SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા ઉરિભદ્રસુરિ રચિત જેમાં મહાભયાનક ચા૨ કષાય (ક્રોધ-માન-માયા-લોભરૂપી ચાર કષાય) રૂપ પાતાલો-મહાકલશો છે. (આથી આમાં વિક્ષોભ-ચલવિચલતા-ઉથલપાથલ-અસ્થિરતા-ઉલ્ટાસુલ્ટીનું કારણ સિવાય કષાય હોઈ મહા ભયાનક-બીહામણા કષાય છે. એમ વિજ્ઞાપન કરાય છે.) Co જે, (ભ્રમ-આવર્તન-ફ૨વા-ચકરાવા-ભમવાની ઉત્પત્તિ હોઈ) અત્યંત-મહામુશ્કેલીથી ઓળંગી શકાય એવા મોહનામના-મોહરૂપી આવર્ત (વમલ-પાણીમાંથી થતાં કુંડાલા-ભમરી) થી રૂદ્ર-ભયાનક-બિહામણો છે. જ્યાં (વ્યથા ક૨ના૨ હોઈ) વિચિત્ર-(વિવિધતાવાળા-ભાતભાતના-અજાયબ) આધિ, (માનસિક વ્યથા) વ્યાધિ, (શારીરિક પીડા) ઉપાધિ (કુટુંબ આદિ વિષયકચિંતાજન્ય પીડા) દુ:ખ સમુદાયરૂપી દુષ્ટ (ખરાબ) શ્વાપદો હિંસકતિર્યંચવિશેષ રૂપ મોટા મોટા જલજંતુઓ-મહામત્સ્ય (મહામકર-મહાકચ્છપ આદિ) છે. જે (અનંતરતુરત જ ક્ષોભના કારણરૂપ) રાગ અને દ્વેષ રૂપી પવન (ઝંઝાવાત-વાવાઝોડું-વાવંટોળ) થી વિક્ષોભ-વ્યાકુલતાને પામેલો છે-ચલવિચલ છે. જે (સર્વ અવસ્થામાં વ્યાપકતાવાળા) સંયોગ અને વિયોગરૂપ વીચી (મોજાંતરંગ-લહેરો-ઘોડાઓ) થી વ્યાપ્ત-તરલ-ચપલ છે. જે પ્રબલ (પુષ્કલ-જો૨દા૨) મનોરથરૂપી (ઈચ્છા-સંકલ્પવિકલ્પ-મનોરાજ્યરૂપી) લેવા (ભરતી-જલવૃદ્ધિજુવાળ-ચંદ્રના આકર્ષણથી સમુદ્રનું પાણી પ્રતિદિન બે વાર ચડ-ઉતર થાય છે તે રીતે પાણી ચડે છે તેને જુવાળ કહે છે.) થી આકુલ-વ્યગ્ર છે. જે અત્યંત દીર્ઘ (લાંબો-મોટો-સીધી લીટીએ આગળ વધેલો-વધારે લંબાઈ હોય એવો-વિસ્તા૨વાળો-દૂર) છે. એવા સંસારરૂપી સાગરને તરે છે, અર્થાત્ જેના દ્વા૨ા પાર ઉતરે છે તે તીર્થ કહેવાય છે . પૂર્વે તીર્થશબ્દનો વ્યુત્પત્તિલભ્ય અર્થ બતલાવ્યો. હવે પ્રવૃત્તિનિમિત્ત અર્થ બતલાવે છે, ૧ લવણસમુદ્ર જંબુદ્વિપને ચારે બાજુથી વીંટળાઈને વલયાકારે રહેલો છે. અને તેનો ચક્રવાલ (વલય) વિધ્યુંભ, બે લાખ જોજન પ્રમાણ છે. આ સમુદ્રમાં ૧૦૦૦૦ જોજનના વિસ્તારવાળી અને સમભૂતલાની સમસપાટીથી ૧૬૦૦૦ યો. અને સમુદ્રતલથી ૧૭૦૦૦ યોજન ઉંચી જલવૃદ્ધિ થાય છે એ જલવૃદ્ધિની નીચે ચારે દિશાઓમાં એક એક મોટા ચાર પાતાલકલશો આવેલા છે. આ કલશાઓ મોટા ઘડાના આકાર સરખા છે. અને વજ્રરત્નના હોય છે. આની ઢીંકરીની જાડાઈ ૧૦૦૦ જોજનની, ૧૦,૦૦૦ જોજન નીચે પહોળા અને તેટલા જ ઊર્ધ્વસ્થાને પણ પહોળા એટલે કે ૧૦૦૦૦ જોજનના ખોળા મુખવાળા, મધ્યભાગે હોળાઈમાં ૧ લાખ જોજન પ્રમાણના અને ૧ લાખ જોજન ભૂમિમાં ગએલા છે. જેથી સમભૂમિની સમસપાટીથી ૧ લાખ યો. ઉપરાંત ૧૦૦૦ જોજન પ્રમાણ પૂર્ણ થયે નીચે કલશનું તળીયું આવે છે. તથા ઉપરથી ચારે કલશાઓ સમ સપાટીમાં રહેલા છે પૂર્વ દિશાના કલશનું નામ ‘વડવામુખ' છે. દક્ષિણ દિશામાં ‘કેયૂપ' પશ્ચિમ દિશામાં ‘યૂપ' અને ઉત્તર દિશામાં ઈશ્વર’ આ પ્રમાણે મહાકલશો છે. તેને પાતાલ' એવી સંજ્ઞા આપવામાં આવેલ છે. २ प्रवृत्तिनिमित्तम्- पदशक्यतावच्छेदकम् । यथा घटत्वं घटपदस्य प्रवृत्तिनिमित्तम् । एवं शुक्लादिपदस्य शुक्लत्वम्, पाचकादेः पाकः, देवदत्तादेस्तत्तत्पिण्डादि प्रवृत्तिनिमित्तं भवति प्रवृत्तिनिमित्तशब्दस्य व्युत्पत्तिः- प्रवृत्तेः- शब्दानामर्थबोधनशक्तेः निमित्तं प्रयोजकमिति । तच्च शक्यतावच्छेदकं भवतीति ज्ञेयम् । तल्लक्षणं च प्रकारतया शक्तिग्रहविषयत्वम् ( चि. ) । अथवा वाच्यवृत्तित्वे सति वाच्योपस्थितिप्रकारत्वमिति ( म. शक्ति. ) । ગુજરાતી અનુવાદક તીકરસૂરિ મ.સા. આ.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy