SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ફક કચ્છ લલિત-વિખરા ઝી: હરિભદ્રસર રચિત ૧૪૩ શંકા- વિપરીતબોધવિષયભૂત ચેતન અચેતન પદાર્થમાં અહિતયોગ-અશુભ કર્મબંધ જ્યારે અનૈકાન્તિક અનિયત છે અર્થાતુ ચોક્કસ કે નક્કીરૂપે નથી (ચેતનમાં થાયે ખરો અને અચેતનમાં ન થાય એ રૂપ અહીં અનેકાન્તિકતા લેવી) તો કેવી રીતે વિપરીત પ્રરૂપણાઆદિક્રિયા કરનારની વિપરીત ક્રિયા, અહિત યોગના (અનિષ્ટપ્રાપ્તિના-અશુભ કર્મબંધના) પ્રત્યે એકાંતે ચોક્કસ-નક્કી કે નિયતરૂપે હેતુ-જનક-જનેતા છે? વિપરીતબોધવિષય-પદાર્થગત અનિષ્ટપ્રાપ્તિ જ્યારે નિયત નથી તો તાદ્રશપદાર્થ વિષયક વિપરીતબોધાદિક્રિયા, વિપરીતક્રિયાકારકમાં કેમ કરી અનિષ્ટપ્રાપ્તિમાં જનકરૂપે નિયત થાય ? – ઉપર્યુક્ત શંકામાં સમાધાનપૂર્વક હિતયોગની સૂચારૂચર્ચા - अनागमं पापहेतोरपि पापभावात्, इतरेतरापेक्षः कर्तृकर्मप्रकारः, नाचेतनाहितयोग उपचरितः ભાવાર્થ– આગમના આદેશ સિવાય (જિનવચનરૂપ આગમના આદેશની પરવા રાખ્યા વગર, આગમ આદેશ અહીં અપવાદરૂપ છે.) A અશુભ કર્મબંધરૂપ કાર્ય પ્રત્યે વિપરીતદર્શન આદિ ક્રિયાદિરૂપ પાપકર્મ કારણ છે. એટલે વિપરીતદર્શનાદિક્રિયારૂપ પાપ કર્મરૂપ કારણ હોય છતે (કારણસર્વે) અશુભ કર્મબંધ નિયત છે. (કાર્યસત્ત્વમ્) (પર-વિષયમાં તો પાપહેતુકૃતઅપાય-હાનિ હોવાથી પાપભાવ જ છે. એમ અહીં અપિશબ્દનો અર્થ સમજવો.) તથાચ મૂલનિયમઆગમના આદેશ વગર (યથાર્થ બોધરૂપ આગમ આદેશ સિવાય) પાપહેતુથી પણ (અશુભ કર્મના કારણથી પણ) અશુભ કર્મરૂપ પાપ થાય છે-બંધાય છે. તત્ત્વાંશ-આશય એવો છે કે; આગમના આદેશથી કવચિત્ અપવાદરૂપ (કારણિક) પાપહેતુભૂત જીવવધાદિમાં પણ પ્રવૃત્તિ કરનાર, અશુભ કર્મ-પાપ કર્મરૂપ લેપથી લપાતો નથી. પરંતુ વિપરીતદર્શન પ્રરૂપણાદિરૂપ કારવાઈ હોયે છતે પરરૂપ વિષયમાં પ્રત્યપાય (બાધા-હાનિ-દુઃખ-અહિત-નુકશાની) નહીં હોવા છતાંય, સ્વપ્રમાદ દોષરૂપ, પાપહેતુ હોવાથી નિયમો પાપ બંધાય છે. વાસ્તુ વિપરીતક્રિયા, અનિપ્રાપ્તિમાં, અશુભકર્મબંધમાં કારણ, એકાંતે-અવશ્ય-ચોક્કસ થાય શંકા= આગમના આદેશ સિવાય પાપહેતુથી પણ અવશ્ય પાપ બંધાય છે. આવા ઘડતરના ચણતરની કયો પાયો છે તે જણાવો ? સમાધાનકારકના ભેદરૂપ કર્તા અને કર્મનો પ્રકાર, (ભેદ કે રીત-બાબત-ઘાટ) પરસ્પર (આપસ આપસમાં-માંહે માંહે) આશ્રિત-અપેક્ષાસંબધવાળો છે. અર્થાત્ કર્તા, કર્મની અપેક્ષા રાખીને વ્યાપારવાળો ૧ નામના ક્રિયાપદ સાથેના સંબંધને કારક કહે છે. કારક એટલે ક્રિયાની સાથે અન્વયી થવું તે. છઠ્ઠા સિવાયની બધી વિભક્તિઓ ક્રિયાપદ સાથે સંબંધ ધરાવે છે માટે કારક વિભક્તિ કહેવાય છે. કારક ક્રિયાનું વિશેષણ છે અને તેના છ પ્રકાર છે. કર્ણા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. ૨ ક્રિયાને વિષે સ્વતંત્ર તરીકે જે અર્થ વિવક્ષિત છે તે કર્તા. ૩ કર્તા પોતાની ક્રિયા વડે પ્રાપ્ત કરવા જેને અતિશય ઈચ્છે તે કર્મ. કકકકક તકરસૂરિ મ.સા. ગુજરાતી અનુવાદક
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy