SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ તાલિતવિક હરિભકારષ્ટિ ૭૨ ઉત્પન્ન થવો તેનું નામ અપૂર્વકરણ છે. આ પહેલા અપૂર્વકરણનું ફલ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તે છે અને આ સમ્યગ્દર્શનથી સત્ય વસ્તુ સમજાય છે સમ્યગ્દર્શન એટલે પ્રશમાહિલિંગવાળો આત્માનો પરીણામ. સમ્યગ્દર્શનને જાણવાને પાંચ લક્ષણો બતાવ્યા છે. પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યુ. આ પાંચ લક્ષણોથી સમ્યક્ત્વ પ્રગટ થાય છે. આપણામાં સમકિત છે કે નહી તેની ખાત્રી થાય છે. તત્ત્વાર્થશ્રદ્ધાનને સમક્તિ કહે છે. આ સમકિતના પાંચ લક્ષણોનો અનુક્રમ પ્રધાનતાને અનુસારે છે. અને એક પછી એકનો લાભ થાય છે. તેમાં પૂર્વાનુપૂર્વી કરતાં પશ્ચાનુપૂર્વી સુંદર છે. તથાપિ પ્રભુના વચન ઉપર શ્રદ્ધા-આસ્થારૂપ આસ્તિક્ય હોય તો જ દુઃખી જીવો ઉપર દયા ચિતવવારૂપ અનુકંપા હોય, અને આવી અનુકંપાનો લાભ થયે છતેજ સંસાર ઉપર ઉદાસીનવૃત્તિરૂપ નિર્વેદ-વૈરાગ્યનો લાભ થાય છે. આવા નિર્વેદનો લાભ થયે છતેજ મોક્ષની અભિલાષારૂપ સંવેગનો સારો લાભ થાય છે. આ સંવેગનો લાભ થયે છતેજ ક્રોધ કે રાગદ્વેષના અભાવરૂપ પ્રશમ-શાંતરસનો અનોખો લ્હાવો લેવાય છે. આમ પશ્ચાનુપૂર્વીથી લાભ થયા પછી કર્મની જે સ્થિતિ બાકી રહેલ છે તેમાંથી સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મની સ્થિતિનો ક્ષય થવાથી બીજા અપૂર્વકરણમાં પ્રથમ તાત્ત્વિકધર્મસંન્યાસ નામનો સામર્થ્યયોગ પ્રાપ્ત થાય છે. આ અપ્રમત્તસંયત આત્મા જ્યારે આઠમા ગુણઠાણે ક્ષપકશ્રેણી માંડે છે. ત્યારે આ ઘર્મસંન્યાસયોગ હોય છે. આ વખતે આત્મફુરણા તીવ્ર થાય છે. પરપરિણતિ (વિભાવદશા) થતી નથી. આ અત્યંત સુંદર દશા અવાચ્ય છે. આથી જ યથાખ્યાતચારિત્રની પ્રાપ્તિ થાય છે. આ અતિ ઉત્કૃષ્ટચારિત્ર તથા જ્ઞાનદશામાં વર્તતા ઘનઘાતિ કર્મનો એકદમ નાશ થાય છે. અને કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં ક્ષયોપશમભાવના જે ક્ષમા આદિ દશવિધ ધર્મો તથા મતિ આદિ ચાર જ્ઞાનોની અહીં નિવૃત્તિ થાય છે. અને ક્ષાયિકભાવના ક્ષમા આદિક ધર્મો તથા જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ તાત્ત્વિકધર્મસંન્યાસયોગ છે પણ અતાત્ત્વિક ઘર્મસંન્યાસયોગ છઠ્ઠા ગુણઠાણે પ્રવજ્યા અંગીકાર કરતી વખતે હોય છે. સાવદ્ય (સપા૫) પ્રવૃત્તિલક્ષણ પ્રભુપૂજાદિ ધર્મની નિવૃત્તિરૂપ પ્રવ્રજ્યા, જ્ઞાનયોગની પ્રાપ્તિરૂપ છે. ધર્મસંન્યાસ તાત્ત્વિકયોગ કહ્યા પછી હવે યોગસંન્યાસ નામનો સામર્થ્ય યોગ બતાવે છે. કેવલજ્ઞાન રૂપ ઉપયોગથી જાણી અચિંત્ય વીર્યશક્તિવડે તે તે પ્રકારના તે તે કાલમાં ક્ષય કરવા યોગ્ય ભવોપગ્રાપ્તિ ૧. યોગાસંચાલતત્યાની વોરાનથદિત્યાંત્યત | ફુવં નિ ત્રિહિ પરોવતપુપપ | ૭ || જ્ઞાનસારે ત્યાગાષ્ટકે ' અર્થ-ત્યાગી (ક્ષાયોપથમિકધર્મસંન્યાસી) યોગસંન્યાસથી સર્વ યોગોનો પણ ત્યાગ કરે. એ યોગસંન્યાસ ચૌદમા ગુણસ્થાનકે હોય. તથાહિ કેવલજ્ઞાનવડે અચિંત્ય વીર્યશક્તિથી ભવોપગ્રાહી કર્મને તેવા પ્રકારની સ્થિતિમાં આણીને ક્ષય કરવાની ક્રિયા તે આયોજનકરણ તેનું ફળ શૈલેશી-યોગોની અત્યંત સ્થિરતા છે. ત્યારબાદ બીજો યોગસંન્યાસ નામે સામર્થ્યયોગ પ્રાપ્ત થાય છે; એમ તેના સ્વરૂપને જાણનારા કહે છે, શૈલેશી અવસ્થામાં કાયાદિ યોગોનો ત્યાગ કરવાથી “અયોગ' નામે સર્વસંન્યાસરૂપ સર્વોત્તમયોગની પ્રાપ્તિ થાય છે. અને આ જ રીતે અન્ય યોગાચાર્યોએ જણાવેલ નિર્ગુણબ્રહ્મ (મોક્ષપદ) ઘટી શકે છે. જૈન શૈલી મુજબ શૈલેશીકરણ વડે સંપૂર્ણયોગનિરોધરૂપ સર્વસંવરરૂપ સંયમવડે સમસ્તકર્મક્ષયરૂપ મોક્ષપદ પ્રાપ્ત થઈ શકે છે. એ જ નિર્ગુણબ્રહ્મ કહેવાય છે. ઔપાધિક ધર્મયોગનો અભાવ તે નિર્ગુણશબ્દનો અર્થ ઘટાવવો. કરકસર રાતી અનુવાદક - આ ભદ્રીકરસૂરિ મા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy