદ-વિશેષ-તરતમતા-ન્યૂનાધિકભાવ-ફારફેર-અંતર-જુદાઈ-તફાવત છેવર્તે છે. કારણ કે; ચૌદ પૂર્વના વેત્તાઓ પણ (જેઓ અપૂર્ણ-અલ્પશ્રુતગ્રંથના જાણ છે તેઓની વાત જ શી કરવી ? પણ એ અપિ શબ્દનો અર્થ લેવો.) પરસ્પર' (અન્યોન્યઆપસ આપસમાં-પોતપોતામાં-અંદર ત્રિપદીમાં એવું તે કેવુંક સામર્થ્ય, કે જે ત્રિપદીને પામતાની સાથે જ ગણધર ભગવાનો દ્વાદશાંગીની રચના કરી શકે અને જે ત્રિપદીને પામ્યા વિના ગણધર ભગવાનોના આત્માઓથી પણ દ્વાદશાંગીની રચના થઈ શકે નહીં ? વિચારવા જેવી વાત, છે ને ? ૧ ચૌદ પૂર્વની નામાવલી=૧. ઉત્પાદ પૂર્વ ૨. અગ્રાયણીય પૂર્વ ૩. વીર્યપ્રવાદ પૂર્વ ૪. અસ્તિપ્રવાદ પૂર્વ ૫. જ્ઞાનપ્રવાદ પૂર્વ ૬. સત્ત્વપ્રવાદ પૂર્વ ૭. આત્મપ્રવાદ પૂર્વ ૮. કર્મપ્રવાદ પૂર્વ ૯. પ્રત્યાખ્યાન પૂર્વ ૧૦. વિદ્યાપ્રવાદ પૂર્વ ૧૧. કલ્યાણ પૂર્વ ૧૨. પ્રાણાવાય પૂર્વ ૧૩. ક્રિયાવિશાલ પૂર્વ ૧૪. લોકબિંદુસાર પૂર્વ ૨ માંહે માંહે પૂરવધરા, અક્ષર લાભે સરિખા, છઠ્ઠાણ વડીયા ભાવથી તે શ્રુતમતિય વિશેખા"-શ્રુતજ્ઞાન ચૈત્યવંદને. પૂર્વધર ભગવંતો, પરસ્પર અક્ષર જ્ઞાને કરી સરિખા છે. પણ ભાવથી (પદાર્થના જ્ઞાનથી) છ સ્થાન (અનંત ભાગાધિકઅસંખય ભાગાધિક-સંખેય ભાગાધિક-સંખેય ગુણાધિક-અસંખ્યય ગુણાધિક-અનંત ગુણાધિક અથવા હાનિના છ સ્થાન લેવા) માં રહેલા છે. ચૌદ-પૂર્વધરો પરસ્પર હાનિ-વૃદ્ધિરૂપ છ સ્થાનમાં રહેલા છે. તે સ્થાનકનું આછું સ્વરૂપ=પરસ્પર ચતુર્દશપૂર્વધરગતપદાર્થ પ્રતીતિરૂપ દર્શનમાં ભેદ, ક્ષયોપશમની વિચિત્રતાથી ષટ્રસ્થાન પતિત હોય છે તે ષટ્રસ્થાનક વૃદ્ધિપ્રકારમાં તથા હાનિ પ્રકારમાં એમ બે પ્રકારે છે. તથાહિ-અહીં વૃદ્ધિ બે પ્રકારની છે. એક ભાગવૃદ્ધિ અને બીજી ગુણવૃદ્ધિ. તેમાં પ્રથમ ભાગવૃદ્ધિએકસંખ્યાને અમુક સંખ્યાયે ભાગ આપવાથી જે આવે તે વધારવું તે ભાગવૃદ્ધિ કહેવાય. તેના ત્રણ ભેદો છે. (૧) અનંતભાગવૃદ્ધિ (૨) અસંખ્યભાગવૃદ્ધિ (૩) સંખ્યાતભાગવૃદ્ધિ તથા બીજી ગુણવૃદ્ધિ-એક સંખ્યાને અમુક સંખ્યા ગુણાકાર કરવાથી જે આવે તે વધારવું ગુણવૃદ્ધિ કહેવાય. તે પણ ત્રણ પ્રકારે છે. (૧) સંખ્યાત ગુણવૃદ્ધિ (૨) અસંખ્ય ગુણવૃદ્ધિ (૩) અનંત ગુણવૃદ્ધિ આ ત્રણ ભાગવૃદ્ધિ અને ત્રણ ગુણવૃદ્ધિ મળીને છયે વૃદ્ધિષસ્થાનક કહેવાય છે. તે જ પ્રમાણે હાનિસ્વરૂપમાં પણ હાનિષસ્થાનક કહેવાય છે. (૧) અનંત ભાગવૃદ્ધિ=વિવક્ષિત સંખ્યાને સર્વ જીવની અનંત સંખ્યાયે ભાગ આપવાથી જે આવે તેટલું વિવક્ષિત સંખ્યામાં વધારવું તે. (૨) અસંખ્યય ભાગવૃદ્ધિ=વિવક્ષિત સંખ્યાને અસંખ્ય લોકાકાશના પ્રદેશ રાશિયે ભાગ આપવાથી જે તારા ન કર ગાજરાતી અનુવાદક - મકરસૂરિ મ. આ બાજુ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy