SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ફાફડા કકકકક કક Eવારા કરવા { ૮૮ હવે શક્રસ્તવનું ત્રીજું પદ સંપૂર્ણ થાય છે. એટલે બીજી સંપદાના પહેલા પદની વ્યાખ્યા સમાપ્ત થાય છે. -ઈતિ “આદિકર-અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ” હવે બીજી સંપદાના બીજા પદની વ્યાખ્યા કરતાં પહેલાં અવતરણિકા કહે છે. एवमादिकरा अपि कैवल्यावाप्त्यानन्तरापवर्गवादिभिरागमधार्मिकैरतीर्थकरा एवेष्यन्ते, ‘अकृत्स्नकर्मक्षये कैवल्याभावा' दितिवचनात्, तन्निरासेनैषां तीर्थकरत्वप्रतिपादनायाह ભાવાર્થ-આ પ્રમાણે અરિહંત ભગવંતો, મોક્ષરૂપ અવસ્થાથી પહેલાંની અવસ્થામાં જન્માદિ પ્રપંચને કરવાના સ્વભાવવાળા હોવા છતાંય “કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી તુરતજ મોક્ષગામી મુક્ત થાય છે. આવા મંતવ્ય-મતવાળા આગમ ઘાર્મિકો-વેદાંતીઓ (અતીન્દ્રિય ઘર્મ-અધર્મ આદિ પદાર્થમાં આગમનેજ પ્રમાણ તરીકે સ્વીકારનારા અને પ્રત્યક્ષ વિગેરે પ્રમાણોને નહીં માનનારા, કેવલ વેદવાદીઓ આગમઘાર્મિકો કહેવાય છે. કેમકે, કહ્યું છે કે અતીન્દ્રિય પદાર્થોનો કોઈ સાક્ષાત્કાર કરનાર છે જ નહિ એટલે નિત્યવચનરૂપ વેદવાક્યથી જે જોનાર છે તે દ્રષ્ટા છે' વાતે તે વેદવાદીઓને અહીં આગમ ઘાર્મિક સમજવા) અરિહંત ભગવંતોને “આદિકર” માને છે. પરંતુ “તીર્થકર'-તીર્થને કરનાર માનતા નથી. કારણ કે, કૃમ્ન-સકલ-તમામ કર્મનો ક્ષય-ધ્વસ ન થાય ત્યાં સુધી કેવલજ્ઞાન થતું નથી. એમ વેદાંતીઓનું આગમઘાર્મિકોનું (સાક્ષીભૂત) વચન છે. એવંચ પૂર્વોક્ત પૂર્વપક્ષીય મતનું કે મંતવ્યનું ખંડન કરવા ખાતર, અને અરિહંત ભગવંતો, “આદિકર” હોવાની સાથે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી દેશના અનંતર-તુરતજ તીર્થ કરવાના-સ્થાપવાના સ્વભાવવાળાઓ છે. એમ સ્વમતનું ખંડન કરવા સારૂ શાસ્ત્રકાર કથન કરે છે કે, "તીર્થકર" એવા અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ” હવે શક્રસ્તવના “તીર્થકર' એવા ચોથા પદની વ્યાખ્યા કરે છે. तत्र तीर्थकरणशीलाः तीर्थकराः, अचिन्त्यप्रभावमहापुण्यसंज्ञिततनामकर्मविपाकतः, तस्यान्यथा वेदनायोगात्, ભાવાર્થ-શકસ્તવવર્તી તીર્થકર શબ્દની વ્યુત્પત્તિલભ્ય અર્થ દર્શાવે છે કે; તીર્થ કરવાના સ્વભાવવાળાઓ જ તીર્થકરો કહેવાય છે. મતલબ કે; અચિંત્ય (ન ચિંતવી શકાય એવા, કલ્પનામાં ન આવી શકે એવા) પ્રભાવ (મહિમા) વાળા અને જેની સંજ્ઞા (સંકેત) મહાપુણ્ય તરીકેની છે. અર્થાત્ જેનું બીજું નામ “મહાપુણ્ય” ૧ અનીશ્વરવાદી સાંખ્યો અથવા વેદાંતીઓ. ૨ જો દેશના તીર્થકરણ આદિનો અભાવ માનો તો, તીર્થકર નામકર્મને ફલાનુભવરૂપે વેદવાનો અભાવ થાય છે. વાસ્તે તીર્થકરોને તીર્થ કરવાના સ્વભાવવાળા માનવા જોઈએ. ૩ શરીરના અભાવમાં તીર્થ સ્થાપવાનો અભાવ થાય છે. માટે કહે છે કે “અચિંત્ય વિગેરે ४ अतः प्रकर्षसम्प्राप्ताविज्ञेयं फलमत्तमं । तीर्थकृत्त्वं सदौचित्यप्रवृत्त्या मोक्षसाधकम् । ॥ १० ॥ -હરિભદ્રસૂરિ કૃત પંચવિશતિતમાષ્ટકે ગજરાતી અનુવાદક - , ભકરસૂરિ મ.સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy