SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિરારા = ; ત્તિરા - હરિભદ્રસર રચિત ( ૧૦૨ भगवद्बोधिलाभो हि परम्परया भगवद्भावनिर्वर्तनस्वभावो, न त्वन्तकृत्केवलिबोधिलाभवदतत्स्वभावः, तद्वत्ततस्तद्भावासिद्धेरिति, तत्तत्कल्याणाक्षेपकानादितथाभव्यताभावभाज एते इति स्वयंसम्बुद्धत्वसिद्धिः ॥ ५ ॥ | ભાવાર્થ-પહેલાં જે કહ્યું હતું કે; તીર્થકરત્વરૂપ ફલકારણ વરબોધિ પ્રાપ્તિદ્વારા સ્વતંત્ર બોધવાળા સ્વયંબુદ્ધો હોય છે તે વરબોધિની વિશિષ્ટતાની સિદ્ધિ કરતા જણાવે છે કે; તીર્થંકરરૂપ વ્યક્તિમાં (તીર્થંકર કારણરૂપ). બોધિ, અને તીર્થંકરભિન્ન વ્યક્તિમાં રહેલ બોધિ, જુદી જુદી છે. બન્નેની બોધિમાં ભેદ-તફાવત-વૈશિષ્ટ્રફરક છે. બન્નેયની બોધિ-સમ્યત્વ આદિ મોક્ષમાર્ગ પણ જુદો જુદો છે. આ બાબત ન્યાયસંગત-વ્યાજબીયુક્તિયુક્ત જ છે. કારણ કે; વિશિષ્ટ ફલ (તીર્થકરત્વરૂપ ફલ) ના પ્રત્યે પરંપરા (વ્યવહિત-પ્રયોજક) કારણ, વરબોધિ છે. સામાન્ય ફલ (તીર્થકરત્વરૂપ ફલ-ભિન્ન અંતકૃત્યેવલિભાવ આદિરૂપ ફલ) ના પ્રત્યે સામાન્ય (તીર્થકરત્વરૂપ ફલને નહિ પેદા કરનાર) બોધિ, પરંપરા (વ્યવહિત) કારણ છે. આ પ્રમાણે પરંપરારૂપ બને હેતુઓમાં જ્યારે ફરક છે. તો અહીં અપિશબ્દથી સૂચિત (સાક્ષાત-અવ્યવહિત-અનંતર) હેતુમાં ભેદ હોય તેમાં પૂછવું જ શું? આ પ્રકારે પરંપરાતુમાં ભેદ-વિશેષતા-તફાવત હોવાથી સુતરાં તીર્થંકરાશ્રિતબોધિ (વરબોધિ). અને તીર્થંકરાશ્રિતબોધિ, ભિન્નભિન્ન છે એ વાત સિદ્ધ થાય છે. જો વિશિષ્ટફલ અને સામાન્યફલના જે બે પરંપરા હેતુઓ છે તેમાં પરસ્પરભેદ-વિશેષ-તફાવત ન માનો તો અન્નકૃતકેવલિની જેમ તીર્થકરમાં તીર્થંકરભાવની અસિદ્ધિ થશે! અર્થાત્ બને પરંપરા હેતુઓ એકરૂપ છે, એમ માનો તો તીર્થંકરરૂપ વિશિષ્ટફલમાં વરબોધિજન્યતીર્થકરત્વરૂપ વિશિષ્ટતાનો અને અંતકૃત કેવલિભાવ આદિરૂપ સામાન્યફલમાં અતીર્થકરત્વરૂપ અવિશિષ્ટતાનો–સામાન્યનો અભાવ થઈ જાય ! મતલબ કે; વરબોધિથી વિશિષ્ટફલ કેમ ? સામાન્ય ફલ કેમ નહીં ? અને સામાન્યબોધિથી સામાન્ય ફલ કેમ ? વિશિષ્ટફલ કેમ નહીં ? એટલે બોધિમાં ભેદ માનો તો જ આ પ્રશ્નનો નિકાલ આવે! અન્યથા નહિ. અર્થાત્ ફેલભેદથી કારણભૂત બોધિમાં અવશ્યભેદ માનવો જોઈએ. વળી ભગવંતનો બોધિલાભ લવરબોધિલાભ) પરંપરાથી (અનેક ભવોના વ્યવધાનથી-અનેક ભવોનું આંતરૂં પડવા છતાંય) તીર્થંકરપણું કરવાના સ્વભાવવાળો છે. તથાચ વરબોધિનો એવો સ્વભાવ છે કે; અનેક ભવો બાદ પણ અવશ્યમેવ તીર્થંકરપણાનું સર્જન કરે ને કરે જ. પરંતુ અંતકૃત્યેવલિની ('મરૂદેવા આદિ કેવલિની) બોધિલાભની માફક (પરંપરાથી) તીર્થંકરપણું નહીં કરવાના સ્વભાવવાળો આ વરબોધિલાભ નથી. જો વિશિષ્ટફલ અને સામાન્યફલના પરંપરાકારણમાં પરસ્પર કાંઈ ભેદ ન હોય તો જેમ અંતકૃત્યેવલિવૃત્તિબોધિરૂપ પરંપરાકારણથી તીર્થંકરપણાની સિદ્ધિ-નિષ્પત્તિ થતી નથી, તેમ વરબોધિલાભથી તીર્થંકરરૂપ ફલની સિદ્ધિ ન થાય ! એમ બન્નેના પરંપરાકારણને અભિન્નએક માનવામાં આપત્તિ આવે ! વાસ્તે તીર્થંકરરૂપ ફલના કારણરૂપ વરબોધિ (તીર્થકરવૃત્તિબોધિ) જુદી ૧. અહીં અપિ (પણ) શબ્દથી તીર્થંકર-અતીર્થકરની વિભૂતિ-સંપદા વિગેરેમાં ભેદ હોય તેમાં પૂછવું શું ? ૧ જેને મુક્તિએ જવાના થોડા સમય પહેલાં જ કેવલજ્ઞાન થાય છે, તે અંતકતુ કેવલિ કહેવાય છે. જેમ મરૂદેવામાતાને મુક્ત થતાં પહેલાં જ્યારે આયુષ્ય અત્તમુહૂર્ત બાકી રહ્યું હતું ત્યારે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. અને તે અન્તર્મુહૂર્ત આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે ગયા. ગુજરાતી અનુવાદક - ૪, ભદ્રકરસૂરિ મ. સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy