SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસરા આ હરિભાવિ રચિત " (૧૪૦) : સમાવેશ જાણવો કારણ કે, આકાશ અસ્તિકાય, ઉભય-લોક અલોક આત્મક છે. એટલે આકાશ અસ્તિકાયના ગ્રહણથી અલોકનું પણ ગ્રહણ સુતરાં થાય એમાં કહેવું જ શું? વળી લોક અલોકનું મૂળ પહેલાં-અગાઉ દર્શાવ્યું છે. એટલે અહીં કહેવાની જરૂર નથી. અર્થાત્ વ્યાખ્યાનકાર અહીં લોકશબ્દનો બીજો અર્થ સકલ પાંચ અસ્તિકાયરૂપ લોક જણાવે છે. અતએવ સકલ પ્રાણિલોકરૂપ લોક અથવા સકલ પંચ અસ્તિકાયરૂપ લોકના પ્રત્યે હિત-ભલું (કલ્યાણ સારું-શુભ-ઠીક-સાચું-શ્રેય-ઉદ્ધાર-ઉપકાર-લાભ-ફાયદો-ગુણ) કરનારા અરિહંતભાવંતોને શતશઃ સવિધિ વંદન હો એ અહીં સારાંશ સમજવો. હિત શબ્દનો ગંભીરતાભર્યો પરમાર્થ यथावस्थितदर्शनपूर्वकं सम्यक्प्ररूपणाचेष्टया तदायत्यबाधनेनेति च, इह यो यं याथात्म्येन पश्यति तदनुरूपं च चेष्टते भाव्यपायपरिहारसारं, स तस्मै तत्त्वतो हित इति हितार्थः, ભાવાર્થ= જે જે પ્રકારે પદાર્થની સ્થિતિ છે તે પ્રકારની સ્થિતિવાળા પદાર્થની તે તે પ્રકારે જે જ્ઞાન તે યથાર્થજ્ઞાન કહેવાય છે. પહેલાં, પદાર્થવિષયક યથાર્થજ્ઞાન સંપાદન કરીને પછીથી પદાર્થવિષયક યથાર્થ પ્રરૂપણા (ઉપદેશ-દેશના) રૂપ વ્યાપાર કરનારા અને જે પદાર્થનો ઉપદેશવિધિ થયેલ હોય તે ઉપદેશાવેલ તાયજીવ અને પુદગલને ગતિ કરવામાં સહાય કરનાર જે દ્રવ્ય તે ધર્માસ્તિકાય. આ દ્રવ્યના નિર્વિભાજ્ય (જેના બે ભાગ ન કલ્પી શકાય) વિભાગરૂપ પ્રદેશો, અસંખ્યાત છે. તમામ ગતિ ચલન ક્રિયામાં સર્વત્ર ધર્માસ્તિકાય ઉપકારી છે. મા. અધર્માસ્તિકાય-જીવ અને પુદગલને સ્થિર થવામાં જે સહાય કરનાર દ્રવ્ય તે, આના પણ પ્રદેશ અસંખ્યાત છે. સઘળા સ્થિર કાર્યોમાં આ કારણ છે. ટુ આકાશાસ્તિકાય-ધમસ્તિકાય આદિ સર્વ દ્રવ્યોને રહેવાને અવકાશ (જગ્યા) આપનાર જે દ્રવ્ય તે આના પ્રદેશો અનંત છે. વળી આ દ્રવ્ય, લોક અને અલોક એમ બે પ્રકારે છે. ત્યાં જેટલા આકાશમાં ધર્માદિ રહેલ છે તેટલા આકાશનું નામ લોકાકાશ અને તે સીવાયનું સર્વ અલોકાકાશ છે. એટલે કે વાસ્તવિક રીતે આકાશદ્રવ્ય, દ્રવ્યથી એક વ્યાપી છે. પરંતુ ધર્માસ્તિકાયાદિકની સાથે રહેવારૂપ ઉપાધિવડે (ઉપચારથી) લોક અને અલોક એમ બે પ્રકારે છે. પુદ્ગલાસ્તિકાયકરૂપ-રસ-ગંધ-સ્પર્શવાળું દ્રવ્ય તથા પૂરણ (પુરાવું-મળવું) અને ગલન (ગળવું-ઝરવું-વિખરવું-છૂટા પડવું) રૂપ ધર્મયુક્ત જે પદાર્થ તે પુદ્ગલ દ્રવ્ય કહેવાય. અહીં પરમાણુ એ જ પુદ્ગલ દ્રવ્ય છે, એ પરમાણુનો સ્કંધરૂપે મળવા યોગ્ય અને સ્કંધથી વિખરવા-છૂટા પડવારૂપ ધર્મ હોવાથી પરમાણુ તે પુગલ કહેવાય છે. પરમાણુઓ જ્યારે પરસ્પર મળે છે, ત્યારે સ્કંધ બને છે. અને છૂટા પડે છે ત્યારે પુનઃ પરમાણુ જ રહે છે. એ પ્રમાણે પરમાણુઓ વારંવાર દ્વિદેશીત્રિપદેશી યાવતું અનંત પ્રદેશી ઢંધરૂપે પરિણમે છે અને તે આંધોથી છૂટા પણ પડે છે, ત્યાં કોઈપણ એક પરમાણુ જધન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટ અસંખ્ય સમય સુધી પરમાણુરૂપે છૂટો રહે છે. તદઅંતર અવશ્ય સ્કંધપણે પરિણમે છે. પુનઃ એ પરમાણુ જ્યારે સ્કંધમાં લાગે છે ત્યારે "પ્રદેશ” એવા સંકેતથી ઓળખાય છે. પુનઃ પરમાણુઓથી બનેલા સ્કંધદેશ-પ્રદેશરૂપ વિકારો પણ પુદ્ગલ જ કહેવાય છે. પુગલમાં શબ્દાંધકાર આદિ દશ પ્રકારના પરિણામ ધર્મ રહ્યા છે. ૩ જીવાસ્તિકાય જ્ઞાનદર્શનરૂપ ઉપયોગ-ચેતનારૂપ લક્ષણવાળો જીવ કહેવાય છે. આના પ્રદેશો અસંખ્યાત છે. જે કર્મભેદોને કરનાર, કર્મફલને ભોગવનાર, કર્મને અનુસાર એક ગતિમાંથી બીજી ગતિમાં જનાર અને કર્મનો અંત કરનાર છે તેજ આત્મા, બીજા લક્ષણોવાળો નહીં. મકરસૂરિ મ.સા. ગુજરાતી અનુવાદક ર
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy