SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિરારાજા હરિભકાર રથિન ૬ ૧૨૭ આ પ્રમાણે શકસ્તવના આઠમા પદની વ્યાખ્યાની સમાપ્તિ જાણવી. –શકસ્તવના “પુરૂષવરગંધહસ્તિ' રૂપ નવમા પદનું વિવરણ एते च यथोत्तरं गुणक्रमाभिधानवादिभिः सुरगुरूविनेयीनगुणोपमायोग एवाधिकगुणोपमारे इष्यन्ते, अभिधानक्रमाभावेऽभिधेयमापे तथा, “अक्रमवदसदिति वचनात्, एतन्निरासायाह "पुरुषवरगन्धहस्तिभ्य" इति पुरुषाः पूर्ववदेव, ते वरगन्धहस्तिन इव गजेन्द्रा इव क्षुद्रगजनिराकरणादिना धर्मसाम्येन पुरुषवरगन्धहस्तिनः, | ભાવાર્થ-યથોત્તર (ઉત્તરના-આગલાના પ્રમાણે ક્રમાનુસાર) પુરૂષાર્થ ઉપયોગી જીવ અજીવ ધર્મરૂપ ગુણોનું ઉત્તરોત્તર-આગળ આગળના પ્રકર્ષ-વૃદ્ધિરૂપ ક્રમથી નિરૂપણ કરવું જોઈએ. જેમ કે; ગુણસ્થાનકોનું નિરૂપણ ઉત્તરોત્તર વૃદ્ધિરૂપ ક્રમથી છે. સારાંશ કે, ગુણોનો ક્રમસર વૃદ્ધિનો નિયમ છે. તો નિરૂપણનો પણ તેવો નિયમ હોવો જોઈએ એમ વાદ કરનારા બૃહષ્પતિ શિષ્યો માને છે કે; ગુણના વિષયમાં હનગુણવાળો ઉપમાની સાથે પહેલાં ઉપમેયગતધર્મને સરખાવી પછીથી જ અધિકગુણવાળી ઉપમાના ઉપન્યાસ દ્વારા ઉપમેયગત અધિકગુણ સરખાવવો વ્યાજબી જ છે. હનગુણવતી ઉપમાના ઉપન્યાસદ્વારા પહેલાં ઉપમેયગતહનગુણ સરખાવીઘટાવી પછીથી જ અધિકગુણવતી ઉપમાના ઉપન્યાસદ્વારા પહેલાં ઉપમેયગત અધિકગુણ સરખાવવો જોઈએઘટાવવો જોઈએ આવો ક્રમનિયમ છે. તથાપિ ગંધહાથીરૂપ ઉપમાથી (હાનગુણવાળી ઉપમાથી) મહાપ્રભાવવંત શક્ર આદિ પુરૂષ માત્રથી સાધ્ય-શક્ય મારી-ઈતિ-દુકાળ વિગેરે ઉપદ્રવોની શાંતિ, ભગવંતના વિહારમાં બરોબર સાધિત-સિદ્ધ કર્યું છતે અર્થાત ભગવંતના વિહારથી મારી આદિ ઉપદ્રવોની શાંતિ-સિદ્ધ કર્યા પછી જ, પુંડરીક ઉપમાદ્વારા ભુવનમાં અદૂભૂતભૂત અતિશયોની સંપદા-કેવલજ્ઞાન લક્ષ્મી આદિથી માંડી નિર્વાણપ્રાપ્તિ પર્વતના ગુણો સરખાવવા-ઘટાવવા સાધવા યુક્તિયુક્ત છે. એટલે આ સુરગુરૂ-બૃહસ્પતિના શિષ્યો, અરિહંત ભગવંતોને પહેલાં હનગુણ ઉપમાંથી (ગંધ હાથીનું. ઉપમાથી) સ્તવીને પછીથી અધિક ગુણવાળી ઉપમાથી (પુંડરીકરૂપ ઉપમાથી) સ્તવના જોઈએ એમ માને છે. કારણ કે; વાચકરૂપ શબ્દના ક્રમનો વ્યત્યય (ક્રમનો ઉલ્ટો પલ્ટો) થયે છતે, અભિધેય વાચ્યરૂપ અર્થ પણ, અભિધાન-વાચક શબ્દની માફક પરીપાટી-ક્રમ વગરનો થઈ જાય, અને જે ક્રમ વગરનો હોય તે અસ-અવસ્તુ કહેવાય છે. તથાચ પૂર્વાનુપૂર્વી વિશિષ્ટ વાચ્ય વાચકક્રમયુક્ત વસ્તુ સત્ છે. અને પૂર્વાનુપૂર્વીવિશિષ્ટ વાચવાચક ક્રમ વગરની વસ્તુ અસત્ છે. આ વિષયમાં તેઓનું સાક્ષીરૂપે વચન છે કે; “ક્રમથી થયેલી છે ઉત્પત્તિ જેની એવા અભિધેયની (અર્થની) અક્રમથી ઉક્તિ (કથન-નિરૂપણ) કરવામાં આવે તો ક્રમરૂપે અભિધેયની સ્થિતિ નહીં રહેવાથી અભિધેયપણાએ અભિધેયની સ્થિતિ અસંભવિત છે. અર્થાત અભિધેયપણાએ અભિધેયનો અભાવ થઈ જાય !” આ પ્રમાણેના ઉપર્યુક્ત સુરગુરૂ શિષ્યોના મતનું નિરસન કરવા સારૂ કહે છે કે, ૧ અપકૃષ્ટ-હીન ગુણવાળાનું સ્થાન પાછળ અને એનાથી ઉત્કૃષ્ટ ગુણવાળાનું સ્થાન કે સ્થાપન આગળ આવા પૂર્વાનુપૂર્વીક્રમની જેમ અહીં નિરૂપણ છે. • (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતિ (૫) દેશવિરતિ (૬) પ્રમત્ત (૭) અપ્રમત્ત (૮) નિવૃત્તિ (૯) અનિવૃત્તિ (૧૦) સૂક્ષ્મસંપરાય (૧૧) ઉપશાંત (૧૨) ક્ષીણમોહ (૧૩) સયોગકેવલી (૧૪) અયોગીકેવલી. બાજરાતી અન8િ - ભકસૂરિ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy