SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા હરિભદ્રસુરિ રચિત (૨)‘નમો જિનેભ્યો જિતભયેભ્યઃ' ઇત્યાદિ વક્ષ્યમાણ છેલ્લી નવમી સંપદાઘટકપદોથી શાસ્ત્રયોગનું સમર્થન થાય છે. કારણ કે; વિશેષ વગર સામાન્યથી સંપૂર્ણ (અવિકલ-પુરેપુરી રીતિએ) ફકત નમઃ પદનું (પ્રાર્થનાર્થક ‘અસ્તુ’-ક્રિયાપદ શૂન્ય કેવલ નમઃ પદનું) કથન છે. (શાસ્ત્રની પ્રધાનતાવાળો અવિકલવંદના-નમસ્કાર રૂપ તત્ત્વધર્મવ્યાપારરૂપ છે.) અર્થાત્ સ્તુતિવિષય ભાવઅર્હદ્ આલંબનવિશેષસ્થાનરૂપ પ્રથમાધિકાર શક્રસ્તવની સમાપ્તિમાં વર્તમાન નમઃપદાર્થ જે નમસ્કાર, તે શાસ્ત્રયોગ દર્શાવે છે. આ નમસ્કારનું વિશેષપ્રયોજન તો ‘નમો જિનવર વૃષભ-ઉત્તમ એવા મહાવીરસ્વામીને કરેલો એક પણ નમસ્કાર, સંસાર સાગરથી ન૨ કે નારીને તારે છે.' આ ૭૫ ચૈત્યવંદન સૂત્રાન્તર્ગત છેલ્લા સૂત્રમાં વર્તમાન આ ગાથામાં રહેલ ‘એક પણ નમસ્કાર ઇત્યાદિ વાક્યથી જે નમસ્કાર કરેલ છે તે નમસ્કાર, સામર્થ્યયોગને બતલાવે છે. ‘નમસ્હારઃ સામર્થ્યયોગઃ’નમસ્કાર એ કારણ છે. જ્યારે સંસાર તરણરૂપ કાર્યનો અવ્યવહિત (સાક્ષાત્ફલોપધાયક) હેતુરૂપ સામર્થ્યયોગ કાર્ય છે. એટલે ‘ધૃતમાયુઃ” એ ન્યાયથી નમસ્કાર રૂપ કારણમાં સામર્થ્યયોગરૂપ કાર્યનો ઉપચાર (વ્યવહાર-આરોપ) કરી ‘નમસ્કાર એ સામર્થ્યયોગ છે' એમ કહેવાય છે. સંસારથી તરવું સામર્થ્યયોગ સિવાય બની શકતું નથી. અને સામર્થ્યયોગ, તાદૃશ નમસ્કાર સિવાય નથી. એટલે નમસ્કાર, સામર્થ્યયોગજનનદ્વારા સંસારતરણરૂપ કાર્યના પ્રત્યે કારણ છે. એવું ધ્વનિત થાય છે. હવે વાદી ‘પ્રાતિમજ્ઞાનસંગતઃ સામર્થયોો' ઈત્યાદિ છઠ્ઠા શ્લોકમાં જે સામર્શ્વયોગનું ‘પ્રાતિભજ્ઞાનસંગતત્ત્વ’ વિશેષણ આપ્યું હતું. પણ પ્રાતિભજ્ઞાનનું સ્વરૂપ નહીં દર્શાવેલ હોવાથી તેનું સ્વરૂપ જાણવા દલીલસર પૂછે છે કે आह-अयं 'प्रातिभज्ञानसङ्गत' इत्युक्तं तत्किमिदं प्रातिभं नाम ? असदेतत्, मत्यादिपञ्चकातिरेकेणास्याश्रवणाद्, ભાવાર્થ-વાદી-શંકા આ સામર્થ્યયોગનું ‘પ્રાતિભજ્ઞાન સંગત્વ' જે વિશેષણ, આપ્યું તે ખરૂં પરંતુ પ્રાતિભરૂપજ્ઞાન કોને કહેવાય ? એનું સ્વરૂપ છે ? તે બતલાવો ? મને તો લાગે છે કે પ્રાતિભજ્ઞાનની પ્રરૂપણા અસપ १. 'घृतमायुः ' अत्रायुष्कारणमपि घृतं कार्यकारणभावसम्बन्धसम्बन्ध्यायुस्तादात्म्येन प्रतीयते, अव्यभिचारेणायुष्करत्वं प्रयोजनं, तथा 'नमस्कारःसामर्थ्ययोगः' इत्यत्र सामर्थ्ययोगकारणमपि नमस्कारः, कार्यकारणभावसम्बन्धसम्बधी सामर्थ्ययोगस्तादात्म्येन प्रतीयते, अव्यभिचारेण सामर्थ्ययोगकरत्वं प्रयोजनं, नमस्कारे सामर्थ्ययोगत्वारोपः सामर्थ्ययोगसाधनत्वादित्यवधेयम् । ૨. "અત્યંત ભિન્ન શબ્દોને વિષે અમુક પ્રકારની સમાનતા જોવાથી તેમાં રહેલી ભિન્નતાનો ખ્યાલ છોડી દઈ તેમને એક ગણવા તે ઉપચાર છે.” ગુજરાતી અનુવાદક કારણમાં કાર્યનો ઉપચાર-આને માટે આપણે માટી અને ઘડાનું ઉદાહરણ વિચારીશું. જે વખતે મૃત્તિકાનીજ અવસ્થામાં હોય-મૃત્તિકારૂપેજ હોય ઘટરૂપે પરિણત ન થઈ હોય ત્યારે પણ સત્કાર્ય વાદની અપેક્ષાએ અથવા તિરોભાવની વિવક્ષા પૂર્વક મૃત્તિકાને ઘટરૂપ માનવી તે આ ઉપચારનું દ્રષ્ટાંત છે. વિશેષમાં આવી સ્થિતિમાં પણ આ વૃત્તિકા ઘટ છે. એમ કહેવું તે ખોટું નથી. જો કે આમાં ઘટના જલધારણાદિક ધર્મો નથી અર્થાત્ આ મૃત્તિકાથી કંઈ ઘટનું કાર્ય થઈ શકે તેમ નથી, તો પણ રૂપ-રસ-ગંધ વિગેરે કેટલાક સમાન ધર્મો બંનેમાં રહેતા હોવાથી તેમજ ભવિષ્યમાં તે ઘટ બની શકનાર હોવાથી તેમ કહેવું ન્યાય્ય છે. પારિભાષિકશબ્દમાં કહીએ તો અત્ર દ્રવ્યઘટમાં ભાવઘટનો આરોપ કરવામાં આવ્યો છે. ભદ્રંકરસૂરિ મ.સા. આ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy