SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા - CRભદ્રસૂરિ હરિ ૧૧૪ અનાદર-તિરસ્કાર કરનાર તરીકે વિખ્યાતિને પામેલા આ પુરૂષો, સિંહ તુલ્ય જ મનાય છે. તથાચ અવજ્ઞા છે તો પરીષહો ઉપર સહન દ્વારા જય મેળવી શકાય છે. અને અવજ્ઞાના અભાવમાં પરીષહો જય પામી જાય છે. એટલે પરિષદો ઉપર વિજય મેળવવામાં અવજ્ઞા એ એક મહત્વનું અમોઘ શસ્ત્ર છે. એટલે પરિષદો પ્રત્યે અવજ્ઞા વિશિષ્ટ પુરૂષો, પુરૂષસિંહો જ છે. એમાં શો સંદેહ ? (૭) ઉપસર્ગોના પ્રત્યે નીડર-કોઈથી બીએ નહિ એવા-છાતીવાળા-બહાદૂર-મઈ-હિંમતવાન તરીકે મશહૂર બનેલા આ પુરૂષો સિંહ જેવા છે. તથાચ ભય-પરિણામની ચંચલતા કે ડરના અભાવમાં ઉપસર્ગોનું ક્ષમાપૂર્વક સહન શક્ય છે. ભયની સત્તામાં ઉપસર્ગોનું સમતાપૂર્વક સહન અશક્ય છે. એટલે ઉપસર્ગો પ્રત્યે નિર્ભયતાનામક અપૂર્વગુણ વિશિષ્ટ પુરૂષો, નિર્વિવાદ પુરૂષસિંહો જ છે. (૮) ઈન્દ્રિયવર્ગનું શું થશે ? એવી સ્વને ય પણ ચિંતા (વિચાર-મનનો ગભરાટ-ફીકર-વ્યગ્રતા છે. તેના બાવીશ ભેદ છે. (૧) ભુખને સહન કરવી પણ દોષવાળો આહાર નહીં લેવો તે સુધાપ. (૨) તરસને સારી રીતે સહન કરવી પણ સદોષ પાણી ન વાપરવું તે તૃષા ૫. (૩) ઠંડીને સહન કરવી પણ અગ્નિ વિગેરે સદોષ આચરણથી નિવારવી નહીં તે શીત ૫. ૪) ગરમીને સહવી પણ સદોષ આચરણથી શીતલતા ન સેવવી તે ઉષ્ણ ૫. (૫) ડાંસ મચ્છર વિગેરે ક્ષુદ્ર જંતુએ કરેલી પીડા સહવી પણ તે જીવોનું બુરૂ નહિ ચિંતવવું તે દંશ ૫. (૬) વસ્ત્રનો અભાવજીર્ણપ્રાય કે થોડાં લુગડાં હોય તો પણ વસ્ત્ર લાભનું દીન ચિંત્વન ન કરવું. તે અચેલક પ. (૭) ચારિત્ર માર્ગમાં વિચરતાં જે અધીરાઈ કે અરૂચિ થાય તેને નિવારવી અર્થાત્ સંયમમાં ધૈર્ય રાખવું તે અરતિ પ. (૮) સ્ત્રીએ વિષયેચ્છા પૂર્ણ કરવા કરેલા ઉપસર્ગને સહન કરવો, લેશમાત્ર વિકાર થવા દેવો નહીં અને સ્ત્રીને આધીન થવું નહિ તે સ્ત્રી પ. (૯) રામાનુગ્રામ વિચરવું, એક ઠેકાણે નિયતવાસ કરીને નહીં રહેવું તે ચર્યા ૫. (૧૦) સ્મશાન, શૂન્યગૃહ આદિ સ્થાને દુષ્ટા વગર બેસે છતાં પોતે ડરે નહીં, તેમ બીજાને ડરાવે તે નૈધિકી ૫. (૧૧) ઊંચી-નીચી-પ્રતિકૂલ શયા મળતાં ઉગ ન કરવો તે શવ્યા ૫. (૧૨) વચન કે કાયાથી કરેલ તાડનાતર્જનાને સહવી. અશુભ વિચારવું નહીં તે આક્રોશ ૫. (૧૩) પોતાનો વધ કરે તો પણ સહન કરવો અશુભ ચિંતવવું નહીં તે વધ ૫. (૧૪) ગૃહસ્થની આગળ ભિક્ષા માગતાં ૧ પીડા પામવી અગર જે વડે પીડા પમાય તે ઉપસર્ગ. ઉપસર્ગ ચાર પ્રકારના છે એક દેવથી થનારા, બીજા મનુષ્યથી થનારા, ત્રીજા તિર્યંચથી થનારા, અને ચોથા આત્મસંવેદનીય, તેમાં રાગનિમિતેષનિમિત્તે, પરીક્ષાનિમિત્તે અથવા એ ત્રણે નિમિત્તે દેવો તરફથી ઉપસર્ગ થાય છે. મનુષ્યો તરફથી પણ એ ત્રણે નિમિત્તો ઉપરાંત કુશીલપ્રતિસેવનનિમિત્તે છે. તિર્યંચો તરફથી ભયનિમિત્ત, ષનિમિત્તે, આહારનિમિત્તે તથા સંરક્ષણનિમિત્તે ઉપસર્ગો થાય. આત્મસંવેદનીય ઉપસર્ગ ચાર પ્રકારના છે. ૧ નેત્રમાં પડેલા કણાદિ ખેંચવા. ૨ અંગોનું સ્તબ્ધ થવું. ૩ ખાડા વિગેરેમાં પડી જવું. ૪ બાહુ વિગેરે અંગોનું પરસ્પર અથડાવું એ ઉપસર્ગોથી નહીં ડરીને ઉપસર્ગોને નમાવે છે વશ કરે છે. -લાજ ન પામવી તે યાચના ૫. (૧૫) માગેલી વસ્તુ ન મળે તો ઉગ ન કરવો તે અલાભ ૫. (૧૬) રોગને સહન કરવો તે રોગ ૫. (૧૭) દર્ભ આદિ-ઘાસ આદિના સંથારા પર શયન કરનાર મુનિને ઘાસની અણીઓ વાગે તેને સહવી તે વણસ્પર્શ ૫. (૧૮) શરીરે મલ વિગેરે ઉત્પન્ન થયેલ હોય તો તેની દુર્ગછા ન કરતાં સહેવો તે મલ ૫. (૧૯) બીજો માણસ મુનિને સત્કાર આપે તો પણ ગર્વ ન કરવો તે સત્કાર ૫. (૨૦) અતિશય જ્ઞાનનો ગર્વ ન કરવો તે પ્રજ્ઞા ૫. (૨૧) અજ્ઞાનતાનો ખેદ ન કરવો પણ જ્ઞાનમાં ઉદ્યમ કરવો તે અજ્ઞાન ૫. ૨૨) અનેક કષ્ટ પ્રાપ્ત થયાં છતાં પણ સર્વજ્ઞકથિત ધર્મ ઉપરની શ્રદ્ધા ન ફેરવવી અને મિથ્યા આચરણ ન આચરવું તે સમકીત ૫. કરસૂરિ મ. સા. મારા ગાજરાતી અનુવાદક
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy