SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા ૯૬ ક્ષાયોપશમિક આદિ ભાવ રૂપ ફલના પ્રત્યે અરિહંત ભગવંતો કારણ છે. એટલે, ભવ્ય જીવોની ધર્મપ્રવૃત્તિ કે ઉત્કૃષ્ટ મહા કલ્યાણના પ્રત્યે કલ્યાણયોગ્યતા રૂપ ક્ષાયોપશમિક આદિ રૂપ જીવના સ્વપરિણામના જનન દ્વારા કારણ હોઈ અરિહંત-ભગવંતો ભવ્ય જીવ ઉપ૨ ૫રં૫રાએ અનુગ્રહ-ઉપકાર-પ્રસાદ ક૨ના૨ા છે એમ કહેવાય છે. આ ઉરિભ*રિ રચિત. અથવા અનુબંધથી (ઉત્તરોત્તર વૃદ્ધિથી-સતત-નિરંતર અવિચ્છિન્ન પ્રવાહથી) સ્વતીર્થની અનુવૃત્તિ (અધિકારશાસન) કાલસુધી સુદેવત્વ-સુમાનુષત્વ આદિરૂપ કલ્યાણ લાભરૂપ પરંપરાથી અનુગ્રહ-ઉપકાર કરનારા, તીર્થને ક૨વાના સ્વભાવવાળા તીર્થંકરો હોય છે. આ પ્રમાણે તીર્થંકરત્વની સિદ્ધિની સમાપ્તિ સમજવી. તથાચ શક્રસ્તવના ‘તીર્થંક૨ એવા અરિહંત ૧ ‘વળી બીજાનું ઉત્કૃષ્ટ કલ્યાણ કરનાર તીર્થંકર પદ છે' અર્થાત્ બીજાનું કલ્યાણ કરવાનો ઉત્કૃષ્ટમાર્ગ ઉપદેશ છે. અને ઉપદેશ તીર્થંકર પોતાની સુધા તુલ્ય વાણી વડે આપે છે. સર્વ કોઈ તે વાણી પોતપોતાની ભાષામાં તરત સમજી જાય છે, અને ચારે બાજુએ એક યોજન સુધી સંભળાય છે. તેવી વાણીવડે કેવળજ્ઞાનદ્વારા જાણેલા ભાવોનો બોધ શ્રોતા વર્ગની ગ્રહણ કરવાની સ્થિતિનો સમ્યગ્ ખ્યાલ રાખીને આપે છે. બીજાનું કલ્યાણ કરવાને કેવા કેવા સાધનોનો તીર્થંકર ઉપયોગ કરે છે, તે દર્શાવે છે. હૃદયને અસર કરે તેવા વચનરૂપ કિરણોથી ઘણા પ્રાણિઓનો મોહરૂપ અંધકારનો જીવનપર્યંત નાશ કરનાર તીર્થંકર પદ છે' અર્થાત્-જેમ સૂર્યથી અંધકારનો નાશ થાય છે. તેજ રીતે ભગવાનની વાણીથી લોકોનો મોહ નાશ પામે છે. હૃદયથી બોલાયેલી વાણી હૃદયને અસર કરે છે, એ સિદ્ધાન્ત પ્રમાણે ભગવાને જગતનું કલ્યાણ કરવાની બુદ્ધિથી આપેલો ઉપદેશ શ્રોતાવર્ગના હૃદયમાં સચોટ અસર કરે છે. આ પ્રમાણે મોહાંધકાર નાશ પામે છે, ત્યારે સૂક્ષ્મભાવનું જ્ઞાન થાય છે' અર્થાત્-જ્યારે ભગવાનની સૂર્યસદ્દશ હૃદયંગમવાણીથી લોકોનો મોહાંધકાર નાશ પામે છે ત્યારે સૂક્ષ્મબુદ્ધિવાળા પુરૂષો રામજી શકે તેવા જે જે સૂક્ષ્મ પદાર્થો અને ભાવોનું ભગવાન્ વર્ણન કરે છે, તે તે શ્રોતાવર્ગ ઝટ સમજે છે અને ગ્રહણ કરે છે. પછી શ્રદ્ધારૂપ અમૃતનું આસ્વાદન થાય છે' અર્થાત્ જ્યારે સૂક્ષ્મભાવો લોકોના સમજવામાં આવે છે, ત્યારે જેમ અમૃતનું પાન કરી આનંદ માને તેમ મનવડે તે તે પદાર્થોને લોકો ગ્રહણ કરે છે. અને તેમને સત્ય તરીકે માને છે. તે સત્ય બાબતોની શ્રદ્ધા થાય છે પછી સારા અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે' જ્યારે તત્ત્વ યથાર્થ સમજાય ત્યારે તદનુસાર વર્તન થાય એવો સ્વાભાવિક નિયમ છે. માટે આ સ્થળે પણ તત્ત્વોને યથાર્થ સમજ્યા પછી તે આદરવાનું મન થાય છે, અને ગૃહસ્થધર્મ કે યતિધર્મ તે પાળવાને આકર્ષાય છે. પછી ઉત્કૃષ્ટ અનર્થનો નાશ થાય છે' અર્થાત્ નરકગતિ તિર્યંચગતિ વિગેરે અનર્થ ઉપજાવનારાં કારણોનો, તેની બાબતમાં નાશ થાય છે. અર્થાત્-તેવો મનુષ્ય નરક કે તિર્યંચગતિમાં જતો નથી. આટલેથી પણ તે શ્રોતા વર્ગને થયેલા ઉપકારનો અંત આવતો નથી. કારણ કે જે વિશેષ લાભ થાય છે. તે દર્શાવે છે કે ઉત્તરોત્તર વિશેષ એવો અવિચ્છિન્ન (અટક્યા વગરનો) સુખભાવ તે પ્રાણીઓના મોટા ઉપકાર અર્થે થાય છે. અને તેથી તે મોક્ષનું અવંધ્ય (સફલ) કારણ છે' અર્થાત્ સઅનુષ્ઠાનથી મનુષ્યને સુખ મળે છે, તે સુખનો તે બીજાસારૂ ઉપયોગ કરે છે, તેથી તેને વિશેષ સુખ મળે છે, વળી તેથી તે બીજાનું વધારે કલ્યાણ કરવા સમર્થ થાય છે, અને તેથી તે ઉત્તરોત્તર વિશેષ સુખ પ્રાપ્ત થયા કરે છે અને અંતે તે મોક્ષ સુખ મેળવવા ભાગ્યશાળી બને છે. ગુજરાતી અનુવાદક આ તાકરસૂરિ મ.સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy