________________
લલિત-વિસ્તરા - કરિભદ્રસૂરિ રચિત
આ ૧૨૪) સત્ત્વ, અમૂર્તત્વ, ચેતનત્વ આદિ અનેક ધર્મ વિશિષ્ટ જીવ પદાર્થમાં જીવત્વ આદિ રૂપ વસ્તુતત્ત્વ ઘટિત છે. જે સ્વગત નાના ઘર્મો જીવ પદાર્થમાં જીવત્વ આદિ સાબીત કરી અજીવ પદાર્થગત અજીવત્વ આદિથી ભેદ સાધે છે. સ્વગતભેદક ધર્મો માનવામાં આવે તો જ અમુક પદાર્થ અમુકથી જુદો છે એમ સિદ્ધ થાય. અન્યથા ‘પદાર્થેયની આપત્તિ આવે ! જો નાના ઘર્મ વિશિષ્ટ જીવ આદિ પદાર્થ ન માનો અર્થાત કેવલ-શુદ્ધ જીવ આદિ પદાર્થમાં જીવત્વ આદિ પદાર્થ સ્વરૂપનો અસંભવ છે. દા.ત. સત્ત્વ ચેતનત્ત્વ આદિ ધર્મશૂન્ય-કેવલ જીવ પદાર્થમાં, અજીવત્વ ભિન્ન જીવત્વ સાધક ધર્મોની શૂન્યતા હોઈ-જીવવરૂપ પદાર્થ સ્વરૂપનો અભાવ થાય છે. એટલું જ નહિ પરંતુ જે પોતાનું સ્વરૂપ નથી અને જે બીજાનું સ્વરૂપ છે તેની પણ આપત્તિ કેમ નહિ થાય? અર્થાત ભેદકનો અભાવ હોઈ થશે જ એટલે પ્રૌઢ મીમાંસા બાદ તારણ એ આવે છે કે, નાના ધર્મ વિશિષ્ટ જીવ આદિ વસ્તુમાં જીવત્વ આદિરૂપ જે નાના સ્વરૂપ છે તે ઘટમાન થઈ શકે છે. નાના ઘર્મશૂન્ય વસ્તુની માન્યતામાં જીવત્વ આદિરૂપ નાના વસ્તુતત્ત્વ બાધિત થાય છે.
શંકા-વસ્તુનું સ્વરૂપ સત્ત્વ-સત્તારૂપ મહા સામાન્ય, સત્ત્વને નહીં ઓળંઘનાર સત્ત્વથી અભિન્ન અને સત્ત્વની મહાકુક્ષિમાં રહેનાર હોઈ સત્ત્વનેજ અમૂર્તત્વ ચેતનત્વ વિગેરે રૂપે અને જીવ આદિ વસ્તુમાં તાદ્રેશસત્ત્વ વિદ્યમાન છે. એમ માનવામાં આવે તો અમૂર્તત્વ ચેતનત્વાદિ રહિત કેવલ જીવ આદિ વસ્તુમાં જીવત્વ આદિરૂપ વસ્તુ સ્વરૂપનો અભાવ કેવી રીતે ?
સમાધાન-શુદ્ધ સંગ્રહનય અભિમત સત્તારૂપ માત્રને જ (કેવલ સત્તાને જ) જીવ આદિગત અમૂર્તત્વ ચેતનત્વ આદિ તરીકે ન માની શકાય.
બે સિદ્ધ થવાથી જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે (આમાં ધૂમ કાર્ય છે અને અગ્નિ એનું કારણ છે.) આવા કાર્ય કારણરૂપ સંબંધોમાં જેનો પ્રદેશ મોટો હોય જેનું ક્ષેત્ર વિશાળ હોય તે વ્યાપક' કહેવાય છે, જ્યારે જેનો પ્રદેશ નાનો હોય જેનું ક્ષેત્ર સંકુચિત હોય તે “વ્યાપ્ય” કહેવાય છે. કાર્ય વ્યાપ્ય ગણાય છે. જ્યારે કારણ વ્યાપક ગણાય છે. જો કે કેટલીક વાર કાર્ય અને કારણના પ્રદેશ સમાન પણ હોય. પ્રસ્તુતમાં ધૂમરૂપ કાર્યનું ક્ષેત્ર અગ્નિરૂપ કારણ જેટલું વિશાળ નથી, કેમ કે જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં ધૂમ હોવો જોઈએ એવો નિયમ નથી. જેમકે લોખંડનો તપાવેલો ગોળો-આ ગોળામાં અગ્નિ છે. પરંતુ ધૂમ નથી. અર્થાત તપાવેલા ગોળારૂપ પ્રદેશમાં અગ્નિ છે. પરંતુ ત્યાં ધૂમનું અસ્તિત્વ નથી. જ્યાં વ્યાપ્ય અને વ્યાપકના પ્રદેશ સરખા ન હોય ત્યાં વ્યતિરેકવ્યાતિ ઉલટાવીને કરવી પડે છે. જેમકે જ્યાં જ્યાં ધૂમ નથી ત્યાં ત્યાં અગ્નિ નથી એવી વ્યાપ્તિ ન કરતા જ્યાં જ્યાં અગ્નિ નથી ત્યાં ત્યાં ધૂમ નથી એવી વ્યાપ્તિ સંગત ગણાય છે. પરંતુ જ્યાં વ્યાપ્ય અને વ્યાપકના ક્ષેત્રો સરખા હોય, ત્યાં આમ ઉલટાવવાની જરૂર નથી. જેમકે જ્યાં જ્યાં જ્ઞાન થવાપણું યત્વ છે ત્યાં ત્યાં નામ હોવાપણું છે એ અન્વય વ્યાપ્તિ ઉપરથી જ્યાં જ્યાં શેયત્વ નથી ત્યાં ત્યાં નામ હોવાપણું નથી એવી વ્યતિરેક વ્યાપ્તિ કરવામાં કોઈ જાતનો બાધ નથી. એવી રીતે જ્યાં જ્યાં પ્રાણ વિગેરે છે ત્યાં ત્યાં ચેતનપણું છે એ અવય વ્યાપ્તિનું ઉદાહરણ છે. જ્યારે જ્યાં જ્યાં પ્રાણ વિગેરે નથી ત્યાં ત્યાં ચેતનપણું નથી એ વ્યતિરેક વ્યાપ્તિનું ઉદાહરણ છે. તેવી જ રીતે પ્રસ્તમાં જ્યાં જ્યાં નાના ધર્મ વૈશિર્ય છેજે જે નાના ધર્મ વિશિષ્ટ છે ત્યાં ત્યાં વસ્તુત્વને તે વસ્તુ છે એ અન્વય વ્યાપ્તિનું ઉદાહરણ છે. જ્યાં જ્યાં નાના ધર્મ વૈશિર્ય નથી જે જે નાના ધર્મ વિશિષ્ટ નથી, ત્યાં ત્યાં વસ્તુત્વ નથીતે તે વસ્તુ નથી એ વ્યતિરેક વ્યાપ્તિનું ઉદાહરણ જાણવું
૧ સામાન્ય રૂપ જે વસ્તુની સત્તા છે તેને ગ્રહણ કરવામાં તત્પર એવા અધ્યવસાય વિશેષને “સંગ્રહ' કહેવામાં આવે છે. અથવા તો નૈગમાદિક નિયોદ્વારા જાણેલા અર્થનો સંગ્રહ કરવામાં કુશલ એવો અધ્યવસાય પણ “સંગ્રહ' કહેવાય
વાતી અનુવાદક - આ વ્યાકરસૂરિ મ. સા.