SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ તિ-વિરા - હરિદ્વાર રચિત ( ૭૮ (૧) સમગ્ર ઐશ્વર્ય-સંપૂર્ણ જગત્રાયપ્રભુત્વ-દેવાધિદેવ જગભુ ભાવઅરિહંતોની આગળ, ભક્તિભીના હૈયે નમેલા દેવોના દેવો-ઈન્દ્રો, શુભાનુબંધી (ઉત્તરોત્તર પુણ્યની અવિચ્છિન્ન ધારાની વૃદ્ધિવાળી) અશોકવૃક્ષ આદિરૂપ આઠ મહાપ્રાતિહાર્ય કરવા રૂપક્રિયા-રચના કરે છે. એમાં પરમાત્માનું પૂર્ણ પ્રભુત્વનું દર્શન થાય છે. (૨) સમગ્ર રૂપ-તમામ દેવતાઓ પોતાના પ્રભાવથી પોતાના રૂપને એક અંગુઠા પ્રમાણ વિદુર્વે તો પણ પ્રભુના ચરણના એક અંગુઠા આગળ તે રૂપ, બુઝાઈ ગયેલા અંગારા-કોલસા જે વું ભાસે છે. આવા દ્રષ્ટાંતથી સિદ્ધ-સર્વાતિશાયિરૂપ રૂપસમગ્ર રૂપસંપન્ન ભાવઅરિહંતો જ હોય છે. (૩) સમગ્રયશ:-રાગ-દ્વેષ-પરીહષ-ઉપસર્ગરૂપ ભાવશત્રુની ફોજને ક્ષમાથી સહન કરી હઠાવવાના પરાક્રમથી ઉત્પન્ન થયેલ (વ્યાપેલ) યશ, (સર્વદિગંતપર્યંત વ્યાપક ખ્યાતિરૂપ યશ) શૈલોક્યને-સુર અસુર નર વિગેરેને આનંદ પમાડનાર છે અને સદાકાળ પ્રતિષ્ઠા-સ્થિતિને પામી ચૂકેલ છે-પ્રતિષ્ઠિત છે. અત એવ સતિશાયિ શારદશશિસમવિશદ યશના ભોગી-સ્વામીભાવઅરિહંતો જ હોય છે. (૪) સમગ્ર શ્રી-શાનાવરણીય-દર્શનાવરણીય-મોહનીય અને અતંરાય રૂપ ચાર ઘનઘાતિ કર્મનો ઘાત (ક્ષય) કરવા સમર્થ વિક્રમ (બલ-વીર્ય-શૌર્ય) થી મેળવેલ કેવલજ્ઞાનરૂપ લોકોત્તર આલોક (પ્રકાશ-જ્યોત) તથા અનંતસુખરૂપ સંપદા-લક્ષ્મીનો સમન્વય-સંબંધ, પરાકાષ્ઠાનો-ઉત્કૃષ્ટકોટીનો છે. અર્થાત્ તાદ્રેશ કેવલજ્ઞાનઅનંત સુખ-સર્વોત્કૃષ્ટલક્ષ્મીના નિત્યસંબંધવાળા ભાવ અરિહેતો હોય છે. સમવસરણ આદિ બાહ્યલક્ષ્મીપતિ અને કેવલ જ્ઞાન આદિ અંતરંગ લક્ષ્મીપતિ ભાવઅહંતો જ હોય છે. (૫) સમગ્રધર્મ-સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ, દાન-શીલ-તપ-ભાવનામય, સાશ્રવ (પુણ્યલક્ષણ-પુણ્યરૂપ) અને અનાશ્રવ (સંવર-સંજ્ઞા ધોગ લક્ષણ) રૂપ, તાત્ત્વિકધર્મસંન્યાસરૂપ સામર્થ્યયોગ અને યોગસંન્યાસ રૂપ સામર્થ્યયોગ ' અર્થ-હે પરમેશ્વર ! (ચંદ્રકાંતાદિક) રત્નોમાંથી ઉત્પન્ન થયેલા પરમાણુઓ વડે (કદાચ) એક અંગુઠો (નવીન) બનાવીને જો દેવેન્દ્રો તારા ચરણના અંગુઠાની આગળ ધરે, તો તે નક્કી સૂર્યની સામે અંગારા જેવા દેખાય છે. જેથી કરીને નક્કી તારા સમાન અન્ય રૂપ જગમાં નથી. કોડી દેવ મિલકે કર ન શકે, એક અંગુઠ પ્રતિ છંદ, ઐસો અદ્ભત રૂપ તિહારો, વરસત માનું અમૃતકો બુંદ’ ગા. ૪ ન્યાયાચાર્ય ન્યાયવિશારદ ઉપાધ્યાયજી શ્રીમાનુ યશોવિજયજી મહારાજ પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં રૂપની અભૂતતા વર્ણવતાં વર્ણવે છે. આપનું રૂપ એવું અદભૂત ચમત્કારી છે કે આપના એક અંગુઠાના પડઘા-પ્રતિભાસ-જેવું રૂ૫, કોડી દેવતાઓનું રૂપ-તેજ ભેગું મળે તોય થાય તેમ નથી. અને જાણે હારામાંથી અમૃતના બિંદુ વરસી રહ્યા હોય એમ માનું છું. १ सव्वसुरा जई रूवं अंगुठ्ठपमाणयं विउविज्जा । जिणपायंगुठं पइ न सोहए तं जहिंगालो ॥ आ. नि. ५६९ २ इसरिय मिह पहुतं ससुरासुरमणुयजीवलोगस्स, तिहुयणगज्झो चंदुज्जलो जसो रूवमइरम्मं ॥ ३ बहिच्छी ओसरणाइ अंतरगा उ केवलाईआ, धम्मो फलरूवो न जिणत्ता धम्मफलमन्नं ॥ ૪ “ધ વિઘા મતિઃ સંજ્ઞાનયોન વિસ્તથSચઃ પૃથક્ષાઃ ' | ૨૦ શાસ્ત્રવાર્તા સમુચ્ચયે સંજ્ઞાનયોગ:- સખીવીનHઈમવવનાનુસાર ज्ञानं गुरूपारतन्त्र्यनिमित्तं संवेदनं तेन सहितो योग शुभवीर्योल्लासः । હાજરાતી અનુવાદક - ભદકરસરિઓ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy